Last Update : 13-December-2012, Thursday

 

ગુજરાત નામનો દરદી...!

- મન્નુ શેખચલ્લી

સોનિયાજી ગુજરાતમાં આવીને કહે છે કે અમે તમને આટલા લાખ રૃપિયા મોકલેલા! તમને મળ્યા જ નથી! ડૉ. મનમોહનસિંહ (મહાન અર્થશાસ્ત્રી) કોઈ આદિવાસી વિસ્તારમાં જઈને જાહેર કરે છે કે ગુજરાતના આટલા ટકા લોકો આર્થિક રીતે પછાત છે... વગેરે.
સાલું, આપણને જ ખબર નથી કે આપણે 'વિકસિત' છીએ કે 'પછાત'? આપણી હાલત કોઈ મોટી હોસ્પિટલમાં ભરાઈ પડેલા દરદી જેવી છે...
* * *
એક વિશાળ હોસ્પિટલના બિછાના પર એક દરદીને જબરદસ્તી સૂવડાવવામાં આવ્યો છે. એની આજુબાજુ 'એક્સપર્ટ' ડોક્ટરોનું આખું ટોળું છે...
પહેલો ડોક્ટર કહે છે ઃ ''વાહ! તારો શું વિકાસ થયો છે! મેં આપેલાં વિટામિન્સ, મેં આપેલાં ટોનિક્સ અને મેં આપેલી ટ્રીટમેન્ટ વડે તારી તંદુરસ્તીએ હરણફાળ ભરી છે!''
બીજો ડોક્ટર તરત વચ્ચે બોલે છે ઃ ''ખોટી વાત! આ ડોક્ટર તને ભરમાવે છે! હકીકતમાં તું બિમાર છે! બહુ જ બિમાર છે!''
ત્રીજો ડોક્ટર ઃ ''આખ્ખી હોસ્પિટલમાં ભયનું વાતાવરણ છે...''
ચોથો ડોક્ટર ઃ ''જો! જો! ધ્યાનથી જો! તારા જમણા પગનો ૪૫ ટકા ભાગ કુપોષણથી પીડાય છે!''
પાંચમો ડોક્ટર ઃ ''અને તારા મગજનો ૩૭.૫ ટકા ભાગ હજી અભણ રહી ગયો છે!''
છઠ્ઠી લેડી ડોક્ટર ઃ ''હમને ટુમારી બિમારી પે ખરચા ખરને કે વાસ્ટે પાંન્ચ હજાર કરોર રૃપિયા ભિજવાયા ઠા!''
એક નાનકડી નર્સ ઃ ''જુઓ! જુઓ! પેશન્ટના ખિસ્સામાંથી કોઈએ પૈસા ચોરી લીધા છે!''
ત્રીજો ડોક્ટર ઃ ''ચોરી? એ તો કંઈ નથી! અહીં લૂંટ થાય છે! ખૂન થાય છે! એન્કાઉન્ટરો થાય છે! આખી હોસ્પિટલ ભયભીત છે!''
પહેલો ડોક્ટર ઃ ''આ બધા ડોક્ટરો પાસે કોઈ દવા જ નથી! જો મારા ડીયર પેશન્ટ, છેલ્લાં અગિયાર વરસથી તારી સારવાર કોણ કરી રહ્યું છે? હું! માત્ર અને માત્ર હું!''
ચોથો ડોક્ટર ઃ ''આ ડોક્ટર માત્ર ભભકો કરે છે! ફક્ત દેખાડો કરે છે!''
પહેલો ડોક્ટર ઃ ''હું હરઘડી હરપળ તારી સમક્ષ હાજર રહું છું. પ્રત્યક્ષ નહિ તો થ્રીડીમાં! બાકીના ડોક્ટરો તો પાંચ વરસે જ આવે છે!''
છઠ્ઠી લેડી ડોક્ટર ઃ 'ટુમારી સબ ડવાઈયાં, ટોનિક, વિટામિન્સ હમ ભિજવાટે હાંય! ટુમારી આચ્છી ટાન્ડુરાસ્ટી હમારી વાજાહ સે હાય...'
પાંચમો ડોક્ટર ઃ ''જો! જો! તારી ટચલી આંગળીઓ!! એ લઘુમતીથી પીડાય છે!''
અચાનક એક કમ્પાઉન્ડર ધસી આવે છે ઃ ''એય! ઈધર લઘુમતી કા નામ કિસને લિયાઆઆ?''
એકસાથે બધા એકબીજા સામે આંગળી ચીંધવા લાગે છે. થોડીવાર પછી ફરી બધા પેશન્ટને વળગે છે... કોઈ હાથે, કોઈ પગે, કોઈ માથે, કોઈ પેટે...
- બિચારો પેશન્ટ કન્ફ્યુઝ્ડ છે!
પણ છેલ્લે એક નાનો ટાબરિયો આવીને પેશન્ટના કાનમાં કહે છે ''ચિંતા ના કરીશ, ૧૭મી પછી બધું જ મટી જશે!''
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved