Last Update : 13-December-2012, Thursday

 

કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ

- નોકરી આપનારાને ભારતીય રહીને ગ્લોબલ બની શકે એવી યુવતી તરીકેની છાપ છોડવાના મેસેજ મોકલવા માટે સાડીનો વિકલ્પ શ્રેષ્ઠ ગણાય છે.

કેમ્પસ ઇન્ટરવ્યુમાં ડ્રેસિંગ એક વિશેષ છાપ છોડવામાં મદદરૃપ છે અને એ કારણે જેના ઇન્ટરવ્યુ હોય એ કોલેજ કેમ્પસમાં અલગ તરી જ આવતા હોય છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આવેલી કોલેજ કે યુનિવર્સિટીમાં ધીમે-ધીમે હવે કંપનીઓ દેખાં દેતી થઈ છે. કેમ્પસ ઇન્ટરવ્યુ માટે યુવતીઓ ફોર્મલ કપડાંમાં બિઝનેસ-સૂટ પહેરવાનું પસંદ કરતી હોય છે. ભારત કે ભારત બહારથી આવતી કંપનીઓમાં પોતાની છાપ ગ્લોબલ યુવતી તરીકેની પડે એ માટે સ્કર્ટનો ઉપયોગ વધુ થતો જોવા મળ્યો છે. જોકે નોકરી આપનારા સામે 'દેસી ગર્લ' બનીને આવતી યુવતીઓ અલગ છાપ છોડી શકે છે એમ પણ માનવામાં આવે છે. આ કારણે જ કેમ્પસ ઇન્ટરવ્યુમાં સાડી પહેરવાનો ટ્રેન્ડ ફરી પસંદ કરવામાં આવી રહ્યો છે.
ફોર્મલ ડ્રેસિંગ તરીકે સાડીની પહેલાં અલગ ઓળખાણ હતી અને યુવતીઓ સાડી પહેરીને ઇન્ટરવ્યુમાં જવાનું પસંદ કરતી. જોકે સાડી પહેરવી અને એમાં જ લગભગ આખો દિવસ પસાર કરવાની કોઈ પણ યુવતી પસંદ ન કરે. આ કારણે જ કમ્ફર્ટ માટે ફોર્મલ કપડાંની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી. જોકે હવે ડ્રેસ-કોડના તમામ સમીકરણોમાં યુવતીઓ ફેરફાર લાવી રહી છે. નોકરી આપનારાને ભારતીય રહીને ગ્લોબલ બની શકે એવી યુવતી તરીકેની છાપ છોડવાના મેસેજ મોકલવા માટે સાડીનો વિકલ્પ શ્રેષ્ઠ ગણાય છે.
આ કારણે જ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદમાં કેમ્પસ ઇન્ટરવ્યુ વખતે સાડીના ડ્રેસ કોડને અનુસરવાનું જણાવવામાં આવ્યું છે. જોકે કોલેજમાં ભણતી સ્ટુડન્ટ્સના કહેવા પ્રમાણે કેટલી યુવતીઓ સાડી પહેરીને આવશે એ ચોક્કસ ન ગણી શકાય.
આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં વર્કિંગ વુમનના ડ્રેસિંગમાં પ્લેન સાડી અને જાડી બોર્ડર શ્રેષ્ઠ ગણવામાં આવતી. જોકે હવે સાડી અને બિઝનેસ-સૂટ બન્નેની સ્વીકૃતિ થઈ છે. સાડી મહિલાને પુખ્ત અને અલગ ચમક આપવામાં ઉપયોગી છે. સાડી પહેરેલી યુવતી લાંબા સમય સુધી કામ કરી શકે છે જ્યારે સ્કર્ટ કામ કરવામાં વિલંબ ઉભો કરે છે. તેથી હવે ગુજરાતી યુવતીઓ પોતાના કેમ્પસ ઇન્ટર્વ્યુમાં સાડી પહેરીને જવાનું પસંદ કરે છે. આમ પણ સાડી એ આપણી ઓળખ છે તેથી બહાર વિદેશી કંપનીઓ સાડીમાં હોય એવી યુવતીને વધારે પસંદ કરે છે. આમ પણ સાડી હવે ભુલાતી જાય છે ખાસ કરીને સામાજીક પ્રસંગોમાં સાડીનો ઉપયોગ કરવામાં આવે છે તે ઉપરાંત સાડી માત્ર પટોરામાં પડી રહે છે. આમ હવે ભારતીય સાડીને એક નવી ઓળખ મળશે અને યુવતીઓમાં તેનું ચલણ વધશે. આમ પણ યુવતીની ખરી સુંદરતા તો સાડીમાં જ જોવા મળે છે. તેથી હાલ શહેરની કોલેજમાં સાડી પહેરવાનું વધારે પસંદ કરે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved