Last Update : 13-December-2012, Thursday

 

ભારત રત્ન સહિતના પુરસ્કારોથી નવાજાયેલા
મહાન સિતાર વાદક પંડિત રવિશંકરનું અમેરિકામાં અવસાન

ભારતીય સંગીતને વિશ્વ ફલક પર લઇ જનારા રવિશંકરે અનેક ફિલ્મોમાં પણ સંગીત આપેલું

(પી.ટી.આઈ.) વોશિંગ્ટન, તા. ૧૨
મહાન સિતારવાદક અને સંગીતકાર પંડિત રવિશંકરનું આજે અમેરિકાના સાન ડિએગોમાં વહેલી સવારે અવસાન થયું છે. ભારતીય સંગીતને વિશ્વ ફલકમાં આગવું સ્થાન અપાવનારા રવિશંકર ઘણા સમયથી બીમાર હતાં. ૯૨ વર્ષીય પંડિતજીનાં હાર્ટ વાલ્વનું કેલિફોર્નિયાની હોસ્પિટલમાં ગયા સપ્તાહે જ ઓપરેશન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ૧૯૯૯માં તેમને દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતાં. રવિશંકરે હિન્દી ઉપરાંત અંગ્રેજી અને બંગાળી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું.
રવિશંકરના પત્ની સુકન્યા અને પુત્રી અનુષ્કાએ જણાવ્યું હતું કે પતિ અને પિતા પંડિત રવિશંકર હવે આપણી વચ્ચે નથી રહ્યા. રવિશંકર ભારત અને અમેરિકામાં રહેતા હતાં. તેઓ પત્ની સુકન્યા, પુત્રીઓ નોરા જોન્સ, અનુષ્કા શંકર, જમાઇ જોય રાઇટ અને પૌત્ર-પૌત્રીઓ પાછળ છોડતા ગયા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હતાં અને ગયા સપ્તાહે જ તેમના પર શસ્ત્રક્રિયા કરાઇ હતી. આ ઓપરેશનથી તબિયત સુધરી જવાની શકયતા હતી પણ શસ્ત્રક્રિયાને તેમનું શરીર સ્વીકારી ન શકતાં તબિયત લથડી હતી. તબીબોના તમામ પ્રયત્નો છતાં તેઓ બચી શકયા નહોતા.
ત્રણ વખત ગ્રેમી એવોર્ડ જીતેલા શંકરે છેલ્લે ચોથી નવેમ્બરના રોજ કેલિફોર્નિયામાં પુત્રી અનુષ્કા સાથે કાર્યક્રમ આપ્યો હતો. પંડિતજી તેમના આલ્બમ 'ધ લિવિંગ રૃમ સેશન્સ પાર્ટ-૧' માટે ૨૦૧૩ ના ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયા હતાં. આ જ કેટેગરીમાં તેમની સામે પુત્રી અનુષ્કા પણ હરિફાઇમાં હતી.
રવિશંકરે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ અનુરાધા ઉપરાંત મીરા, ગોદાન, ધરતી કે લાલ, નીચા નગર સહિતની હિન્દી ફિલ્મો તેમજ સત્યજીત રેની બંગાળી ફિલ્મ પાથેર પાંચાલીમાં સંગીત આપ્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાની અંગ્રેજી ફિલ્મ ગાંધી, ચાર્લી અને અપુ ટ્રિલોજીમાં પણ સંગીત આપ્યું હતું.
સાતમી એપ્રિલ, ૧૯૨૦ના રોજ વારાણસીમાં બંગાળી બ્રાહ્મણ પરિવારમાં રવિન્દ્ર શંકર તરીકે જન્મેલા આ સિતારવાદકને ચાર ભાઈઓ હતાં. તેમના પિતા બોપર, નવિચિંક, લેખક અને ઝાલાવાડના મહારાજાના પૂર્વ પ્રધાન હતાં. ૧૯૩૦માં તેમના ભાઈ ઉદય શંકર પરિવારને પેરિસ લઇ ગયા અને ત્યાર પછીના આઠ વર્ષ શંકર ભાઇ સાથે વિશ્વભરમાં ભારતીય શાસ્ત્રીય લોક સંગીતના પ્રચાર માટે ફર્યા.
મેગ્સેસે એવોર્ડ વિજેતા પંડિત રવિશંકરને ૧૯૮૬માં રાજય સભાના સભ્ય તરીકે નોમિનેટ કરાયા હતા. દરમિયાન પંડિત રવિશંકરના અવસાન અંગે વડાપ્રધાન મનમોહન સિંહે ઊંડા શોકની લાગણી વ્યકત કરી છે. તેમણે કહ્યું હતું કે તેઓ ભારતના સૌથી પ્રભાવી સાંસ્કૃતિક દૂત હતાં અને તેમના નિધનથી ભારતીય સંગીતના એક પુત્રનો અંત આવ્યો છે.
રવિશંકરને શ્રધ્ધાંજલિ આપનારા અન્ય મહાનુભાવોમાં લોકસભા અધ્યક્ષ મીરા કુમાર, પંડિત વિશ્વમોહન ભટ્ટ, સંતૂર વાદક શિવકુમાર શર્મા, વાંસળી વાદક હરિપ્રસાદ ચૌરસીયા, પંડિત બિરજુ મહારાજ ઉપરાંત બોલિવૂડના કલાકારો અને સંગીતકારોનો પણ સમાવેશ થાય છે.

ગ્રેમી એવોર્ડની રેસમાં રવિશંકર અને પુત્રી અનુષ્કા સામસામે હતા
(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન, તા. ૧૨
* સાતમી એપ્રિલ, ૧૯૨૦ના રોજ વારાણસી ખાતે બંગાળી બ્રાહ્મણ પરિવારમાં જન્મ.
* ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજાયા
* ત્રણ વખત ગ્રેમી એવોર્ડ જીતેલા અને ૨૦૧૩ના ગ્રેમી એવોર્ડ માટે રવિશંકર અને પુત્રી અનુષ્કા સામસામે હતા.
* છેલ્લે ચોથી નવેમ્બરના રોજ કેલિફોર્નિયાના લોંગ બીચ પર પુત્રી અનુષ્કા સાથે કાર્યક્રમ આપ્યો.
* શંકરે ભારત, કેનેડા, યુરોપ અને અમેરિકામાં ફિલ્મોમાં સંગીત આપેલું.
* રવિશંકરના સંગીતથી મઢાયેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં ગાંધી, ચાર્લી અને અપુ ટ્રિલોજીનો સમાવેશ. અનેક હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું.
* ૧૯૬૮માં રાજ્યસભામાં નોમિનેટ થયા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved