Last Update : 14-December-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૪-૧૨-૨૦૧૨ શુક્રવાર
માગશર સુદ એકમ (બીજનો ક્ષય) છત્રભંગ !
અનાજના ભાવ વધે !
કોલકત્તા અ.પુ. સ્વા મંદિર પાટોત્સવ

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.


અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
નવકારસી સમય (અ) ૮ ક. ૦૨ મિ. (સૂ) ૭ ક. ૫૭ મિ. (મું) ૭ ક. ૫૨ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે
નક્ષત્ર ઃ મુળ બપોરના ૨ ક. ૫૪ મિ. સુધી પછી પૂર્વાષાઢા આજે બપોરના ૨ ક. ૫૪ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે મુળ શાંતિપૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય- વૃશ્ચિક, મંગળ- ધન, બુધ- વૃશ્ચિક, ગુરૃ- વૃષભ (વક્રી), શુક્ર- વૃશ્ચિક, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન. ચંદ્ર - ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ૧૯૩૪ નંદન સંવત્સર, જૈનવીર સંવત ૨૫૩૯ દક્ષિણાયન હેમંત ઋતુ, રા.દિ.મા / ૨૩માસ- તિથિ વાર માગશર સુદ એકમ બીજનો ક્ષય.
આજથી માગશર મહિનો શરુ
- ચંદ્ર દર્શન
- સુદ બીજનો ક્ષય છે. અનાજના ભાવ વધે અશુભ
- કોલકાતા અ.પુ. સ્વા મંદિર પાટોત્સવ
છત્રભંગ થાય પ્રજાને પીડા, દુર્ભિક્ષ, કોઈ સ્થળે માવઠું થાય, વરસાદ પડે ! ચોળા, ચોખા, તેલ, તિલ, ઘી અડદના ભાવ વધે ! અનાજનું ઉત્પાદન સારું થાય, ગાયો ઓછું દૂધ આપે !
મુસલમાની હિજરી સન ૧૪૩૪ મોહરમ માસનો ૨૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૨૯મો રોજ માહેસ્પંદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ માગશર મહિનાના પ્રારંભે નોકરી- ધંધાના કામમાં ઉતાવળ કર્યા વગર આપની કામગીરીમાં ધ્યાન રાખવું. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.
વૃષભ ઃ માગશર મહિનાના પ્રારંભથી આપે તન- મન- ધનથી વાહનથી સંભાળવાનું રહેશે, પ્રથમ સપ્તાહ દરમ્યાન આકસ્મિક ચિંતા આવી જાય.
મિથુન ઃ આપના નોકરી- ધંધાના તેમજ રાજકીય- સરકારી- ખાતાકીય કામમાં ધ્યાન આપી શકો. રૃકાવટવાળું કામ ઉકેલાતું જાય જૂના સંબંધો તાજા થાય.
કર્ક ઃ માગશર મહિનાના પ્રારંભે નોકરી- ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ચિંતા- વ્યથા હળવી થાય. ધંધો આવક થાય, ઉઘરાણીના નાણાં છૂટા થાય.
સિંહ ઃ આજે આપે કોઈ પણ કામમાં સ્વસ્થતા- જાગૃતિ- સાવધાની રાખવી જરૃરી રહેશે. સગા- સંબંધી મિત્રવર્ગને કારણે ચિંતા- ખર્ચ જણાય.
કન્યા ઃ માગશર મહિનાના પ્રારંભે ઘર- પરિવારના કામ અંગે, પોતાના અંગત કામ અંગે ચિંતા- ઉચાટ રહે, હૃદય-મનને શાંતિ જણાય નહીં.
તુલા ઃ માગશર મહિનાના પ્રારંભે યાત્રા- પ્રવાસ મુલાકાતનું આયોજન નોકરી- ધંધાનું કામકાજ સરળ થતું જાય. વિલંબમાં પડેલ કામ સાનુકૂળ થાય.
વૃશ્ચિક ઃ આપ માગશર મહિનાના પ્રારંભે નોકરી- ધંધાનું કામ સરળતાથી કરી શકો. પરિવારના કામમાં જવાબદારી, વધારાનો ખર્ચ થાય.
ધન ઃ આજે નુકસાન વિવાદ થાય તેવો કોઈ નિર્ણય કરવો નહીં. અન્યના દોરવાયા દોરવાઈ જવું નહીં. આરોગ્યની કાળજી રાખવી.
મકર ઃ આપના નિકટના સ્વજન- સ્નેહી મિત્રવર્ગના કામમાં ધ્યાન આપવું પડે. વધારાનો ખર્ચ થાય જવાબદારી, કામગીરીમાં વધારો થાય.
કુંભ ઃ માગશર મહિનાના પ્રારંભે આપના આનંદ, ઉત્સાહમાં વધારો થાય, વધારાના કામ અંગે નોકરી- ધંધાના કામ અંગે ચર્ચા થાય છે.
મીન ઃ આપના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવું કામ થતું જાય. વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપી શકો. નોકરી- ધંધામાં આવક થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત....
તા. ૧૪ ડિસેમ્બર
આજથી શરુ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ કાર્યસફળતા, પ્રગતિનું રહે. નોકરી- ધંધાના કામમાં સારી તક પ્રાપ્ત થાય આપની આવક, સુખ સંપત્તિમાં વધારો થાય વ્યવહારિક, સામાજિક પ્રસંગ ઉકેલાય, ધર્મકાર્ય શુભકાર્ય થાય. વિશેષમાં -
* વર્ષારંભે ત્રીસ દિવસ માનસિક પરિતાપ રહે. આરોગ્યની બાબતમાં કાળજી રાખવી પડે તે સિવાય આ વર્ષમાં શારીરિક, માનસિક સ્વસ્થતામાં સુધારો થાય, આનંદ ઉત્સાહ સ્ફૂર્તિથી તમારા કામમાં આગળ વધી શકો.
* આ વર્ષમાં આપની આવક, સુખ સંપત્તિમાં વધારો થાય, બચત થાય, નવીન ખરીદી થાય મિત્રવર્ગ, કુટુંબ, પરિવારના સંબંધોમાં વધારો થાય.
* જેમને નોકરી ન હોય, નોકરી છૂટી ગઈ હોય તેમને નોકરી મળવાથી, આવક આવવાથી હતાશા, નિરાશા દૂર થાય. ધંધો હોય તેમને ધંધાકીય પ્રગતિ, ધંધો- આવક વધવાની શરુઆત થાય.
* સ્ત્રી વર્ગને શારીરિક- માનસિક કષ્ટમાંથી મુક્તિ મળે પરિવારની પ્રગતિથી આનંદ રહે, અવિવાહિતને વિવાહ- લગ્નનું નક્કી થાય.
* વિદ્યાર્થી વર્ગને ભણવામાં પ્રગતિથી આત્મવિશ્વાસ વધે.

 

 

સુપ્રભાતમ્

- જો રાજા પ્રસન્ન થાય, તો પછી શ્વેત છત્રો, મનગમતા અશ્વો અને મદઝરતા માતંગો સદા મળતા રહે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ન્યુયોર્કમાં પ્રસુતિગૃહમાં દાખલ થયેલી માર્થાએ ડોક્ટર સ્મિથને પૂછ્યું, ''ડોક્ટર, તમને શું લાગે છે.. પ્રસવ વખતે મારા સંતાનનો બાપ અહિં હાજર રહી શકે?''
''હા, જરૃર રહી શકે,'' ડૉ. સ્મિથે કહ્યું.
''તો મારા પતિને ગેરહાજર રહેવા કહી દઉં?'' માર્થાએ પૂછ્યું.

[Top]
 

આજ ની રેસીપી

નોખી વાનગી નોખા અંદાજમાં

રવા ઈડલી

 


સામગ્રી ઃ ૧ વાટકી સોજી, ૧ વાટકી ખાટું દહી, ૩/૪ વાટકી પાણી, ૧/૨ નાની ચમચી સોડા, ૩/૪ નાની ચમચી મીઠું, ૧/૪ નાની ચમચી રાઈ, ૧/૪ નાની ચમચી અડદ દાળ ધોયેલી, ૧/૪ નાની ચમચી ચણા દાળ, ૧/૪ કપ વટાણા, ૧/૪ નાની ચમચી મકાઈના દાણા.

 

રીત ઃ બધી સૂકી સામગ્રીમાં દહીં અને પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો. ઈડલીના સાંચામાં થોડું થોડું મિશ્રણ ભરો. માઈક્રોવેવ ડિશમાં સાંચાને મૂકી ૫-૬ મિનિટ માઈક્રોવેવ કરો. ચટણી અથવા સોસ સાથે સર્વકરો.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved