Last Update : 13-December-2012, Thursday

 

ગૃહની કામગીરી સતત ખોરવાતાં માયાવતી ધૂંઆપૂંઆ
રાજ્યસભાના અધ્યક્ષ અન્સારીને હાજર રહેવા માયાવતીનું ફરમાન

સરકારને પણ ચેતવણી ઃ માયાવતીની વર્તણૂંકથી નારાજ ઉપરાષ્ટ્રપતિને મનાવવા કમલનાથ- જેટલીના પ્રયાસો

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૨
સરકારી નોકરીમાં એસસી/એસટી પ્રમોશન માટે અનામત અંગેના બિલને પસાર કરવાના મુદે તલપાપડ બનેલાં બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રિમો માયાવતીએ વારંવાર રાજ્યસભા ખોરવવાના મુદે ચેરમેન હામિદ અંસારી પર ગૃહમાં હાજર ન રહેવા અંગે બળાપો કાઢી તેમની ટીકા કરી નાખી હતી. આજે બન્ને ગૃહો મોકૂફ રહ્યા હતા. રાજ્યસભા સતત ત્રીજા દિવસે મોકૂફ રહેતા અકળાયેલાં માયાવતીએ સરકાર ગંભીર નહિ હોવાનો આક્ષેપ કરતાં 'કડક' વલણ અપનાવવાની ચીમકી આપી હતી. માયાવતીના પ્રહારોથી હતપ્રભ બનેલાં અંસારીએ આવી પરિસ્થિતિમાં કામ કરવાનું મુશ્કેલ હોવાનું કહ્યું હતું. જોકે સરકારે તેમને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
જ્યારે તેમના સાંસદોએ કોલ બ્લોક ફાળવણીના મામલે ખુલાસો માગીને લોકસભાને ખોરવી હતી. કોઇ સભ્ય દ્વારા રાજ્યસભાના અધ્યક્ષને નિશાન બનાવીને પહેલી વખત નિવેદનો કરવામાં આવ્યા હતા. જોકે સાંજે તેમણે કરેલાં નિવેદનોને દૂર કરવામાં આવ્યા હતા.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને કાપડ પ્રધાન આનંદ શર્મા સવાલોનો જવાબ આપી રહ્યા હતા ત્યારે માયાવતીએ બળાપો કાઢ્યો હતો. તેઓ પોતાના પાર્ટીના સભ્યો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને સીટ પર બેસે તે પહેલાં તેમનો રોષ ઠાલવવાનો શરૃ કરી દીધો હતો.
ચેરમેને તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ચુપ રહ્યા ન હતા અને પોતાની વાત ચાલુ રાખી હતી. તેમણે કહ્યું હતું કે 'હું કંઇપણ સાંભળવા તૈયાર નથી. તમારે ગૃહ ચલાવવા દેવા માટે પગલાં લેવા જોઇએ. આ ક્યાં પ્રકારનું ગૃહ છે.'
પોતાના પર અચાનક આવા પ્રહારથી હેબતાઇ ગયેલાં અંસારીએ કહ્યું હતું કે ગૃહની કામગીરી અવરોધપૂર્વક અને શાંતિપૂર્વક ચાલે તે જવાબદારી ગૃહના દરેક સભ્યોની છે. તમે એક સીનિયર નેતા છે. ગૃહ દરેકના સહકારથી ચાલે છે. મહેરબાની કરીને તમે ગૃહને ચાલવા દો.
જોકે તેઓ આનાથી ચુપ રહ્યા ન હતા અને પછી સાથીઓ સાથે સુત્રોચ્ચાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે 'દલિત વિરોધી યે સરકાર નહિ ચલેગી.' પછી અંસારીએ ગૃહને મોકૂફ રાખી દીધું હતું. સંસદીય પરંપરા મુજબ કોઇ સભ્ય ગૃહને ચલાવવા અંગે અધ્યક્ષ પર સવાલ ઉઠાવતો નથી. ગૃહ ફરી મળ્યું પછી બીએસપીના સભ્યો ધસી આવ્યા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા.
લોકસભામાં ગૃહ આશરે ૪૫ મિનિટ સામાન્ય રહ્યું હતું. પછી બીએસપીના સભ્યોએ કોલ બ્લૉક ફાળવણીના મામલે વિગતો આપવાની માગણી કરી શોરબકોર કરી હતી અને સુત્રોચ્ચાર શરૃ કર્યા હતા. બીએસપીના નેતા દારા સિંહ ચૌહાણ પોતાની સીટ પરથી ઊભા થયા હતા અને આ અંગે સ્પષ્ટતાની માગ કરી હતી. આ અંગે તેમણે હોબાળો મચાવતાં પરિસ્થિતિ બગડતા ગૃહ મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
માયાવતીના પ્રહારોથી હતપ્રભ બનેલાં અંસારીએ સાંજે રૃલ્સ કમિટીની એક બેઠક બોલાવી હતી. તેમણે પ્રશ્નકાળનો સમય બદલવાનો અથવા તેને સંપૂર્ણપણે રદ કરી દેવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. અંસારીએ રાજકીય પક્ષોને આવી પરિસ્થિતિમાં કામ કરવાનું મુશ્કેલ હોવાનું કહ્યું હતું.
સંસદીય બાબતોના પ્રધાન કમલ નાથ, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરૃણ જેટલી અને વિરોધ પક્ષના અન્ય નેતાઓની હાજરીમાં અંસારીએ પોતાનો બળાપો ઠાલ્યો હતો. પછી કમલનાથે માયાવતી સાથે અલગ ચર્ચા કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મનમોહન સિંહે અંસારીને બોલાવ્યા હતા અને સમજાવીને રાજ્યસભાની હિલચાલ અંગે વાત કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved