Last Update : 14-December-2012, Friday

 

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો

- વસ્ત્રો યુવતીઓના દેખાવ ઉપરાંત આત્મવિશ્વાસમાં પણ ધરખમ વૃધ્ધિ કરે છે, કયા દિવસે અને કયા સમયે શું પહેરવું તેની સમજ હોવી જરૃરી છે.

માનુનીનું વસ્ત્ર પરિધાન તેની સ્માર્ટનેસ પુરવાર કરે છે. માત્ર પ્રસંગોપાત જ નહીં, રોજિંદા ક્રમમાં પણ પહેરવામાં આવતા કપડા પરથી જે તે માનુનીનું વ્યક્તિત્વ ઓળખી શકાય છે. વળી તેના વસ્ત્રો માનુનીના દેખાવ ઉપરાંત આત્મવિશ્વાસમાં પણ ધરખમ વૃધ્ધિ કરે છે. આને માટે તમારા વોર્ડરોબને નવેસરથી વ્યવસ્થિત રીતે સજાવવાનો છે. કયા દિવસે અને કયા સમયે શું પહેરવું તેની સમજ હોવી જરૃરી છે.
છેલ્લા થોેડા વર્ષોમાં ઓફિસમાં પહેરવામાં આવતા પરિધાનમાં સમગ્રપણે ફેરફાર આવી ગયો છે. અગાઉ નોકરી કરતી માનુનીઓ માત્ર સાડી જ પહેરતી. પરંતુ હવે ભાગ્યે જ કોઈ મહિલા ઓફિસમાં સાડી પહેરવાનું પસંદ કરે છે. હવે માનુનીઓ મોટાભાગે પંજાબી સુટ અથવા ચુડીદારમાં જોવા મળે છે. અલબત્ત, ઓફિસવેરની પસંદગી જે તે માનુનીના કામના પ્રકાર પર પણ અવલંબે છે. આજે પણ સરકારી કચેરીઓમાં કામ કરતી મોટા વયની મહિલાઓ સાડી જ પહેરે છે. જ્યારે યુવાન રમણીઓ પંજાબી સુટ અને ચુડીદાર. જ્યારે કોર્પોરેટ ઓફિસોમાં ટ્રાઉઝર અથવા સ્કર્ટ ઉપર કોટ પહેરવાની ફેશન છે. સામાન્ય ખાનગી ઓફિસોમાં પણ પરંપરાગત ભારતીય પોશાકને જ મહત્ત્વ આપવામાં આવે છે. જો કે ફેશનેબલ માનુનીઓ ફોેર્મલ શર્ટ અને ટયુનિક પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને ચેક્સ પ્રિન્ટમાં. ટયુનિક સાથે લેગિંગ પણ સુંદર લાગે છે. આ સિવાય જિન્સ પર પણ ટયુનિક પહેરી શકાય. આ ડ્રેસ વીક એન્ડ માટે પણ ચાલી શકે.
વીક એન્ડમાં પહેરવા માટે ફેશનેબલ લોકો પાસે સંખ્યાબંધ વિકલ્પો મોજૂદ છે. કોમિક આર્ટ અને પ્રિન્ટેડ ટી-શર્ટ, મલ્ટી કલર શર્ટ, સ્ટ્રાઈપ્સ અને ભૌમિતિક ડિઝાઈનના શર્ટ, જિન્સ, મિલિટરીમેન જેવા વસ્ત્રો જેવી સંખ્યાબંધ વેરાઈટી પહેરીને મહાલી શકાય.
વોર્ડરોબ સજાવવાન ી વાત આવે તો પુરુષો શા માટે પાછળ રહે? જો કે પુરુષોના વસ્ત્રોમાં રંગ, સ્ટાઈલ અને ડિઝાઈનનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. ખાસ કરીને ઓફિસવેર માટે. ઓફિસમાં ફોેર્મલ અને સોબર પોશાક જ શોભે. ઘણી ઓફિસોમાં ટાઈ પહેરવાનું ફરજિયાત હોય છે. આવી સ્થિતિમાં શર્ટ-ટ્રાઉઝર સાથે ટાઈ બરાબર મિક્સ એન્ડ મેચ થવી જોઈએ. જોકે હવે ઘણાં શર્ટ સાથે જ તેની સાથે મેચ થઈ જાય એવી ડિઝાઈનની ટાઈ પણ બજારમાં સહેલાઈથી મળે છે. જેમ કે પ્લેન શર્ટ સાથે એવા જ રંગની ત્રાંસી લાઈનવાળી ટાઈ. આવું પરિધાન જે તે પુરુષને એકદમ અનોખો લુક આપે છે. જો કે વીક એન્ડમાં રિલેક્સ થવા માટે જિન્સ અને ટી-શર્ટ અથવા ચેક્સવાળું ફેન્સી શર્ટ શ્રેષ્ઠ ગણાય છે. લોંગ ડ્રાઈવ પર જવું હોય અને પગને આરામદાયક સ્થિતિમાં રાખવા હોય તો કાર્ગો બેસ્ટ વિકલ્પ છે. આ ઉપરાંત સેનાના જવાનોના ગણવેશ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલા મેટ્રો મિલિટરી પોેશાક પણ ખૂબ જચે છે. જો બાઈક પર લોેંગ ડ્રાઈવ માટે જતા હો તો બાઈકર જેકેટમાં તમારું વ્યક્તિત્વ એકદમ આકર્ષક લાગશે.
તમારા વોર્ડરોબને નવેસરથી સજાવતી વખતે માત્ર દેખાવમાં સુંદર કે પ્રસંગને અનુરૃપ વસ્ત્રો નહીં લેતા. પહેલા એ ચકાસી લેજો કે તે તમારા માટે આરામદાયક છે કે નહીં? જ્યારે કોઇ અજાણ્યા સ્થળે કોઇ કામગીરી માટે જવાનું થાય ત્યારે તમારા વસ્ત્રો જ તમારી સાચી ઓળખ બની રહે છે. તેથી યોગ્ય વેઅરની પસંદગી તમારા વ્યક્તિત્વને ખીલવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved