Last Update : 14-December-2012, Friday

 
દિલ્હીની વાત
 

રાઈટ ટુ રિકોલ નામના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ
નવી દિલ્હી, તા.૧૩
પ્રથમવાર રાઈટ-ટુ-રીકોલ નામના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થયો છે. રાજસ્થાનના બરાન જિલ્લાની માંગરોલ મ્યુનિસિપાલીટીમાં ચૂંટાયેલા ચેરમેનને પાછા બોલાવવા રાઈટ ટુ રીકોલનો ઉપયોગ થયો હતો. રાજસ્થાન મ્યુનિસિપલ એક્ટ ૨૦૦૯ અનુસાર પ્રજાને રાઈટ ટુ રીકોલની સત્તા અપાઈ હતી. માંગરોલમાં ચેરમેન અશોક જૈન સામે રાઈટ ટુ રીકોલની દરખાસ્ત મુકાઈ હતી. અપક્ષ તરીકે નવેમ્બર ૨૦૦૯માં ચૂંટાયેલા અશોક જૈનની કામગીરી સંતોષકારક નહોતી. ૨૧ મતદાન મથકો પર ૧૧,૧૨૯ લોકોએ રાઈટ ટુ રીકોલનો ઉપયોગ કર્યો હતો. આવતી કાલે તેના પરિણામ આવશે.
અહીં મહત્વનું એ છે કે જે રાઈટ ટુ રીકોલ મોટ અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલ માગ કરતા હતા તેમના જ પક્ષ આમ આદમીમાં અશોક જૈન જોડાયા હતા.
સરકારની પસંદ માયાવતી
અંતે યુપીએ સરકારે બે 'M'ની વચ્ચે એક 'M'ને પસંદ કર્યું છે. એફડીઆઈમાં સરકારની તરફેણ કરનાર માયાવતી પર સરકારે પસંદગી ઉતારી હોય એમ દેખાઈ આવે છે. સમાજવાદી પાર્ટી પણ મતદાન સમયે ગેરહાજર રહી હતી તેમજ ગઈકાલે જ રાજ્યસભામાં માયાવતીએ અધ્યક્ષ સાથે તડાતડી બોલાવી ઘણી સમસ્યા ઊભી કરી હોવા છતાં સરકાર તેમના પર પસંદગી ઉતારી હતી. જોકે માયાવતીએ આજે માફી માગીને રાજ્યસભાવાળા વિવાદનો અંત લાવી દીધો હતો. આજે માયાવતીને રાહત થઈ હતી કેમ કે સમાજવાદી પક્ષના બે સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા અને અન્ય સાતગૃહમાંથી વોક આઉટ કરી ગયા હતા. રાજ્યસભામાં સમાજવાદી પક્ષના ૯ સભ્યો છે.
મુલાયમને બે ફટકા
મુલાયમસિંહ યાદવને આજે બે ફટકા પડયા હતા. કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે મુલાયમસિંહ અને તેમના પુત્ર સામેનો વધુ પડતી સંપત્તિનો કેસ ચાલુ રહેશે. કોર્ટે અખિલેશની પત્ની અને સાંસદ ડિમ્પલને જોકે મુક્તિ આપી હતી. એવા સંકેતો પણ મળી રહ્યા છે કે માયાવતીના ક્વોટા બીલને પાસ કરાવવાની તાજવીજ થઈ રહીછે. તે ક્વોટા બીલ માટે દબાણ કરી રહ્યા હતા. તેમણે વચ્ચેનો કોઈ રસ્તો શોધવા વડાપ્રધાનને જણાવ્યું હતું. યુપીએ સરકારના ફલોર મેનેજરો કોઈ રસ્તો શોધવા સતત પ્રયાસ કરી રહ્યા છે તે ક્વોટા બીલા પાસ કરાવીને ૨૦૧૪ના લોકસભાના જંગમાં તેનો મુદ્દો બનાવવા માગે છે. ઉત્તર પ્રદેશમાં દલીતોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. યુપીએ સરકાર માને છે કે મુલાયમને સાઈડમાં પડતા મુકવા જોઈએ. જ્યારે કોંગ્રેસના નેતાઓ આ વાતથી સંમત નથી. જો મુલાયમને સાઈડમાં ધકેલાયનો સરકાર માગ બીએસપી પર ભરોસો રાખવો પડે જે ભરોસાપાત્ર સાથી નથી.
લોબીંગના સંબંધો
ભારતમાં રીટેલ ક્ષેત્રે એફડીઆઈ માટે વોલ માર્ટ લોબીંગ માટે રૃા. ૧૨૫ કરોડ ખર્ચ્યા તે અંગેની તપાસ કરાઈ રહી છે. પેટોમ બોગ્સ નામની કંપની આ લોબીંગ કર્યું હતું. અમેરિકાના વિદેશી બાબતોના સલાહકાર ફ્રેન્ક વીઝનરે રાજદૂત પણ હતા. આ અમેરિકાની નામાંકિત કંપની છે. જેણે અણુઉર્જા કરાર વખતે પણ લોબીંગ કર્યું હતું. એમ પણ કહેવાય છે કે આ કંપનીને ભારતના અધિકારીઓ સાથે અંગત સંબંધો છે.
રાજકારણીઓને પૈસા મૂકવાયા નથી
ભારતમાં લોબીંગ માટે રૃા. ૧૨૫ કરોડ ખર્ચ્યા છે એવું વોલ માર્ટે જાહેર કરતાં રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ રકમ પૈકીની મોટા ભાગની રકમ પત્રકારો, પીઆર કંપનીઓ અને અધિકારીઓને ચૂકવાઈ છે. સમસ્યા એ છે કે આ લોકો સંસદમાં એફડીઆઈ સામે વાંધો ઉઠાવનારા નહોતા. આ વાંધો સંસદ સભ્યો ઉઠાવતા હોય છે. પરંતુ રાજકીય પક્ષોને ગેરહાજર રહેવા તરફેણમાં વોટ કરવા પૈસા ચૂકવાયાના કોઈ સંકેત નથી...
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved