Last Update : 13-December-2012, Thursday

 

હાઇ કોર્ટ સમક્ષ રજૂ થયેલા અહેવાલમાં ઘટસ્ફોટ
નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

એક મહિલા તો વસ્તીગૃહમાં જ ગર્ભવતી થઇ હતી

મુંબઇ, તા.૧૨
માનખુર્દનાં નવજીવન મહિલા વસ્તીગૃહનાં રખેવાળો અહીંની મહિલાઓને રાત્રે અનેકવાર બહાર લઇ જતા હોવાનું મુંબઇ હાઇ કોર્ટે નિયુક્ત કરેલી કમિટીએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા તેના બીજા અહેવાલમાં જણાવ્યું હતું.
સુપરીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડૉ. રશ્મિ કરંદીકર અને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટીએ તેમના રિપોર્ટમાં પુનવર્સનની નવી નિતીઓ તથા સર્જનાત્મક પ્રવૃત્તિની જરૃર હોવાનું સુચન કર્યું છે, અને તે માટે એક સ્વતંત્ર કમિટી વસ્તીગૃહ પર બે વર્ષ સુધી દેખરેખ રાખે તેવી જરૃર છે એમ જણાવ્યું હતું.
આ કમિટીએ તેનો પ્રથમ અહેવાલ ૨૬ નવેમ્બરનાં રોજ રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે નવજીવન વસ્તીગૃહની મહિલાઓને સતત ધમકીઓ અપાતી હતી ઉપરાંત તેમને દયાજનક હાલતમાં રાખવામાં આવતી હતી. તે સિવાય તેમને આરોગ્યપ્રદ ભોજન જેવી પ્રાથમિક જરૃરિયાત પણ પૂરી પાડવામાં આવતી ન હતી. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે એક મહિલા તો વસ્તીગૃહમાં હતી ત્યારે જ ગર્ભવતી થઇ ગઇ હતી.
પ્રથમ રિપોર્ટ બાદ ચીફ જસ્ટિસ મોહિત શાહ અને જસ્ટિસ એન એમ જમાદારે પોલીસને એફઆઇઆઇ નોંધવાનો ઉપરાંત આ મહિલાઓના નિવેદન નોંધવાનો આદેશ આપ્યો હતો.
નવજીવન વસ્તીગૃહમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ પણ પ્રકાશમાં આવી હતી. જેમાં અહીંના રખેવાળો રાત્રે મહિલાઓને બહાર લઇ જતા હોવાનું તથા વહેલી સવારે પરત લાવતા હોવાનું બહાર આવ્યું હતું.
અહેવાલમાં આ મહિલાઓને ફોન કરવા સ્ટાફને પૈસા ચુકવવા પડતા હતા. પૈસા લેનારાઓમાં મિસ મ્હસ્કે, મિસ બાંગડે, મિસ તોરે અને મિસ સોંડેનો સમાવેશ થાય છે. મહિલાઓ પાસે પૈસા ન હોય તો તેમના દાગીના લઇ લેવામાં આવતા હતા. એક સુપરીન્ટેન્ડન્ટ નીરૃ શર્માએ એક મહિલાને ફોન કરવા બદલ તેની પાસેથી નાના ઘરેણા કથિપણે લીધા હોવાનું કહેવાય છે, એમ રિપોર્ટમાં જણાવાયું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved