Last Update : 13-December-2012, Thursday

 
દિલ્હીની વાત
 

અંસારી અને માયાવતી વચ્ચે તડાતડી
ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ અંગે મતદાન પહેલાં અને પછી સંસદમાં કોઈ ખાસ કામ થઈ શક્યું નથી. વોલમાર્ટ અંગેના લોબીંગ અને ક્વોટા વિવાદના કારણે બંને ગૃહોના કામ અટક્યાં હતા. વોલમાર્ટ અંગેની તપાસ માટે નિવૃત્ત જજને તપાસ સોંપવાની ખાત્રી આપીને સરકાર ઉહાપોહ શાંત પાડયો હતો જ્યારે લોકસભામાં કોલસા કૌભાંડ અને રાજ્યસભામાં ક્વોટાનો વિવાદ ચાલુ રહ્યો હતો. રાજ્યસભામાં આજે ચેરપર્સન હઝીદ અંસારી અને બીએસપી નેતા માયાવતી વચ્ચે તડાતડી જોવા મળી હતી. માયાવતીની રજુઆત ક્વોટાબીલ પાસ કરાવવાની હતી. આજે માયાવતીએ એવો આક્ષેપ કર્યો હતો કે પ્રશ્નોત્તરીના સમય બાદ બપોરે ૧૨ વાગ્યા પછી અંસારી ગૃહ છોડીને જતા રહે છે અને ડેપ્યુટી ચેરપર્સન કે અન્યને ચેર સોંપી દે છે. આ લોકો ક્વોટાબીલ અંગે કોઈ ચર્ચા નથી કરતા. અંસારીએ તરત જ ગૃહ મુલતવી રાખ્યું હતું અને તાત્કાલીક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બીજી તરફ અંસારીની માગણી એવી પણ છે કે પ્રશ્નોત્તરીના કલાકના સમય બદલાવવા જોઈએ !!
એફડીઆઈ ઃ લાંબી મજલ બાકી
રીટેલમાં એફડીઆઈના મુદ્દે ભલે બંને સંસદે બહુમતી મતદાન થયું હોય પણ એફડીઆઈ પર ધેરાયેલા વાદળો હજુ હટયા નથી. આમ એફડીઆઈ શરૃ થતા વાર લાગશે. નિષ્ણાંતો માને છે કે ત્રણથી ચાર વર્ષ લાગશે વિદેશના રીટેલર્સ સામાન્ય ચૂંટણીના પરિણામોની રાહ જશે પછી નિર્ણય લેશે. વિપક્ષોએ એફડીઆઈ અંગે વિરોધનો સૂર ચાલુ રાખ્યો છે. કોંગ્રેસ શાસન વિનાના રાજ્યો રીટેલમાં એફડીઆઈ અંગે સંમત નથી. આ સંજોગોમાં વિદેશની કંપનીઓ ટોકન રોકાણ કરશે.
લોબીંગનો સીલસીલો
વોલમાર્ટના લોબીંગને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે 'પેનલ બ્રાયબરી' કહ્યું છે. ૨૫ મીલીયન ડોલરના લોબીંગ વિવાદ પર વિપક્ષના પ્રેશર હેઠળ સંસદીય બાબતોના પ્રધાન કમલનાથે નિવૃત્ત જજ મારફતે ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે. જો કે જાણકાર સૂત્રો કહે છે કે ભાજપના નેતૃત્વવાળા એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએમાં અમેરિકાની મલ્ટીનેશનલ્સ કરોડો રૃપિયા ખર્ચતી આવી છે. ૧૯૯૮માં એનરોન સોદા વખતે લીંડા પોવેલે જણાવ્યું હતું કે લોબીંગ પાછળ ૭૦ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો હતો. એવી રીતે ભોપાલ ગેસ દુર્ઘટના ફેઈમ યુનિયન કાર્બાઈડે જેને ડો. કેમીકલ્સે હસ્તગત કરી તેણે આઠ મીલીયન ડોલરથી વધુ લોબીંગ પાછળ ખર્ચ્યા હતા.
અણુ કરાર પાછળ પણ લોબીંગ...
૨૦૦૮માં જ્યારે ભારત-અમેરિકા વચ્ચેના અણુ કરાર અંગે યુપીએ સરકાર ધમપછાડા કરતી હતી ત્યારે અમેરિકાએ બે લાખ ડોલર લોબીંગ પાછળ ખર્ચ્યા હતા. (અંદાજે એક કરોડ રૃપિયા). સ્ટાર્ટબક્સ કોર્પોરેશને માર્કેટીંગ ઓપનીંગ ઓપર્ચ્યુનીટી ઈન ઈન્ડિયા સહિતના વિષયની ચર્ચા પાછળ ૨,૨૦,૦૦૦ ડોલર ખર્ય્યા હતા. ગત્ જાન્યુઆરીમાં આ કંપનીએ જાહેરાત કરી હતી કે સરકાર સીંગલ બ્રાન્ડ રીટેલને મંજુરી આપે પછી ભારતમાં પ્રવેશીશું...
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved