Last Update : 14-December-2012, Friday

 

નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે

ભારતે હવે ઈંગ્લેન્ડની બાકીની પાંચ વિકેટ સસ્તામાં ખેરવવી પડશે

ગાવસ્કરની કોલમ
જાડેજાની ચોકસાઇએ કમાલ કરી

પ્રથમ દિવસના અંતે બંને ટીમો બરોબરી પર રહી. ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડ ધીરજ સાથે બેટિંગ કરતાં જંગી સ્કોર ખડો કરશે તેમ મનાતું હતુ. જો કે અંહીની પીચ અત્યાર સુધી શ્રેણીમાં જોવા મળેલી પીચોમાં સૌથી ધીમી અને લો બાઉન્સવાળી રહી.
જેના કારણે રન કરવાએ બેટ્સમેનના કૌશલ્ય અને ધીરજને આધારીત બની રહ્યું. બોલ માંડ બેટ્સમેનના ઘુંટણ સુધી ઊંચો આવતો હતો અને એક વખત ઇશાંતે બાઉન્સર નાંખ્યો તો તે છેક ત્રીજી ટપ્પીએ કિપર સુધી પહોંચ્યો. ઇશાંતે શરૃઆતમા કોમ્પ્ટનને આંચકો આપતાં તેને વિકેટની પાછળ કેચ આઉટ કરાવ્યો. જે પછી તેણે સૌથી મહત્વની એવી કૂકની વિકેટ ઝડપી બતાવી. આ લો બાઉન્સ ભારતીય બેટ્સમેનો માટે પણ મુશ્કેલી સર્જનારો બની શકે તેમ છે. કારણ કે તેઓ ઝડપથી આવતા બોલને ક્રિઝમાં જ રહીને રમવાનો પ્રયાસ કરતાં હોય છે. અગાઉ તેઓ ઝડપથી આવતા બોલને ત્વરિત ગતિથી અનુકૂળ થઇ જતાં. પીટરસન પાસે તેનું અલગ જ કૌશલ્ય અને એપ્રોચ છે. તેણે સંઘર્ષ જારી રાખ્યો. ટ્રોટમાં પણ પીચ પર ટકી રહેવાની ધીરજ જોવા મળી.
ભારતે ઇન ફોર્મ જાડેજાને કેપ આપી અને તેણે ટ્રોટની વિકેટ દર્શનીય રીતે ઝડપી બતાવી. જાડેજા ભાગ્યે જ બોલને ટર્ન કરતો હોય છે અને તેની કુશળતા તેની ચોકસાઇમાં છુપાયેલી છે. એક વખત તેની બોલ પર ગ્રીપ આવી જાય પછી તે સાવ ભિન્ન અને જોખમી બોલર બની જાય છે. તેણે પીટરસનને લલચાવ્યો અને બોલ સુધી પહોંચ્યા વિના શોટ મારવા જતાં તે કેચ આપી બેઠો. લો કેચને ઓઝાએ આબાદ ઝડપ્યો.
આ તબક્કે ભારતને મેચ પર પકડ જમાવવાની તક હતી ત્યારે ફરી એક વખત તેમનો વિકેટકિપર વચ્ચે આવ્યો. પ્રાયરે આ શ્રેણીમાં જોરદાર દેખાવ કર્યો છે અને ઈંગ્લેન્ડના વિજયોમાં કૂક, પીટરસન, પાનેસર અને સ્વોન જેટલું જ મહત્વનું પ્રદાન પ્રાયરનું પણ છે. પ્રાયરે પ્રથમ ટેસ્ટ રમી રહેલા રૃટને પીચ પર સેટ થવાનો સમય આપ્યો તેમજ ઈંગ્લેન્ડની ઇનિંગના અધ્ધર થયેલા શ્વાસને થોડી રાહત આપી. રૃટ પ્રથમ મેચમાં જ ભારે પ્રભાવ સાથે રમી રહ્યો છે અને તેણે જોરદાર કોમનસેન્સ દર્શાવી છે. ભારતને હવે ઈંગ્લેન્ડના આખરી પાંચ વિકેટ સસ્તામાં ઝડપી લેવી પડશે, નહીંતર મેચ તેમના હાથમાંથી સરકી જશે કારણ કે આ પીચ પર ચોથી ઇનિંગમાં બેટિંગ કરવાની સ્થિતી સારી નથી જ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved