Last Update : 14-December-2012, Friday

 

હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ

- કેટલાંક લોકો પોતાના મકાનને એક અલગ જ લૂક આપવા માટે વિવિધ પ્રકારની હોમડેકોરેશનની આઇટમ્સથી ઘરને સજાવતા હોય છે. તો કેટલાંક લોકો હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે.

મકાનના રિનોવેશનમાં તેની ડિઝાઇનને સ્પેશ્યલ લૂક આપવા સાથે ઇન્ટીરીયર ડિઝાઇનીંગ પણ હવે લોકો ખાસ ધ્યાન આપી રહ્યા છે. એમાં પણ મકાનના વિવિધ વિભાગોને આકર્ષક ચીજવસ્તુઓથી સજાવવા કેટલાંક લોકો લાખો રૃપિયાનો ખર્ચ કરતા હોય છે. જેમાં હાલ ઘરસજાવટ માટે હેન્ડીક્રાફ્ટની આઇટમનો ટ્રેન્ડ વધ્યો છે. હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ દેખાવમાં સુંદર લાગવા સાથે હાથબનાવટની હોવાથી અલગ જ ઉઠાવ આપતી હોય છે. જેથી કેટલાંક લોકો સૌથી વધુ હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ પર પોતાની પસંદગી ઉતારે છે.
આ અંગે વિપુલ દેસાઇ કહે છે કે, અમે તાજેતરમાં જ અમારા મકાનનું રિનોવેશન કરાવ્યું છે. જેમાં અમે ઘરની સજાવટ માટે જુદા જુદા શોકેશ બનાવ્યા છે. જેમાં સૌથી વધુ હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તચુઓને ગોઠવવામાં આવી છે. હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ દેખાવમાં સુંદર હોવા ઉપરાંત ટકાઉ હોવાથી અમે અન્ય ચીજવસ્તુઓની સરખામણીએ હાથબનાવટની ચીજવસ્તુઓ પસંદ કરી છે. વળી આજ કાલ માર્કેટમાં જોઇએ એવી હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે છે. જેથી મેં મારા મકાનમાં વુડનની અને ખાસ કરીને વાંસની હાથબનાવટની ચીવસ્તુઓને ડેકોરેશન માટે વધુ પસંદ કરી છે.
જ્યારે પલ્લવી પટેલ કહે છે કે, આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પોતના મકાનને ઓલ્ડ સ્ટાઇલનો લૂક આપવાનો. જેથી કેટલાંક લોકો પોતના મકાનમાં હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓનો ઉપયોગ હોમડેકોરેશનમાં કરતા હોય છે. મેં પણ મારા મકાનમાં હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓનો હોમડેકોરેશનમાં ઉપયોગ કર્યો છે. જ્યારે પણ કોઇ મહેમાન કે અન્ય કોઇ રિલેટીવ આવે ત્યારે ડેકોરેશન જોઇને ખુશ થઇ જાય છે. મેં મારા ઘરમાં ઝરીવર્ક, વુડવર્ક, ફર્નીશીંગ, બેલ્સ, કેન્ડલ હોલ્ડર્સ, ડ્રાય ફ્લાવર્સ, ફાયર પ્લેસ, હેન્ડમેડ પેઇન્ટીંગ્સ, લેમ્પ બેઝીસ, લેમ્પ શેડ્સ, લેન્ટર્ન્સ, પિક્ચર ફ્રેમ, ટી-લાઇટ્સ, વોલ હેન્ગીંગ, વોલ સ્કોન્સ ઉપરાંત હિન્દુ ગોડ સ્ટેચ્યુ વગેરનો સમાવેશ કર્યો છે.
જ્યારે હિમાદ્રી પરીખ કહે છે કે, અગાઉની સરખાણમીએ હોમડેકેરોશનનું પ્રમાણ વધ્યું છે. પ્લાનીંગ કરીને હેન્ડીક્રાફ્ટની કે અન્ય કોઇ આકર્ષક ચીજવસ્તુઓ કે જે હોમડેકોરેશનમાં ચાર ચાંદ લગાવે એવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરતા હોય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved