Last Update : 14-December-2012, Friday

 

ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પ્રજાનો ઉમળકો
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં અભૂતપૂર્વ ૬૮ ટકા મતદાન

ગઇ ચૂંટણી કરતાં સરેરાશ છ ટકા વધુ મતદાન મોદી કે કેશુભાઇને ફાયદો કરશે તેની અટકળો !!!

યુવા મતદારો, મહિલાઓ, નવા સીમાંકન, જ્ઞાાતિવાદી સમીકરણો ઊંચા મતદાન માટે કારણભૂત
સૌથી ઊંચું ૭૬ ટકા મતદાન તાપી જિલ્લામાં, સૌથી ઓછું ૬૩ ટકા જામનગરમાં
અમદાવાદ, તા.૧૩
ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ૮૭ બેઠકોની આજે યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ ૬૮ ટકાથી વધુ મતદાન થયું હતું. જે અત્યાર સુધીમાં થયેલું સૌથી ઊંચું મતદાન છે. મોટી સંખ્યામાં ઉમટેલા મતદારોએ આજે ઈવીએમ દ્વારા ૮૪૬ ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું હતું. સૌથી ઊંચું ૭૬ ટકા મતદાન તાપી જિલ્લામાં નોંધાયું હતું. જ્યારે ઓછું ૬૩ ટકા મતદાન જામનગર જિલ્લામાં નોંધાયું હતું. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલા મતદાન દરમિયાન કેટલાક ગુનાઈત બનાવો જરૃર બન્યા હતા પરંતુ સમગ્ર મતદાન પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ રહી હતી.
આજની ચૂંટણીમાં ત્રણ પ્રદેશ પ્રમુખો ભાજપના આર. સી. ફળદુ, કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા તથા ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખઅને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, કોંગ્રેસના ત્રણ સાંસદો સોમાભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા અને વિઠ્ઠલ રાદડિયા, સાતમી વાર સતતચૂંટણી લડી રહેલા ગુજરાત મંત્રીના વરિષ્ઠ સભ્ય, નાણાંમંત્રી વજુભાઈ વાળા અને અન્ય સાત મંત્રીઓ, ગુજરાત વિધાનસભાના સ્પીકર ગણપતભાઈ વસાવા વગેરે જાણીતા ચહેરા છે. આ ચૂંટણીમાં ભાજપના ૪૦અને કોંગ્રેસના ૧૮ વર્તમાન ધારાસભ્યોએ નસીબને દાવ પર મૂકેલું હતું.
ગુજરાતમાં પહેલા તબક્કાની ચૂંટણીમાં ૬૮ ટકા જેટલું ઊંચું મતદાન કોની તરફેણ કરે છે એ રસપ્રદ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા મતદાન સાથે જો સરખામણી કરીએ તો મતદાનની ટકાવારી ૧.૪૩થી ૧૦.૨૩ ટકા જેટલી ઊંચી જવા પામી છે.
આ બાબત મતદારોની, ખાસ કરીને યુવા મતદારોની અને મહિલાઓની જાગૃતિ ઉપરાંત જ્ઞાાતિવાદી સમીકરણો, એન્ટી ઈન્કમ્બન્સી ફેકટર, વિધાનસભાની બેઠકોનું નવું સીમાંકન, ભાજપ અથવા કોંગ્રેસની સ્થાનિક તરફેણ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ સાથે સંકળાયેલી છેતે નિશ્ચિત ઔબાબત છે.

 

ઊંચું મતદાન થવાના મૂળમાં રહેલાં પરિબળો
- યુવા મતદારો, મહિલા મતદારોની જાગૃતિ
- નવું વિધાનસભા બેઠક સીમાંકન
- શાસન સામે રોષ
- જ્ઞાાતિવાદી સમીકરણો
- કોંગ્રેસ ભાજપ કે અન્ય સ્થાનિક ઉમેદવારની તરફેણ

સૌરાષ્ટ્ર

જિલ્લા

૨૦૦૭

૨૦૧૨

વધારો

સુરેન્દ્રનગર

૫૯.૮૩

૬૮.૦૦

૮.૧૭

રાજકોટ

૫૮.૦૨

૬૮.૦૮

૧૦.૦૬

જામનગર

૫૫.૭૩

૬૩.૦૦

૭.૨૭

પોરબંદર

૫૬.૯૬

૬૩.૫૦

૬.૫૪

જૂનાગઢ

૬૨.૦૭

૬૭.૦૦

૪.૯૩

અમરેલી

૫૯.૩૯

૬૫.૦૬

૫.૬૭

ભાવનગર

૫૭.૭૭

૬૮.૦૦

૧૦.૨૩

 

દક્ષિણ ગુજરાત

જિલ્લો

૨૦૦૭

૨૦૧૨

વધારો

ભરૃચ

૬૪.૩૬

૬૭.૫

૩.૧૪

નર્મદા

૬૯.૬૫

૭૧.૦૮

૧.૪૩

સુરત

૫૮.૫૩

૬૪.૦૦

૫.૪૭

નવસારી

૬૪.૫૫

૭૨.૦૦

૭.૪૫

ડાંગ

૫૮.૮૭

૬૬.૦૦

૭.૪૫

વલસાડ

૬૧.૮૨

૬૭.૦૦

૫.૧૮

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved