Last Update : 13-December-2012, Thursday

 

ગુજરાતની ચૂંટણી સમયે મતોનું રાજકારણ

રૃબરૃ મળી ચર્ચા કરવા સમય ફાળવવા મોદીએ વિનંતી કરી

સરક્રિક અંગે પાકિસ્તાન સાથે ચર્ચા બંધ કરો ઃ નરેન્દ્ર મોદી

મોદીનો આક્ષેપ ઃ ૧૫ ડિસેમ્બર સુધી સરક્રિક પાકિસ્તાનને મેળવવાનો નિર્ણય થઇ જશે
અમદાવાદ, તા.૧૨
આવતીકાલે તા. ૧૩ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર ઉપર દેશના સંવેદનશીલ કચ્છની સરહદે આવેલો વિસ્તાર સરક્રીક પાકિસ્તાનને આપી દેવાની ગુપ્ત સમજૂતી અંગે આક્ષેપ કર્યો છે. આ અંગે તેમણે વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને પત્રની નકલ મિડિયાને આપી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને આ મુદ્દે ચર્ચા કરવા સમય ફાળવવા વિનંતી કરી છે.
તેમણે વડાપ્રધાન પરના પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં મેં જ્યારે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાઓનો પ્રવાસ કર્યો ત્યારે ત્યાંની જનતામાં પણ સરક્રીક પાકિસ્તાનને સોંપી દેવાની ભારત સરકારની છૂપી હિલચાલનો અણસાર આ સ્થાનિક જનતાને આવી જતા ગુજરાતની સલામતી અને સુરક્ષા અંગેનો ડર તેમનામાં જોવા મળ્યો હતો.
તેમણે જણાવ્યું છે કે સરક્રીક એ કચ્છની સરહદે આવેલો પ્રદેશ છે. સો વર્ષ પહેલા કચ્છ અને સિન્ધ (પાકિસ્તાન)ના તત્કાલીન રાજવીઓ વચ્ચે સમજૂતી થયેલી એટલું જ નહીં બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સનની અધ્યક્ષતામાં રચાયેલી ટ્રિબ્યુનલે આ સરક્રીકના ૯ હજાર ચોરસ કિ.મી. વિસ્તારમાંથી માત્ર ૧૦ ટકા ઉપર જ પાકિસ્તાનનો હક્ક છે એવું દર્શાવેલું. જો સરક્રીક પાકિસ્તાનને સોંપી દેવાય તો ગુજરાત સાથેની પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સંપૂર્ણ ખૂલ્લી થઇ જશે.
તેમણે જણાવ્યું છે કે મને એવી પણ માહિતી મળી છે કે તાજેતરમાં પાકિસ્તાને તેની આર્મી, નેવી અને એરફોર્સ સેનાઓની સંયુક્ત સરકારી કવાયત રૃપે ગુપ્ત E.CODE સાથે સી-સ્પાર્ક-૧૨નું એક મહિના સુધી સરક્રીકની નજીકમાં ઓપરેશન કર્યું હતું.
સરક્રીક પાકિસ્તાનને સોંપાય તો ભારતના દરિયાકાંઠાના એક્સક્લુઝીવ ઈકોનોમિક ઝોન ઉપર પણ પાકિસ્તાનના નિયંત્રણની મજબૂત પક્કડ આવી જાય. પરિણામે કચ્છ-સૌરાષ્ટ્રના સાગરખેડુ-માછીમારો ઉપર પાકિસ્તાન તરફથી કાયમી આફતનો ભય ઝળુંબતો રહેશે. ગુજરાતના દરિયાકાંઠાના બંદરો અને રિફાઇનરીઓ જેવા મુખ્ય મહત્વના ઉદ્યોગમાળખાઓ અને દરિયાઇ સુરક્ષાના માળખાઓ ઉપર ગંભીર પડકારો ઊભા થશે.
તેમણે જણાવ્યું છે કે પાકિસ્તાનને સરક્રીક સોંપી દેવાનું ભારત સરકારનું પગલું ભારતની સલામતીના વ્યુહાત્મક રાષ્ટ્રીય હિત માટે ઘાતક પુરવાર થશે.
મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું છે કે અત્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલતી હોવા છતાં આજે જ આ ગંભીર મુદ્દે આપનું ધ્યાન દોરવું પડયું છે. મારા ધ્યાનમાં આવ્યું છે કે તા. ૧૫ ડિસેમ્બર સુધીમાં સરક્રીક પ્રદેશ પાકિસ્તાનને સોંપી દેવાના મુદ્દે ભારત સરકાર નિર્ણય લઇ લેવાની છે. આચારસંહિતાના પાલન માટે હું મુખ્યમંત્રી તરીકે નહીં, પણ ગુજરાતના જાગૃત નાગરિક તરીકે આપને આ પત્ર લખી રહ્યો છું.
ગુજરાતની ચૂંટણી સંપન્ન થયા પછી હું આપની વ્યક્તિગત મુલાકાત લઇને રાષ્ટ્રીય કક્ષાના મુદ્દા પર ચર્ચા કરવા ઈચ્છું છું અને તે માટે આપનો સમય ફાળવવા વિનંતી કરૃં છું.

સરક્રિક અંગે વાજપેયીએ ચર્ચા શરૃ કરી હતી ઃ મનમોહનસિંહ

સરક્રિકનો મુદ્દો ચૂંટણી સમયે એકાએક ઉછાળનારા મોદીની હરકત તોફાની ગણાવાઈ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૨
વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના કાર્યાલયે કચ્છની સરક્રીક પાકિસ્તાનને 'સોંપવાની હિલચાલ' અંગે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા દાવાને ધરાર નકારી કાઢી તેને 'શરારતી' ગણાવ્યો છે, સાથોસાથ ચૂંટણી સમયે આ મુદ્દો ઉછાળવા અંગે પ્રશ્નાર્થ કર્યો છે.
મોદીએ ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ વડાપ્રધાનને પત્ર લખી એવો મુદ્દો ઉછાળ્યો છે કે, ગુજરાતમાં પડતી સરક્રીકનો હિસ્સો જે પાકિસ્તાનને સોંપવાની હિલચાલ થઈ છે તે રોકવામાં આવે.
વડાપ્રધાન કચેરીએ મોદીના મુદ્દાનો આકરો જવાબ આપતા જણાવ્યું છે કે, સરક્રીક પાકિસ્તાનને સોંપવાની બાબત એનડીએ સરકારના વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ ૧૯૯૮માં લાહોર ગયા ત્યારે થઈ હતી, અત્યારે આવી કોઈ વાટાઘાટો પાકિસ્તાન સાથે ચાલતી નથી.
ગુજરાતના મુખ્યપ્રધાને કોઈ પણ પ્રકારના સત્ય તથ્યો મેળવ્યા વિના આડેધડ નિવેદન કર્યાનું ઉલ્લેખી વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે, મોદીના પત્રની વિગતો અને ચૂંટણી સમયે જાહેરમાં આ મુદ્દો ઉછાળવાની બાબત ઘણા પ્રશ્નો ઉભા કરે છે તથા મુદ્દાના હેતુ વિશ સંશય પેદા કરે છે.
સૌરાષ્ટ્રમાં ચૂંટણીના એક દિવસ પહેલા મુખ્યપ્રધાન મોદી દ્વારા પોતાની મેળે આ રીતે પત્ર લખવો અને તેની વિગતો જાહેરમાં મૂકવી તે ઘટના જ 'શરારતી' કૃત્ય છે.

 

ચૂંટણીટાણે મોદીનો મુદ્દો હાસ્યાસ્પદ
સરક્રિક પાક.ને આપવાની કોઇ વાત જ નથી ઃ ચિદમ્બરમ્
આવું કંઈ હોઇ શકે જ નહીં સરક્રિક ભારતનો જ ભાગ છે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, તા.૧૨
કેન્દ્રિય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કચ્છ સરહદે સરક્રીકનો હિસ્સો પાકિસ્તાનને સોંપવા માટે ચાલતી ગુપ્ત વાટાઘાટ રોકવા બાબતે મુખ્યપ્રધાન મોદી દ્વારા વડાપ્રધાનને લખાયેલા પત્રની વિગતોને તદ્દન હાસ્યાસ્પદ ગણાવી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ચિદમ્બરમને મોદીએ લખેલા પત્ર વિશે પૂછતાં તેમણે હાસ્ય સાથે પ્રશ્ન કર્યો હતો કે, સરક્રીક પાકિસ્તાનને સોંપવાની બાબત વિચારી પણ શકાય ખરી ? આવું કશું હોઈ શકે નહીં.
સરક્રીક ભારતનો જ ભાગ છે અને રહેશે. ખરેખર તો આ નવી બાબત તો હું પહેલીવાર સાંભળી રહ્યો છું.
ચિદમ્બરમની પત્રકાર પરિષદ થોડીક ક્ષણ વીજળી ડૂલ થઈ ગઈ હતી ત્યારે તક ઝડપી ચિદમ્બરમે એવી પણ મજાક કરી હતી કે, 'અહીં તો ૨૪ કલાક વીજળી અપાતી હોવાનો દાવો થાય છે ને !'

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved