Last Update : 13-December-2012, Thursday

 

સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?

- સિગારેટનું નિકોટીન સ્ત્રીઓમાં મળી આવતાં એસ્ટ્રોજન હોર્મોનને કારણે આપોઆપ વધી જાય છે અને પછી શરીર વધુને વધુ નિકોટીનની માંગ કરવા લાગે છે.

સિગારેટ હાથમાં હોય તો હેલન કે બિંદુનો વેમ્પિશ લુક વધુ તેજ બની જાય છે. કાતિલ આંખો, પારદર્શી ડ્રેસ, સ્લિટ કરેલા સ્કર્ટથી વધુ સિગારેટ સેક્સી દેખાવ વધારવાની ક્ષમતા ધરાવે છે પણ સંશોધન કરાનારાઓએ જાણ્યું છે કે એક સિગારેટ પણ કાયમ માટે એક છોકરીની આખી જિંદગીમાં વેમ્પ બની શકે છે. ફક્ત એક વખત સિગારેટ પીતી છોકરીઓમાંથી ૫૦ ટકા તેની ટેવ ધરાવતી થઈ જાય છે અને જેમણે ૮-૧૦ સિગારેટ પી લીધી તેમને તો સમજો કે ટેવ પડી જ ગઈ.
સિગારેટની ટેવ શરાબની જેમ ન છૂટી શકે તેવી છે અને જેને પડી જાય તેને ગમે તેટલી ડરાવો, તે પીશે જ. લંગ્સ કેન્સર, અસ્થમા, પીળા દાંત, ગર્ભમાંના બાળકોને નુકસાન, બોસનોે ડર ભલે ગમે તેટલો હોય, એક વખત સિગારેટની લત પડી જાય તો છૂટતી નથી. સિગારેટ કંપનીઓ આ વાત સારી રીતે સમજે છે અને તેમના પ્રયત્નો એવા હોય છે કે કોઈપણ રીતે પહેલી સિગારેટ પિવડાવી દેવામાં આવે.
તેઓ એટલી હદે જઈ શકે છે કે સિગારેટ બનાવતી એક કંપની 'મેડ ફોેર ઈચ અધર' કેમ્પેન ચલાવી રહી છે અને બીજી કંપની બહાદુરી શીખવવાનાં વખાણ કરવાને બહાને પ્રીતિ ઝિંટાને લઈને છોકરીઓને સિગારેટ વેચવાનો તરીકે શોધી રહી છે.
શરાબનો એક પેગ કે સિગારેટનું એક ઠૂંઠું બહુ ખરાબ રીતે લતના ઊંડા ખાડામાં ગબડાવી શકે છે. દુનિયાના લાખો લોકો આમાંથી જન્મતી બીમારીઓથી ઘેરાયેલા છે અને તેના પરિણામો આખું ઘર સહન કરે છે જ્યારે છોેકરીઓ અને સ્ત્રીઓ નશાની ટેવ પાડે ત્યારે સમજી લો કે આખું ઘર તેની ઝપેટમાં આવી ગયું. પછી તો રોકટોક કરનારું પણ કોઈ રહેતું નથી.
ન્યુઝીલેન્ડમાં ૧૪-૧૫ વર્ષની છોકરીઓની સિગારેટની ટેવ પર કરવામાં આવેલા સંશોધન પછી મરે લોગસેને તારણ કાઢ્યું કે સિગારેટનું નિકોટીન સ્ત્રીઓમાં મળી આવતાં એસ્ટ્રોજન હોર્મોનને કારણે આપોઆપ વધી જાય છે અને પછી શરીર વધુને વધુ નિકોટીનની માંગ કરવા લાગે છે. રિસર્ચથી એ પણ જાણવા મળ્યું છે કે માત્ર એવાં નિયંત્રણો લગાવવાં કે સિગારેટ ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાને નહીં વેચવામાં આવે, એનો કોઈ ફાયદો નથી થતો, કારણ કે ૧૮ થી ઓછી ઉંમરના કિશોરો ગમે ત્યાંથી તે મેળવી જ લે છે. સિગારેટ પર મોટા અક્ષરોમાં તે સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા છે તેવું લખવામાં આવે છે પણ તે પૂરતું નથી, કારણ કે આ ચેતવણી છતાં પણ તે વેચાઈ તો રહી છે જ. તેનોે ઉપાય એ જ છે કે તેનું વેચાણ જ બંધ કરી દેવામાં આવે. એ પછી તે બ્લેકમાં મળશે અને ગુનેગારોના હાથમાં તેનો વેપાર આવી જશે પણ દરેક કશની સાથે ગુનાની ભાવના તો રહેશે જ. જો સિગારેટનું ઉત્પાદન કરતી મોટી કંપનીઓને બંધ કરી દેવામાં આવે તો સિગારેટ ગુપ્ત રીતે નાનાં કારખાનામાં બનશે પણ તેની ક્વૉલિટી અતિ ખરાબ હશે.
વેશ્યાવૃત્તિ લીગલ નથી એટલે તેનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ જે વેશ્યા પાસે જાય છે તે ડરતી હોય છે. વેશ્યા પાસે શાનથી નથી જઈ શકાતું જ્યારે સિગારેટનું પેકેટ શાનથી પોકેટમાં રાખી શકાય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved