Last Update : 14-December-2012, Friday

 

ભારત સામે પાકિસ્તાનની ટીમ દબાણ હેઠળ રહેશે
વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ઝહીર અબ્બાસની કોલમ

ચાહકો શ્રેણી માટે અત્યંત ઉત્સુક છે

હું આ શ્રેણીની મિનિ-સિરિઝ કહીશ કારણ કે અમને તો આવનારા દિવસોમાં આખા પ્રવાસની આશા છે. મારે ભારતીય ક્રિકેટ બોર્ડનો આભાર માનવો જોઇએ કે તેણે પાકિસ્તાનને તેમને ત્યાં પ્રવાસ ખેડવા માટે થોડો સમય કાઢ્યો. ભારત અને પાકિસ્તાન બંનેના ચાહકો ખેલાડીઓને આમને-સામને રમતાં જોવા માટે ઉત્સુક છે.
મને લાગે છે કે પાકિસ્તાનની ટીમ દબાણ હેઠળ રહેશે કારણ કે તેઓને ભારતમાં ચાહકોથી ચિક્કાર ભરેલા સ્ટેડિયમમાં રમવું પડશે. ચાહકો ભારતીય ટીમનો ઉત્સાહ વધારતાં હશે ત્યારે આ સમય પાકિસ્તાનના યુવા ખેલાડીઓની આકરી કસોટી કરશે. અમે જ્યારે છેલ્લે ભારત સામે એશિયા કપની વનડેમાં રમ્યા ત્યારે હારી ગયા હતા.જે પછી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ આજ પરિણાંમ જોવા મળ્યું હતુ, જેના કારણે હવે શું થાય છે તે જોવાનું રહેશે.
ભારત ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સારૃ રમ્યું નથી તેની મને ખબર છે પણ પાકિસ્તાન સામે તેમનો મુકાબલો તદ્દન જુદા જ ફોર્મેટમાં છે. ભારત ટેસ્ટમાં એટલા માટે સંઘર્ષ કરી રહ્યું છે કારણ કે તેઓ ખુબ જ વન ડે અને ટ્વેન્ટી-૨૦ રમે છે.
હું આશા રાખું છું કે પાકિસ્તાનની ભારત જઇને ત્યાંના ચાહકોના દિલ જીતી લે અને કોઇ ઘટના કે વિવાદ વિનાં બંને દેશો વચ્ચે સારૃ ક્રિકેટ રમાય. મને મારી ભારત સામેની તમામ મેચો યાદ છે. અમે હાર જીતની પરવા વિના માત્ર અમારી કુશળતા દર્શાવવા માટે રમતાં. ભારત પાસે આ ફોર્મેટમાં ઘણા સારા બેટ્સમેનો છે. સેહવાગ કે તેંડુલકર રમશે કે નહીં તેની મને જાણ નથી પણ ગંભીર, યુવરાજ અને ધોની તો ટીમમાં હશે જ. પાકિસ્તાનની ટીમમાં કોઇ મોટા સ્ટાર્સ નથી. અજમલ બંને ટીમો વચ્ચેનો મોટો તફાવત બની શકે છે. હું જાણું છું કે તે વન ડે ટીમમાં નથી, પણ જો તે ટ્વેન્ટી-૨૦માં સારો દેખાવ કરશે તો કદાચ વન ડે ટીમમાં સ્થાન મેળવી પણ શકે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved