Last Update : 14-December-2012, Friday

 

સપા અને શિવસેનાના વિરોધ વચ્ચે
રાજયસભામાં માયાવતીનું બઢતીમાં અનામત બિલ રજૂ

મહત્તમ ૨૨ ટકા જ અનામત ઃ ભાજપનું સમર્થન ઃ સોમવારે મતદાનની સંભાવના

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩
હાઇ ડ્રામાની વચ્ચે સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં એસસી અને એસટીને અનામત આપવાનો વિવાદાસ્પદ વિધેયક આજે રાજયસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ વિધેયકને પસાર કરાવવા માટે બે તૃતિયાંશ સભ્યોની બહુમતી જરૃરી છે. આ વિધેયક અંગે સોમવારે મતદાન થવાની સંભાવના છે.
બંધારણીય (૧૧૭મો સુધારો) વિધેયક, ૨૦૧૨ને રજૂ કરતા વડાપ્રધાન કાર્યાલયના રાજય કક્ષાના પ્રધાન નારાયણીસામીએ આ વિધેયક અંગે માહિતી આપી હતી. આ વિધેયકનો સમાજવાદી પાર્ટીએ જોરદાર વિરોધ કર્યો હતો. શિવસેનાના સભ્યોએ પણ આ વિધેયકનો વિરોધ કર્યો હતો. જ્યારે ભાજપે આ વિધેયકને શરતી સમર્થન આપવાનું જણાવ્યું છે. આ ઉપરાંત બસપા, સીપીઆઇ-એમ, સીપીઆઇ, તૃણમુલ કોંગ્રેસ અને જેડી-યુ આ વિધેયકના સમર્થનમાં છે. આ વિધેયક અંગે વધુ સમર્થન મેળવવા માટે સરકારે મહત્તમ ૨૨ ટકા અનામત આપવા સહિતની જોગવાઇઓ સામેલ કરી છે.
આ વિધેયકની ચર્ચામાં સપાના બે સાંસદો અરવિંદકુમાર સિંહ અને મુનવ્વર સલીમે વિક્ષેપ ઉભો કરતા અધ્યક્ષે તેમને સંસદની બહાર જતા રહેવાના નિર્દેશ આપ્યા હતાં. આ બે સાંસદોને બહાર જતા રહેવાનું કહેવામાં આવતા સપાના તમામ સાંસદોએ વોક આઉટ કર્યો હતો. સપા દ્વારા વોક આઉટ કરવામાં આવ્યા પછી સંસદની કાર્યવાહી સામાન્ય રીતે ચાલી હતી. સંસદની બહાર સપાના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે આજના દિવસને સંસદીય લોકતંત્ર માટે કાળો દિવસ ગણાવ્યો હતો.
ભાજપ નેતા અરૃણ જેટલીએ સરકારને આ વિધેયકમાં ફેરફાર કરવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વિધેયકથી ભેદભાવ ઉત્પન્ન ન થાય તે માટે તેમાં ફેરફાર કરવા જરૃરી છે. આ પ્રસંગે માયાવતીએ જણાવ્યું હતું કે ઘણી મુશ્કેલીઓ પછી આ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. તેમણે આશા વ્યકત કરી હતી કે આ વિધેયક સરળતાથી પસાર થશે.
રાજયસભામાં અનામત વિધેયક રજૂ કરવામાં આવ્યા પછી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચેનો ઝઘડો સમાપ્ત કરવા માટે કોંગ્રેસે પોતાના ફલોર મેનેજરોને કામે લગાડી દીધા છે. કોંગ્રેસે આશા વ્યક્ત કરી હતી કે આ વિધેયક સરળતાથી પસાર થઇ જશે.
કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે આ વિધેયક પસાર કરાવવા માટે સરકાર વચનબદ્ધ છે. તેણે જણાવ્યું હતું કે બસપા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો તે પહેલાથી સરકારના એજન્ડામાં આ વિધેયક સામેલ હતું. પક્ષના પ્રવક્તા સંદીપ દિક્ષિતે જણાવ્યું હતું કે એફડીઆઇ, સપાના વિરોધ અને બસપા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો તે અગાઉ જ સરકાર દ્વારા આ વિધેયક પસાર કરાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતાં.
બિલના વિરોધમાં ઉ.પ્ર.નાં ૧૮ લાખ સરકારી કર્મીઓ હડતાળ પર
(પીટીઆઇ) લખનઉ, તા. ૧૮
સરકારી નોકરીઓમાં બઢતી દરમિયાન એસસી અને એસટીને અનામત આપવા માટે રાજયસભામાં આજે રજૂ કરવામાં આવેલા વિધેયકના વિરોધમાં ઉત્તર પ્રદેશનાં ૧૮ લાખ સરકારી કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતરી ગયા છે. સર્વજન હિતાય સંરક્ષણ સમિતિનાં પ્રમુખ શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે અમે અચોક્કસ મુદ્દત માટે આજથી હડતાળ શરૃ કરી છે. અમારી સાથે હોસ્પિટલો, વીજળી અને પરિવહન જેવી આવશ્યક સેવાઓના કર્મચારીઓ પણ જોડાયા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved