Last Update : 14-December-2012, Friday

 

... ચૂંટણીના ચમકારા

 

- ગજરાત વિધાનભાની પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના સાત જિલ્લાની ૪૮ બેઠકો,દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓની ૩૫ બેઠકો અને અમદાવાદ જિલ્લાની ૪ બેઠકો મળી કુલ ૮૭ બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. ૨૧,૨૬૧ મતદાન મથકો પરથી મતદાન થયું હતું. અંદાજે ૧,૮૧,૭૭,૯૫૩ મતદારોમાં ૯૫,૭૫,૨૭૮ પુરુષો અને ૮૬,૦૨,૫૫૭ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો. જેઓ પોતાનો મત આપી પોતાના પ્રતિનિધિને ચૂંટવાના હતા.
- સૌરાષ્ટ્રમાં જેમનું ભાવિ ઇલેક્શન વૉટિંગ મશીનમાં અંકિત થયું છે તેમા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ, ભાજપના પ્રધાનોમાં વજુભાઇ વાળા, પુરુષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા, કોંગ્રેસ ધીરુભાઇ ગજેરા વગેરેનો સમાવેશ થાય છે.
- મતદરો પોતાનો પવિત્ર આપી શકે તે માટે મતદાન મથકો પર ૨૫,૫૧૩ ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન ગોઠવ્યા હતા.
- તદાન શાંતિપૂર્વ, મુક્તરીતે થાય તે માટે ૮૭ સામાન્ય નિરિક્ષકો, ખર્ચ પર દેખરેખ રાખનારા ૪૦ નિરિક્ષકો તથા ૯૦ મદદનીશ ખર્ચ નિરિક્ષકો, ૧૫ પોલીસ નિરિક્ષકો તથા ૩૧૭૯ માઇક્રો નિરિક્ષકોએ દેખરેખ રાખી હતી. મતદાન મથકો પરનો કર્મચારીઓની સંખ્યા ૧,૬૩,૯૪૮ની હતી.
- સંવેદનશીલ મતદાન મથકો ૧૦૩૮, અતિ સંવેદનશીલ ૬૯૦૦ મતદાન મથકો.
- ચૂંટણીમાં મતદાન શરૃ થયા પછીના ત્રણ કલાકમાં ૧૧ વાગ્યા સુધીમાં મતદારોના ઉત્સાહ સામાન્ય હતો અને માત્ર ૧૮ ટકા મતદાન રહ્યું હતું.
- એ પછીના બે કલાકમાં મતદારોનો ધસારો ક્રમશઃ વધ્યો હતો અને ૧ વાગ્યા સુધીમાં તે ૩૮ ટકાએ પહોંચ્યું હતું.
- સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર બેઠક પર ૧ વાગ્યા સુધીમાં ૫૦ ટકા મતદાન નોંધાયું હતું.
- કુતિયાણાની બેઠક પર સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૩૬ ટકા મતદાન થયું હતું. જ્યાંથી ગોડમધર સંતોકબેન જાડેજાનો પુત્ર કાંધલ જાડેજા એનસીપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યો છે.
- માણાવદરમાં બપોર સુધીમાં ૪૭ ટકા મતદાન થયું હતું.
- સૌરાષ્ટ્રના વિસાવદર બેઠકના મોટો ગુજરિયા ગામના ૧૪૦ નંબરના બુથ પરના ૪૦૭ મતદારોએ તથા ધ્રાંગધ્રાની ધૂળકોટ ગામના ૧૮૬ નંબરના બુથ પરના મતદારોએ પાણી અને બીજી પ્રાથમિક જરૃરિયાતો નહીં સંતોષાવાના મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
- ભાવનગરમાં ચૂંટણીની કામગીરી માટે ગયેલા એક પોલિંગ ઑફિસરને ચૂંટણી પૂર્વેની રાતે હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું. એવી જ રીતે ગોંડલમાં પણ એક પોલિંગ ઓફિસરને મતદાનની કામગીરી દરમ્યાન હાર્ટ એટેક આવતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
- દક્ષિણ ગુજરાતમાં સવારથી મતદારોનો ભારે ધસારો રહ્યો હતો. નવસારીમાં ૪૮.૩૦ ટકા અને જલાલપોરમાં ૪૫.૯૫ ટકા નોંધાયું હતું.
- અમદાવાદ જિલ્લામાં પ્રથમ ત્રણ કલાકમા વિરમગામમાં ૧૬ ટકા, સાણંદમાં ૧૯ ટકા, ધોળકામાં ૨૧.૫ ટકા અને ધંધુકામાં ૧૪.૫ ટકા મતદાન નોૅંધાયું હતું.
- બપોરે ૩ વાગ્યા સુધીમાં તમામ બેઠકો પર અભૂતપૂર્વ મતદારોનો ધસારો જોવા મળ્યો હતો અને ૮૭ બેઠકો પરના મતદાનની ટકાવારી ૫૩ ટકા જેટલી થઇ હતી.
- લિંબાયતમાં નીલગિરિ સર્કલ નજીક વાહનો પાર્ક કરવાના મુદ્દે ભાજપના બે હરીફ જુથોના નેતાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બન્ને નેતાઓ સામસામે મારામારી કરી ઇજા પહોંચાડવા અંગે પોલીસ મથકે ફરિયાદો નોંધાવી હતી. આ બેઠક પર લિંબાયતમાં સંગીતા પાટિલને ટિકિટ આપવાના કારણે ભાજપના કોર્પોરેટરોએ નારાજગી વ્યક્ત કરી રાજીનામા આપેલા હતા અને ભાજપની અંદર વિરોધનો વંટોળ પ્રવર્તતો હતો.
- સુરતના વરાચ્છા મતદાન મથક પર એક વ્યક્તિ પાસેથી ૩૩ જેટલા ચૂંટણી ઓળખપત્રો મળી આવતા તેને પકડવામાં આવ્યો હતો.
- સુરતના કાપોદરા વિસ્તારમાં કોંગ્રેસના વરાચ્છા બેઠક પરના ઉમેદવાર ધીરુભાઇ ગજેરાના પુત્ર લિલત ગજેરા પર કેટલાક અજાણ્યા શખસોએ હુમલો કર્યો હોવાની પણ ફરિયાદ થઇ હતી.
- મતદારોને નોંધવાની પ્રક્રિયાઓમાં સંખ્યાબંધ કવાયત કરવા છતાં મતદારોના નામો મતદારમાં નહીં હોવાની પણ ફરિયાદો જોવા મળી હતી. અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસના ચૂંટણી નિરિક્ષક હીરાલાલ પંડિતે સંખ્યાબંધ ઉમેદવારોના નામો મતદાર યાદીમાં નહીં હોવા અંગેની ફરિયાદ ચૂંટણીપંચને કરી હતી.
- અમદાવાદ જિલ્લામાં સાણંદ, વિરમગામ તથા સુરતમાં મતદાન મથક પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ખરાબી થઇ હોવાની ફરિયાદ ઊઠી હતી અને તાકીદે તેના સ્થાને બીજા ઇવીએમ આપવામાં આવ્યા હતા.
- પેઇડ ન્યૂઝ અંગે દોઢસો કેસ નોંધવામાં આવ્યા છે.
- ચૂંટણીલક્ષી બાબતો અંગે ૨૫ એફઆઇઆર નોંધાઇ છે.
- સુલેહશાંતિના ભંગ સંબંધે અટકાયતી પગલાંના ભાગરૃપે ૧,૯૭,૦૦૦ વ્યક્તિઓના જામીન લેવડાવાયા હતા.
- ચૂંટણીનું જાહેરનામું બહાર પડયા પછી આજ દિન સુધીમાં ૫૧ લાખથી પણ વધુ કિંમતનો ૫.૩૫ લાખ લિટર દારૃ પકડવામાં આવ્યો છે. જ્યારે ૧૬ કરોડની કિંમતનો ૧૫.૫૮ લાખ બોટલ પકડવામાં આવી છે.
- સાણંદ-વિરમગામ હાઇવે પર આવેલા શ્રી સંસ્કાર વિદ્યાલય મતદાન મથક પર ૮૦ વર્ષથી વધુ વયના ૫૦ જેટલા મતદારોએ સવારના સમયે મતદાન કર્યું હતું. ૬૪ વર્ષના ભીખાભાઇ પટેલ પથારવશ હોવા છતાં મતદાન કર્યું હતું. તેમનો પુત્ર કૌશિક તેમને મતદાન મથકે લઇ આવ્યો હતો. અત્યાર સુધીમાં દરેક ચૂંટણીમાં તેમણે મતનો અધિકાર ઉપયોગ કર્યો હોવાનો દાવો કર્યો હતો.
- માંડલ ગામના ૮૭ વર્ષીય શેખ અહેમદ ઇકબાલ યાકુબભાઇને મતદાન કરીને બહાર નીકળ્યા બાદ હાર્ટએટેક આવ્યા હતા અને મૃત્યુ નીપજ્યું હતું.
- સુરેન્દ્રનગરના ચૂડા મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઑફિસરે નિરિક્ષક સાથે ગેરવર્તૂણક કરતાં તેની બદલી કરવામાં આવી હતી.
- નવસારીમાં ૮૦૦ મતદારોના નામ યાદીમાંથી ગાયબ થતા ચૂંટણી અધિકારીને ફરિયાદ.
- વાપી નજીક આવેલા પારડીમાં વોર્ડ નં. ૭ના ૩૪૨ મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો. પેપર બ્લોકની કામગીરી ટલ્લે ચઢાવતાં મતદારોનો નિર્ણય.
- તાપી જિલ્લામાં ચાર ઈવીએમ ખોરવાયા.
- વ્યારામાં માજી પાલિકા સભ્યના નામે પહેલેથી જ વોટિંગ થઈ ગયું હતું.
- વલસાડ જિલ્લામાં ભાજપના માજી ધારાસભ્ય દોલત દેસાઈ મતદારોને પૈસા વહેંચતા હોવાની ફરીયાદ થઈ છે. આચારસંહિતા સેલે દોડધામ કરી પણ કંઈ મળ્યું નહીં.
- નવસારી કોન્વેન્ટ સ્કુલમાં વનમંત્રી મંગુભાઈ પટેલ પત્ની સાથે મતદાન કરવા ગયા ત્યારે જ ઈવીએમ ખોરવાતા ૪૦ મિનિટ કાર્યવાહી ખોરવાયા બાદ મતદાન કરી શક્યા.
- બિલીમોરામાં પણ ઈવીએમ ખોરવાતા પોણો કલાક મતદાન અટકી ગયું.
- ગણદેવી નજીકના આલીમોરમાં ૩૦૦ મતદારોએ પાણીની તંગી અને રસ્તાના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં મતદાનનો બહિષ્કાર કર્યો.
- વલસાડમાં બે કોંગી કાર્યકરોએ ભાજપનાં કાર્યકરને કારની ટક્કર મારી કચડી નાખવાનો પ્રયાસ કર્યો.
- વલસાડમાં ઓળખકાર્ડ ધરાવતા ૧૦૦૦ મતદારોના નામ ગાયબ થતા હોબાળો મચી ગયો.
- વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર સરેરાશ ૭૦ ટકા મતદાન શહેરી વિસ્તાર કરતા ગ્રામ્યમાં ભારે મતદાન.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved