Last Update : 13-December-2012, Thursday

 

રાજકારણીઓ દ્વારા દંભનું વરવું અને વિકૃત પ્રદર્શન

વિચાર વિહાર - યાસીન દલાલ
- દંભી માણસ ભૂલ સ્વીકારવામાં જ કંજૂસાઈ કરે છે. ભૂલ સ્વીકારે તો સુધરવાનો પ્રશ્ન આવે ને!

 

આપણા બધાં જ રાજકીય પક્ષોના કપડા ઉતરી ગયા છે અને બધા જ ભ્રષ્ટ સાબિત થઈ ગયા છે. છતાં બીજાને માપવાનાં એમના માપદંડ જુદા છે. કેન્દ્ર સરકારના ટુ જી સ્પેક્ટ્રમ અને કોલગેટ કૌભાંડ ખુલ્યા પછી કેન્દ્ર સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઈ હતી. હવે ભાજપ પ્રમુખ નીતિન ગડકરીના એટલા ગંજાવર કૌભાંડ બહાર આવ્યા છે કે એમણે રાજીનામું આપ્યા વિના છૂટકો જ ન રહ્યો. ખૂદ એમના જ પક્ષમાંથી રામ જેઠમલાણીએ રાજીનામું માંગ્યું અને એમના પુત્ર મહેશ જેઠમલાણી ભાજપની કારોબારીમાંથી રાજીનામું પણ આપ્યું. જેઠમલાણી કહે છે કે યશવંત સંિહા અને જશવંતસંિહ મારી સાથે છે પણ ભાજપની કોર કમીટીએ ગડકરીને કલીનચીટ આપી દીધી અને જાહેર કર્યું કે ગડકરીએ નૈતિક કે કાનૂની રીતે કંઈ ખોટું કર્યું નથી એટલે એમણે રાજીનામું આપવાની જરૂર નથી.
આપણી ચારેબાજુ દંભ અને બેવડાં ધોરણોની માયાજાળ છવાઈ ગઈ છે. રાજકારણથી માંડીને અર્થકારણ, સમાજજીવન, શિક્ષણ, વહીવટીતંત્ર એમ બધે જ દંભની બોલબાલા છે. દંભ થોડો આગળ વધીને ડોળ અને આડંબરમાં ફેરવાઈ જાય છે. દરેક વ્યક્તિ જાહેરમાં ઉચ્ચારણ કંઈ કરે છે અને અંદરથી જીવન જુદું જ જીવે છે. દંભ અને બનાવટ વગર જાણે જીવનમાં કંઈ કરવું અશક્ય હોય, એવો માહોલ રચાયો છે. પરિણામે નવી પેઢી તો દંભ અને આડંબરને સામાન્ય અને સહજ જીવનમૂલ્ય ગણીને યુવાનીમાં જ એનું આચરણ શરૂ કરી દે છે. નિર્ભેળ અને નિખાલસ કે પારદર્શક જીવન જાણે એક સપનું બની ગયું છે. વાતાવરણ એવું રચાયું છે કે નિર્દભી અને નિખાલસ માણસને ગાંડો ગણીને એની મશ્કરી કરવામાં આવે અને બાહ્ય આડંબરમાં નિષ્ણાતને માનપાન મળે. આપણે કાચની બારી બનાવીને પારદર્શકનો દંભ ઊભો કરીએ છીએ અને પછી એની ઉપર કૃત્રિમ મૂલ્યોનો પડદો લગાવી દઈએ છીએ. દંભનું ઘુમ્મસ હટે તો સામેનું દ્રશ્ય પૂરું જોવા મળે, પણ આપણે એ ઘુમ્મસ કાયમ છવાયેલું રહે એવી પાકી વ્યવસ્થા કરી લીધી છે. કેટલાક માણસો દંભનું જતન કોઈ લોભી પોતાના પૈસાનું જતન કરે એ રીતે કરતા હોય છે.
દંભનું સૌથી વરવું અને વિકૃત પ્રદર્શન આપણા રાજકારણીઓ કરે છે. તેઓ સરકારી તિજોરીમાંથી બેફામ ઉડાઉ ખર્ચા કરશે. ખાસ વિમાન અને હેલિકોપ્ટરમાં ઊડશે અને પ્રજાને કરકસરની શિખામણ આપશે. તેઓ પોતાનાં સંતાનના લગ્નપ્રસંગે બે-પાંચ કરોડ રૂપિયા ખર્ચી નાખશે અને પ્રજાને સાદાઈની હાકલ કરશે.
તેઓ ગરીબ પ્રજાને ચૂસીને, ભ્રષ્ટાચારનું કાળું નાણું એકઠું કરશે અને સ્વાતંત્ર્યદિને પ્રજાને પ્રામાણિક બનવાનો અનુરોધ કરશે. પોતાનાં સંતાનોને એડમિશન અપાવવા કે ઊંચા ગુણ અપાવવા બધા નિયમોને નેવે મૂકશે અને પ્રજાને નિયમપાલન અને શિસ્તપાલન કરવાનો આદેશ આપશે.
એક રાજકીય પક્ષ સત્તા ઉપર હોય ત્યારે જુદું આચરણ કરશે અને વિરોધ પક્ષમાં હોય ત્યારે જુદું આચરણ કરશે. આપણા બધા રાજકીય પક્ષો એકબીજાના હોદ્દેદારોના, કેટલીવાર રાજીનામાં માંગી ચૂક્યા હશે? વિરોધીની નાનકડી ભૂલ હોય તોય રાજીનામું માંગવાનું, પણ પોતાનું હિમાલય જેવડું કૌભાંડ પકડાય તોય સત્તાને ચીટકી રહેવાનું!
આપણી સરકારે નવી, ઉદાર અર્થનીતિ અપનાવી છે, જેને હવે સમાજવાદ સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી પછી આપણા બંધારણમાંનો ‘સમાજવાદ’ હજી અકબંધ છે. અને આપણી સરકાર પણ વારંવાર ‘સમાજવાદ’ની જય પોકારતી રહે છે. રશિયા જેવા સામ્યવાદના સ્થાપક દેશે દુનિયા આખી સાંભળે એમ પોકારીને કહ્યું કે, સામ્યવાદ નિષ્ફળ ગયો છે, આથી અમે પણ હવે મુક્ત અર્થતંત્રને માર્ગે જઈએ છીએ, પણ આપણો દંભ આપણને આવા કોઈ પણ નિખાલસ એકરારથી વંચિત રાખે છે.
દંભની બીજી મોટી ગંગોત્રી આપણા કહેવાતા ધર્મગુરુઓ અને ઈશ્વરના એજન્ટો વહાવે રાખે છે. આખી દુનિયા વિમાનમાં ફરીને અને દુનિયાના બીજા દેશોની આંજી નાખનારી પ્રગતિને નજરે જોયા પછી અને પશ્ચિમની ભૌતિકવાદી સુખ-સગવડનો ભરપેટ ઉપયોગ કરી લીધા પછી પણ તેઓ આપણી પ્રજા પાસે આપણી ભવ્ય પરંપરા, સંસ્કૃતિ અને આઘ્યાત્મિકતાનો સુકો રસથાળ પીરસતા રહે છે. ચારેબાજુથી શતઃમુખ વિનિપાત થયા પછી પણ આ લોકો પ્રજાને કહેશે કે આપણી આઘ્યાત્મિક પરંપરાઓ મહાન છે અને એથી જ વિદેશી ભોગવાદથી ત્રાસેલા લોકો માનસિક શાંતિ શોધવા આપણે ત્યાં આવે છે.!
એમને આપણે પૂછવું જોઈએ કે, ભારતથી પચીસ લાખ લોકો અમેરિકા જઇને કાયમ માટે વસવાટ કરતા કેમ થઇ ગયા? દેશમાં બેકારી અને ભૂખમરાથી દરરોજ સેંકડો લોકો મરતા હોય, એની સામે એ આંખમીંચામણાં કરશે અને ધાર્મિક તમાશાઓમાં કરોડો રૂપિયા વેડફી નાખવા માટે લોકોને પ્રેરશે. એ લોકો સ્વર્ગલોક અને પાતાળલોકની પરીકથાઓ કહેશે, પણ મૃત્યુલોકની વરવી વાસ્તવિકતાઓની ઉપેક્ષા જ કરશે. તેઓ તમને જાતજાતની લાલચો આપશે અને મોક્ષનો માર્ગ બતાવશે. તેઓ તમને અપરિગ્રહનો અને અનાસક્તિનો ઉપદેશ આપશે, પણ પોતે સતત અખબારો અને ટી.વી. પર ચમકતા રહેવાના કીમિયા કરતા રહેશે. ધર્મની છત્રછાયા હેઠળ બધાં પ્રકારનાં અનિષ્ટોનું પોષણ થતું રહે છે. સાચો ધર્મગુરુ દંભમુક્ત હોય અને દંભમુક્ત બનવાનું કહે, પણ અહીં તો ધર્મક્ષેત્ર જ દંભનું મેદાન બની ગયું છે.
આપણા દંભમૂલક સમાજમાં હવે પ્રામાણિક અને સાચા માણસો ખૂણે ખાંચરે બેઠા સમાજની ઉપેક્ષાનો બોજ સહીને બેઠા છે અને મંચ ઉપર જાણીતા ગુંડાઓ, દાણચારો અને ભ્રષ્ટાચારીઓને બોલાવીને એમને હારતોરા થાય છે એમના નામના રસ્તા થાય છે અને સ્મારકો થાય છે. અમદાવાદની એક ગેંગવોરમાં એક જુગારીની બીજા બૂટલેગરને હાથે હત્યા થઇ ત્યારે એના નામનો ચોક ઊભો કરવાનું સૂચન થયું હતું. સારું થયું કે એનો અમલ ન થયો.
આપણે ત્યાં લોકોની સેવા કરવાના ઘ્યેય સાથે એટલી બધી સંસ્થાઓ નીકળી પડી છે કે, જો એ સાચા અર્થમાં સેવા કરતી હોય તો આપણે ત્યાં કોઇ ભૂખ્યું ન રહે. પણ, સેવાના નામે પણ ડોળ કરીને, થોડા તમાશા જેવા કાર્યક્રમો યોજીને પ્રસિદ્ધિ મેળવવાની સ્પર્ધા ચાલી રહી છે. કેટલીક સંસ્થાઓ કોઇ બહેરા-મૂંગાને પાંચસો રૂપિયાનું શ્રવણ યંત્ર આપીને એના સમારંભ અને પ્રસિદ્ધિ પાછળ પાંચ લાખ રૂપિયા ખર્ચશે. થોડો દંભ કરવાથી ઝાઝી પ્રસિઘ્ધિ મળતી હોય તો એ સોદો શું ખોટો! પછી, સમારંભમાં વક્તાઓ જે બોલે એ સાંભળીએ એટલે આત્મપ્રતારણા અને દંભની પરાકાષ્ટા જોવા મળે. આવું બોલનારા કરતાં આટલી હદે દંભને ચલાવી લેનારા અને સાંભળનારા વઘુ દયનીય હોય છે.
આવા દંભ અને આડંબર પાછળ આપણે આપણી ઘણી ઊર્જા અને શક્તિ વેડફી નાખીએ છીએ. માત્ર કોઇનું ઘ્યાન ખેંચવા કે પ્રસિદ્ધિમાં આવવા માટે થતા તાસીરા હવે શરમજનક હદે વધી ગયા છે.
જે સંસ્થામાં દરરોજ બે-પાંચ ઝઘડા થતા હોય અને જ્યાં સતત ખટપટ અને ખેંચાખેંચી ચાલતી હોય, એના વડાઓ અને જુદાં જુદાં જૂથોના પ્રતિનિધિઓ જાહેરમાં એવાં ભાષણો કરશે કે સાંભળનાર તો એમ જ માને કે અહીં તો સ્વર્ગ ઊતરી આવ્યું છે. બોલવામાં, ઊંચી વાતો કરવામાં અને ઊંચાં વચનો આપવામાં આપણું શું જાય છે?
બુદ્ધિજીવી કે ભણેલો માણસ ચોખ્ખો કે પ્રમાણિક જ હોય એ માન્યતા ક્યારની યે ખતમ થઇ ગઇ. જે લોકો ઘરમાં સતત ધાર્મિક કથાઓનું આયોજન કરે છે અને વારતહેવારે જાતજાતનાં વ્રત અને ક્રિયાકાંડો કરે છે, એ જ લોકો ઓફિસમાં કામચોરી કરે, મોડા આવીને વહેલા જાય, નકામી વાતોમાં સમય બગાડે કે ખોટાં ભાડાં ભથ્થાં મેળવે, અને સંગઠનના દુરુપયોગ વડે સરકાર પાસે છાશવારે દાદાગીરીથી પગારવધારા મેળવે ત્યારે એમને એમાં કશું અધાર્મિક કે અનૈતિક લાગતું નથી. એમનું ચાલે તો સરકારની આખી તિજોરી એકલા જ ખાલી કરી નાખે. એ લોકો પોતાની માગણીના સમર્થનમાં એવી વિકૃત અને અસંગત દલીલો કરશે કે એમના બુદ્ધિજીવીપણા ઉપર તિરસ્કાર આવી જાય. ફિલસૂફીના ફીફાં ખાંડવા અને ક્રિયાશીલ બનવાનો સમય આવે ત્યારે રેતીમાં માથું નાખી દેવું એ આપણા બુદ્ધિજીવી વર્ગની ખાસિયત છે. બહાર શોષણ વિરુઘ્ધ જેહાદ કરનાર અને પગાર, ભથ્થાં તથા જાતજાતની રજાઓ મેળવ્યા કરનાર મઘ્યમવર્ગનો માણસ ઘરમાં નોકર કે કામવાળી એક દિવસ કામે ન આવે ત્યારે પગાર કાપી લે છે. નકલી ચહેરો લગાવીને ફરનારાઓનો કોઇપણ જોગમાં તોટો નથી.
લગ્નજીવનમાં બધાં જ પતિ-પત્ની જો સંપૂર્ણ સચ્ચાઇ અને સત્યને સહારે ચાલવા જાય તો કેટલાં લગ્નો ટકે એ પ્રશ્ન છે.
માણસ એ મનુષ્ય છે અને મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. કોઈ માણસ એમ કહે કે, ‘જંિદગીમાં મેં કોઈ ભૂલ જ કરી નથી.’ તો કાં એની વાતમાં વિશ્વાસ નહીં કરવો જોઈએ અને કાં તો એને માણસ નહીં ફરિશ્તો ગણવો જોઈએ. જીવનમાં નાની મોટી ભૂલો કરે એનું નામ જ માણસ. પણ એને એ ભૂલો કરવાની આઝાદી હોવી જોઈએ અને એ ભૂલોમાંથી શિખવાની એની તૈયારી હોવી જોઈએ. અલબત્ત ક્યારેક એક નાનકડી ભૂલ જીવનમાં મોટી કરુણતાનું નિમિત્ત બની રહે છે પણ આ વાત મહાન દંભીઓને લાગુ પડતી નથી દંભી માણસ ભૂલ સ્વીકારવામાં જ કંજૂસાઈ કરે છે. ભૂલ સ્વીકારે તો સુધરવાનો પ્રશ્ન આવે ને! દંભના મહા અખાડામાં આ લોકો રોજ મહા ઢોંગની કુસ્તી લડ્યા જ કરે છે. શરદબાબુની કૃતિનો નાયક ભૂલ કરીને પસ્તાય પણ એ અનિર્ણયાત્મકતા છે. દંભ નથી. માણસ અનિર્ણયાત્મક બને એ સમજી શકાય પણ દંભી બને એ બિલકુલ સમજી ન શકાય. માણસ ક્યારેક સાચો નિર્ણય ન લઈ શકે એ સમજી શકાય પણ સમજી વિચારીને દંભ કરે એ સમજી ન શકાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 

 

 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved