Last Update : 14-December-2012, Friday

 

રાઇટ ટુ રિકોલ
રાજસ્થાનમાં મ્યુ. વડાને બરતરફ કરવા મતદાન

બરન જિલ્લાના માંગરોળ મ્યુનિ. કોર્પો.ના વડાની કામગીરી સંતોષકારક નહોતી

(પીટીઆઇ) કોટા, તા. ૧૨
રાજસ્થાનના બારન જિલ્લાના માંગરોળ ખાતે પ્રથમ વખત અલગ જ પ્રકારનું મતદાન યોજાયું છે. 'રાઇટ ટુ રિકોલ' હેઠળ ત્યાં મ્યુનિસિપાલિટીના પ્રમુખને સત્તા પરથી હટાવવા માટે મતદાન ચાલી રહ્યું છે.
રાજસ્થાનના મ્યુનિસિપલ એક્ટ ૨૦૦૯ હેઠળ મતદારને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અયોગ્ય ઉમેદવારને હટાવવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. જેમાં માંગરોળ મ્યુનિસિપલ કોર્પો.ના ચેરમેન અશોક જૈનની સંતોષકારક કામગીરી ન રહેતાં તેમને પદ પરથી હટાવવા માટે મતદાન ચાલી રહ્યું છે. અશોક જૈન સામે તેમની બિનકાર્યક્ષમતા માટેનો ખરડો જાન્યુઆરીમાં પસાર કરવામાં આવ્યો હતો.
નવેમ્બર ૨૦૦૯માં અશોક જૈન એક અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટાયા હતા. તેઓ માંગરોલ મ્યુનિ. બોર્ડના ચેરમેન પણ ચુંટાયા હતા. રાજ્યમાં સૌ પ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના મતદાનમાં ૬૫.૭૧ ટકા મતદાન થયું હતું. ૧૬,૭૩૫ મતદારોએ તેમના મતદાનનો પ્રયોગ કરવાનો હતો જે પૈકી ૧૧,૧૨૯ મતદારોએ ૨૧ મતદાન કેન્દ્રોમાં મતદાન કર્યું હતું.
પોલીંગ ઓફિસર ધરમરાજ મીનાએ જણાવ્યું હતું કે મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. કોઇ અનપેક્ષિત બનાવ બન્યો નહતો. આ મતદાનનું પરિણામ ૧૪ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. આ મતદાન સંદર્ભે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કુલ મતદારોના ૫૦ ટકા કરતા વધારે મતદારોના ઉમેદવારોને નાપસંદ કરે તો તેમની (અશોક જૈન) ચૂંટણી રદ કરી તેમને સત્તા પરથી ખસેડી દેવામાં આવશે.
અશોક જૈન તાજેતરમાં અરવિંદ કેજરીવાલની 'આમ આદમી પાર્ટીં'માં જોડાયા છે. તેમનું કહેવાનું છે કે હું પ્રમાણિક વ્યક્તિ છું. કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરોના છુપા મેળાપીપણાથી મને રાઇટ ટુ રીકોલનો ભોગ બનાવી દેવાયો છે. તેમણે કહ્યું હતું કે હવે પરિણામ નક્કી કરશે કે હું સાચો છું કે ખોટો છું. ૨૧ કેન્દ્રો પર શાંતિપૂર્વક મતદાન સંપન્ન થયું હતું. બરનના એડીશનલ એસ.પી. પૃથ્વીસિંહ રાઠોડના મતે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી. આવતીકાલે ગણતરી ચાલુ થશે. જે પૂર્ણ થયે પરીણામ જાહેર કરી દેવાશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved