Last Update : 14-December-2012, Friday

 

પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે

- શહેરની કોલેજમાં અભ્યાસ કરતી અને કોર્પોરેટ ક્ષેત્રે કામ કરતી યુવતીઓ લગ્ન સંબંધમાં એવા યુવકની પસંદગી ખાસ કરે છે જે સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં માહેર હોય. કારણકે ક્યારેક ઓફિસથી ઘેર આવવામાં મોડુ થાય તો પતિદેવ તેમને સાથ સહકાર આપે.

શહેરની સ્કૂલ, કોલેજ કે પછી કોર્પોરેટ ઓફિસમાં મોર્ડન યુવતીઓ લગ્ન વિશે ચર્ચા કરતી હોય તેમાં કેવો યુવક પસંદ કરવો તેમાં એક વાત કોમન જોવા મળે છે, મારે તો એવા વ્યક્તિ સાથે લગ્ન કરવા છે જે સારી રેસિપી બનાવી શકે ભલે તેનો દેખાવ સારો ન હોય પણ ઘરના કામમાં મદદરૃપ થાય એની સાથે લગ્ન કરીશ, લગ્ન પહેલા યુવક અને યુવતીઓ વચ્ચે કેટલાંક કરાર થતા હોય છે જેના આધારે લગ્નના સાત ફેરાની ગાંઠ બંધાય છે. મોર્ડન યુવતીઓ જે માસિક સારા પગારમાં જોબ કરે છે એવી યુવતીઓ જીવનસાથીની પસંદગીમાં પહેલાં ફેમિલી ત્યાર બાદ જોબ અને પછી સ્વાદિષ્ટ ભોજનની બનાવતા આવડે છે કે નથી વગેરેની ચકાસણી કરતી હોય છે. જે યુવક સ્વાદિષ્ટ ભોજનની જાણકારી ધરાવતો હોય તેની પસંદગી ઝડપી થઇ જાય છે. આ ગુપ્ત વાત માત્ર યુવક અને યુવતીઓ વચ્ચે જ રહે છે.
આ અંગે નીરવ ચૌહાણ(નામ બદલ્યુ છે) કહે છે કે જો કોઇ યુવતી કે પત્નીને મનાવવી હોય તો તેની પસંદગીનું ભોજન બનાવીને તેની સામે રાખી દેવાથી તે તરત જ આસુ લુછીને તેનો સ્વાદ માણવા માટે તૈયાર થઇ જશે, આજની મોર્ડન યુવતીઓ માને છે કે અમારો જીવનસાથી એવો હોવો જોઇએ જે સ્વાદિષ્ટ ભોજન બનાવી શકે અને ઘર કામમાં મદદરૃપ થઇ શકે. જ્યારે કોઇ યુવતીની પસંદગી માટે તેના ઘરે જવાનું થાય અને તેની સાથે એકાંતમાં વાત કરવાનો સંજોગ ઉભો થાય ત્યારે આખી દુનિયાભરની ખુશી મળી ગઇ હોય એવું લાગે છે પણ જ્યારે યુવતી કહે કે તમે કેટલી રેસિપી બનાવી શકો છો ત્યારે એ ખુશીઓ પર પાણી ફરી જાય છે કારણ કે જે સવાલ આપણે તેને પુછવાનો હોય તે સવાલ તે પુછે ત્યારે તેનો જવાબ આપવો અઘરુ થઇ પડે છે.
આ અંગે વૈશાલી ગોહીલ(નામ બદલ્યુ છે) કહે છે કે એ સમય વિતી ગયો જ્યારે યુવતીઓના લગ્ન તેની રસોઇના સ્વાદને જોઇને નક્કી કરવામાં આવતા હતા. આજે તો મોર્ડન યુવતીઓ જોબ દ્વારા સારી આવક મેળવે છે તેથી તેમની પાસે રસોઇ જેવા કામ માટે સમય જ રહેતો નથી તેથી આવી યુવતીઓ મોટે ભાગે જીવનસાથીમાં સ્વાદિષ્ટ ભોજન બનાવી શકે એવા ગુણો શોધતી હોય છે. જેથી બન્નેનું કામ સરળ બની જાય. પરંતુ જો કોઇ ગર્લ ખાનગી કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતી હોય અને ઘેર આવવામાં મોડુ થાય તો પતિદેવ પણ તેને સાથ આપી શકે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved