Last Update : 14-December-2012, Friday

 

લંડનના અખબારે કરેલા સર્વે મુજબ
અભિનેતા ઋત્વિક રોશન એશિયાનો સૌથી સેક્સી પુરુષ

યાદીમાં સલમાન ત્રીજા, શાહીદ ચોથા, શાહરુખ સાતમાં, જોન આઠમા અને રણબીર નવમા ક્રમે

(પી.ટી.આઈ.) લંડન, તા. ૧૩
વિશ્વના સૌથી સેક્સી એશિયન પુરુષનું બહુમાન સતત બીજા વર્ષે બોલિવૂડના અભિનેતા ઋત્વિક રોશનના ફાળે ગયું છે. લંડન સ્થિત અખબારે કરેલા ઓનલાઇન સર્વેક્ષણમાં ૩૮ વર્ષીય ઋત્વિકે બોલિવૂડના અન્ય કલાકારો શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, જોન અબ્રાહમ અને રણબીર કપૂરને પાછળ રાખી દીધા હતાં.
સર્વે કરનારા ઇસ્ટર્ન આઈ ન્યૂઝ પેપરના જણાવ્યા મુજબ વિશ્વભરના કલાકારો સાથેની હરીફાઈમાં ૨૦૧૨ની હિટ ફિલ્મ 'અગ્નિપથ'ના અભિનેતા ઋત્વિકે ગયા વર્ષે કરતાં પણ વધુ સરસાઈ સાથે જીત મેળવી છે. આ સર્વેક્ષણમાં એશિયા, યુરોપ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા સહિતના ભાગોમાંથી લોકોએ ઓનલાઇન વોટિંગ કર્યું હતું.
સર્વેક્ષણની શરૃઆતથી ઋત્વિક હોટ ફેવરિટ હતો અને અંતે તેણે મેદાન મારીને ભારતીય સિનેમા ક્ષેત્રે સોપો પાડી દીધો. ઋત્વિકે જણાવ્યું હતું કે લોકેએ તેને આ બહુમાન માટે પસંદ કરીને વ્યકત કરેલી ચાહના બદલ તે આભારી છે. ઋત્વિકે પાકિસ્તાની ગાયકમાંથી અભિનેતા બનેલા અલી ઝાફરને પાછળ રાખી દીધો હતો. આ સર્વેક્ષણમાં ઝાફર આશ્ચર્યજનક રીતે રનરઅપ રહ્યો હતો. યાદીમાં સલમાન ત્રીજા અને શાહિદ કપૂર ચોથા ક્રમે છે.
બોલિવૂડના નવોદિત સિધ્ધાર્થ મલ્હોત્રા અને ટી.વી. કલાકાર કુશલ ટંડન અનુક્રમે પાંચમો અને છઠ્ઠો ક્રમ ધરાવે છે. બોલિવૂડમાં ભલે બોલબાલા હોય પણ આ સર્વેક્ષણમાં શાહરુખ ખાનને છેક સાતમા ક્રમથી સંતોષ માનવો પડયો છે. જોન આઠમા જયારે રણબીર કપૂર નવમાં સ્થાને છે.
ઋત્વિકને એશિયાના સૌથી સેક્સી પુરુષનો ખિતાબ આપવા માટે ચાહકોએ તેના દેખાવ સાથે ઉમદા સ્વભાવ, પારિવારિક ભાવના અને સખત મહેનત કરવા સહિતના ગુણોને પણ ધ્યાને લીધા હતાં. આ યાદીમાં ૧૫માં ક્રમે અક્ષય કુમાર, ૧૬માં ક્રમે ઇમરાન હાશ્મી, ઇમરાન ખાન (૧૭), અભિષેક બચ્ચન (૧૮) અને સૈફ અલી ખાન ૧૯માં ક્રમે આવ્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved