Last Update : 13-December-2012, Thursday

 

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી

- એક જ વ્યવસાયના યુગલોનું દામ્પત્ય જીવન બહુ લાંબુ ટકતું નથી. પુરુષો અને સ્ત્રીઓ તેમના કરતા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા વિજાતીય પાર્ટનરો તરફ વધારે આકર્ષાતા હોય છે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અભિનિત 'અભિમાન' ફિલ્મ જેણે જોઈ હશે એ બધાને ખ્યાલ હશે કે એક જ પ્રોફેશનના બે જણા લગ્ન કરે ત્યારે કઈરીતે અહમનો ટકરાવ થતો હોય છે અને લગ્ન જીવન કેવું ખરાબે ચડતું હોય છે. એક ટ્રાવેલિંગ વેબસાઇટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે 'એક જ વ્યવસાયના યુગલોનું દામ્પત્ય જીવન બહુ લાંબુ ટકતું નથી. પુરુષો અને સ્ત્રીઓ તેમના કરતા જુદા કારોબાર સાથે સંકળાયેલા વિજાતીય પાર્ટનરો તરફ વધારે આકર્ષાતા હોય છે.'
અમદાવાદની એક મહિલાએ નામ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું કે 'મારે મારા પતિ સાથે ડિવોર્સ થઈ ચૂક્યા છે. એનું કારણ એટલું જ છે કે અમે એક જ વ્યવસાયમાં છીએ. તેમને શરૃઆતમાં તો આ વાતની ખૂબજ ખુશી થતી હતી, પણ પછી હું પણ કામમા તેમના જેટલી જ આગળ નીકળી જતા તેમને મારી ઇર્ષા થતી હતી અને આ માટે તેઓ મને કેટલીક વખત એલફેલ બોલી દેતા હતા. તેમનાથી મારી પ્રગતિ સહન થતી નહોતી. મારા માટે મારી કારકિર્દી પણ એટલી જ મહત્ત્વની છે. મેં તેમને સમજાવવાની ઘણી કોશિસ કરી, પણ તેમનો સ્વભાવ દિવસે-દિવસે વધુને વધુ ખરાબ થતો જતો હતો. આથી આખરે અમે બંનેએ છૂટા પડવાનું નક્કી કરી લીધું. તેમને પોતાની ભૂલનું ભાન થયું અને તેમણે વાત પાછી વાળવાની પણ કોશિષ કરી, કિંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.'
પાંજરાપોળ પાસે રહેતા રશ્મિબેન વસાવડાએ કહ્યું હતું કે 'હું વ્યવસાયે ફેશન ડિઝાઇનર છું. જ્યારે મારા પતિ એન્જિનિયર છે. અમારી બંનેની કારકિર્દી અલગ અલગ દિશામાં હોવાથી આ મામલે અમારે ક્યારેય માથાકુટ થતી નથી. ઉલ્ટાના અમે એકબીજાને સપોર્ટ કરીએ છીએ અને એકબીજાના પ્રોફેશનના અનુભવ વિશે વાતો કરવાની પણ અમને ખૂબજ મજા આવે છે.' બંને જણા એક જ વ્યવસાયમાં હોય અને તેમ છતાં તેમનું લગ્ન જીવન સુખી હોય એવા પણ કેટલાક યુગલો હોય છે, કિંતુ આવા કપલ્સ અપવાદરૃપ જ હોય છે. એક જ ઓફીસમાં કામ કરતા દંપતીના જીવનમાં હમેંશા વિખવાદ થતા રહે છે કારણ કે વ્યક્તિની માનસિકતા એવી હોય છે કે જ્યારે પુરુષ હોય કે સ્ત્રી હોય પોતાના જીવનસાથીને અન્ય વ્યક્તિ સાથે જોઇ શકતો નથી અને ઓફીસ કામમાં હમેંશા એકબીજાની સાથે રહીને કામ કરવાનું હોય છે. આ ઉપરાંત એક જ ક્ષેત્રમાં કામ કરતા લગ્ન જીવન સુખેથી જીવી શકતા નથી. ઓફીસમાં બોસ સાથે કે પછી અન્ય કર્મચારી સાથે જ્યારે વિખવાદ થાય ત્યારે દંપતી હોય તો એકબીજીને ખુબ જ હેરાનગતિ થાય છે.
આથી દંપતિએ પોતાની કામ કરવાનો ફીલ્ડ અલગ રાખવો જોઇએ અથવા સ્થળ બદલી નાખવું જોઇએ. દૂર રહીને જે દંપતી કામ કરે છે તેમનું જીવન સુખેથી વિતે છે. જ્યારે એક જ ઓફીસમાં કામ કરતા દંપતી કામથી લઇને ઘર સુધી હમેંશા વિવાદોમાં ઘેરાયેલા જોવા મળે છે. શહેરમાં કેટલાંય એવા કિસ્સાઓ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved