Last Update : 14-December-2012, Friday

 

પોન્ટી ચઢ્ઢા અને તેના ભાઈની હત્યાનો કેસ
હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

પ્રધાનો લવલી, યુસૂફ અને હરદીપ વચ્ચેના સંબંધોનો તાગ મેળવવા પોલીસ સક્રિય

નવી દિલ્હી, તા. ૧૩
બહુચર્ચિત પોન્ટી અને હરદીપ ચઢ્ઢા ડબલ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. બન્ને ભાઈઓએ ફાર્મ હાઉસ કઈ અંગત વાતો કરી હતી તેની જાણ થવાની શક્યતા છે કારણ કે હરદીપને શીલા દીક્ષિત કેબિનેટના બે પ્રધાનો સાથે સારાસારી હતી અને હરદીપની આ બન્ને પ્રધાનો સાથેની ટેલિફોનિક વાતચીતનો રેકોર્ડ પોલીસને હાથ લાગે છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીના શહેરી વિકાસ પ્રધાન અરવિંદર સિંહ લવલી અને ઉર્જા પ્રધાન હારૃન યુસૂફની કોલ વિગતો પરથી પુરાવા મળ્યા છે. આ બન્ને પ્રધાનો હરદીપની નજીકના હતા. લવલી અને હરદીપ વચ્ચે દરરોજ વાત થતી હતી અને બન્ને એકબીજાને એસએમએસ પણ કરતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે ૧ થી ૧૭ નવેમ્બર દરમિયાન હરદીપ અને લવલી વચ્ચે ૫૯ વખત વાત થઈ હતી. ૧૭મી તારીખે પોન્ટી અને હરદીપની હત્યા થઈ હતી. બીજી નવેમ્બરે હરદીપ અને લવલીએ ૬ વખત વાત કરી હતી જ્યારે ત્રીજી અને ૧૬મી તારીખે બન્ને એકબીજાને પાંચ વખત ફોન કર્યા હતાં. તેની થોડી મિનિટો પહેલાં જ હરદીપ અને લવલી વચ્ચે વાત થઈ હતી. લવલીએ બપોરે ૧૨.૩૩ મિનિટે હરદીપને કરેલો કોલ ૯૭ સેકન્ડ ચાલ્યો હતો.
આવી જ રીતે ૧ થી ૧૭ નવેમ્બર દરમિયાન હરદીપ અને યુસુફ વચ્ચે ૫૪ વખત ટેલિફોનિક વાત થઈ હતી. પોલીસના મતે લવલી, હરદીપ અને યુસૂફ વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હોવાની પૂરી શક્યતા છે. લવલી અને હરદીપ લગભગ દરરોજ વાત કરતાં અને તેમનો ફોન પૂરો થયાં બાદ તરત જ આ બન્નેમાંથી કોઈ એક યુસૂફને ફોન કરતો. આ રીતે ત્રણેય વચ્ચે ગયા મહિનામાં ૬ દિવસ વાત થઈ હતી.
પોલીસના કહેવા મુજબ લવલી અને પોન્ટી વચ્ચે પણ સંપર્કો હતા. લવલી, હરદીપ અને યુસુફ વચ્ચે કયા સંબંધો હતાં તે હજુ સ્પષ્ટ થયું નથી પણ ચઢ્ઢા ભાઈઓની હત્યાના દિવસો બાદ દિલ્હી ભાજપના વડા વિજેન્દ્ર ગુપ્તાએ આરોપ મુક્યો હતો કે લવલી પરિવહન પ્રધાન હતા ત્યારે હરદીપે તેમને બસના કોન્ટ્રાક્ટ મેળવવામાં મદદ કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved