Last Update : 13-December-2012, Thursday

 

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ જિલ્લાના ૮૪૬ ઉમેદવારોનું ભાવિ કેદ થશે
ગુજરાતમાં ૮૭ બેઠકની ચૂંટણીના શ્રીગણેશ

૮ પ્રધાનો, ત્રણ મુખ્ય હરીફ પાર્ટીના પ્રદેશપ્રમુખો, તથા ત્રણ વર્તમાન સાંસદોના નસીબ આ ચૂંટણીમાં દાવ ઉપર

સૌરાષ્ટ્રની ૪૮, દક્ષિણ ગુજરાતની ૩૫ અને અમદાવાદ જિલ્લાની ચાર બેઠકો પર આજે મતદાન
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, તા.૧૨
ગુજરાતમાં આવતીકાલ ગુરૃવારે વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે, જેમાં સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતની કુલ ૮૭ બેઠકો માટે ૨૧૨૬૧ મતદાન કેન્દ્રો ઉપર સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં કુલ ૮૪૬ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે અને ૯૫,૭૫,૨૮૦ પુરુષ તથા ૮૬,૦૨,૫૫૫ સ્ત્રી મળીને કુલ ૧,૮૧,૭૭,૯૫૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નોંધપાત્ર એ છે કે, આ પ્રથમ તબક્કામાં વર્તમાન સરકારના ૮ પ્રધાનો, ત્રણે પ્રમુખ પ્રતિસ્પર્ધી પાર્ટી ભાજપ, કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખો - રણછોડ ફળદુ, અર્જુન મોઢવાડિયા તથા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ તેમ જ વર્તમાન વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ તથા ત્રણ કોંગી સાંસદોના નસીબ આ ચૂંટણીમાં દાવ ઉપર લાગેલા છે. ચૂંટણી પંચે શાંતિપૂર્ણ અને યોગ્ય રીતે ચૂંટણી યોજવા જડબેસલાક તંત્ર ગોઠવ્યું છે.
સૌરાષ્ટ્રની ૪૮ બેઠકો માટે મતદાનની ઘડી આવી પહોંચી છે. નવા સીમાંકન, નવા રાજકીય અને જ્ઞાાતિવાદી સમીકરણો વચ્ચે રાષ્ટ્રિય ફલક ઉપર દુરોગામી અસર પાડનારી આ ચૂંટણીમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં મતદારોનો આંક એક કરોડથી વધુનો થયો છે. વિક્રમી સંખ્યામાં ૫૧૪ ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. જેમાં મુક્ત અને ન્યાયી પ્રક્રિયા માટે ૬૫ હજારથી વધુ જવાનોને ખડેપગે રખાયા છે.
પ્રથમ વખત સૌરાષ્ટ્રના મતદારો ત્રિપાંખિયો જંગ નિહાળી રહ્યા છે. કેશુભાઇ વિરોધમાં હોય તેવી ભાજપની આ પ્રથમ ચૂંટણી છે, જેમાં એક તરફ પાટીદાર સમાજના માનસનો અંદાજ હજુ અકળ છે, સૌરાષ્ટ્રની ૪૮માંથી ૩૦ બેઠકો ઉપર પટેલો નિર્ણાયક પરિબળ છે જેમાં ભાજપ અને કોંગ્રેસે અનુક્રમે ૨૦ અને ૧૭ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જયારે ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી ૨૧ પાટીદારો લડી રહ્યા છે.
કોંગ્રેસે આ વખતે તેના ત્રણ સાંસદોને વિધાનસભાના ચૂંટણી જંગમાં ઉતારી રણટંકાર કર્યો છે, તો ભાજપે મોટાભાગે રિપીટ થીયરી અપનાવી છે. આવતીકાલે ૪૮ બેઠકો માટે ૧૧૪૪૪ મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે ૫૫થી ૬૫ ટકા મતદાન થાય છે. મતદાન જાગૃતિ માટે જોરદાર ઝુંબેશ વચ્ચે આવતીકાલે મતદારો કેવું વલણ દર્શાવશે તે જોવાનું રહ્યું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે પ્રથમ તબક્કાના મતદાનમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતની કુલ ૨૮ બેઠક પરના ૨૩૭ ઉમેદવારોનું ભાવી આવતીકાલે ઇવીએમમાં સીલ થશે. સુરતની ૧૬ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩૪.૨૫ લાખ મતદારો નોંધાયેલા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં કુલ ૫૪ લાખ જેટલા મતદારો નોંધાયેલા છે.
સુરત જિલ્લા વિધાનસભાની કુલ ૧૬ બેઠકોની આવતીકાલ ગુરૃવારે ૩૭૭૦ મતદાન મથકો પરથી ચૂંટણી યોજાશે. જેમાં કોંગ્રેસ, ભાજપ અને અન્ય પક્ષો તેમજ અપક્ષો મળી કુલ ૧૫૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો રસાકસીભર્યો જંગ ખેલાશે. કેટલીક બેઠકો પર કોંગ્રેસ-ભાજપ વચ્ચે તો, કેટલીક બેઠકો પર ત્રિપાંખીયો જંગ ખેલાશે. જો કે, મોડી સાંજ સુધી કુલ ૩૪.૨૫ લાક મતદારો મતાધિકારનો ઉપયોગ કરી ઇવીએમની સ્વીચ દબાવી ઉમેદવારોનું ભાવિ ઘડી કાઢશે.
તાપી જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા ચૂંટણીની બે બેઠકો નિઝર અને વ્યારાના કુલ ૧૯ ઉમેદવારો માટે ૪.૨૦ લાખ મતદારો ૫૫૯ બુથ પર આજે મતદાન કરશે. નિઝર બેઠકના નવ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા ઉચ્છલ, નિઝર અને સોનગઢ તાલુકાના કુલ ૨,૩૦,૦૦૪ મતદારો મતદાન કરશે. જ્યારે વ્યારા બેઠકના ૧૦ ઉમેદવારો માટે વ્યારા નગર અને તાલુકાના કુલ ૧,૯૦,૮૪૬ મતદારો મતદાન કરશે.
વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે કુલ ૧૨૫૫ મતદાન કેન્દ્રો ઉપર ૭૧૪૭ કર્મચારીઓ કામગીરી માટે જોતરાશે. જીલ્લાના કુલ ૧૨૫પ પૈકી ૪૪૪ મતદાન મથકોને સંવેદન અને અતિ સંવેદન શીલ જાહેર કરાયા છે. જીલ્લાના કુલ ૧૦.૪૩ લાખ મતદારો ભાજપ-કોંગ્રેસ, જીપીપી સહિત કુલ ૩૭ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ કરશે.
નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોની આવતીકાલે ચૂંટણી યોજાશે. શાંતિપૂર્ણ ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં સારી રીતે ચૂંટણી પુરી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ ચૂંટણીમાં કુલ ૯.૦૮ લાખ મતદારો ૧૦૮૭ મતદાન મથકો પરથી પોતાનો અમૂલ્ય મત આપી ૨૪ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. પેરા મીલીટરી ફોર્સની ૨૯ કંપનીની મદદથી પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે.
ડાંગ જિલ્લામાં નવા સીમાંકન મુજબ ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા બેઠકની રચના થઇ છે. કુલ ૩૧૧ ગામોમાં ૩૨૦ મતદાન મથકો ઉપર ચૂંટણી સ્ટાફ તૈનાત કરાયો છે. ડાંગ જિલ્લો કુલ ૨,૨૬,૬૭૯ની વસ્તી ધરાવે છે. જે પૈકી કુલ મતદારો ૧,૪૪,૩૮૨માંથી પુરૃષ મતદારો ૭૨,૭૧૩ અને સ્ત્રી મતદારો ૭૧,૬૬૯ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીમાં કુલ ૭ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
ભરૃચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે આવતીકાલ તા. ૧૩ ને ગુરૃવારે ચૂંટણી યોજાશે જેમાં કુલ ૯,૮૬,૭૫૨ મતદારો ભરૃચ જિલ્લાની ભરૃચ, વાગરા, જંબુસર, અંકલેશ્વર અને ઝઘડિયા વિધાનસભાની બેઠકોની ચૂંટણી આવતીકાલે તા. ૧૩ ના ગુરૃવારે યોજવામાં આવી છે. ભરૃચ જિલ્લામાં કુલ ૯,૮૬,૭૫૨ મતદારો છે.
રાજપીપલા વિધાનસભા બેઠક માટે આજે ૧૩ ડિસેમ્બરે રાજપીપળા અને દેડીયાપાડા બેઠક પર મતદાન થશે તેની મતદાન પ્રક્રીયા માટે ચૂંટણી તંત્ર વ્યસ્ત બની ગયેલ છે.
નર્મદા જીલ્લાની ૨ વિધાનસભા બેઠકો માટે કુલ ૩ લાખ ૭૩ હજાર ૬૮૯ મતદારો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદારો માટે બંને બેઠકો માટે ૫૬૦ મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે જેમાં રાજપીપળા બેઠક માટે ૨૮૭ તથા દેડિયાપાડા માટે ૨૧૩ મતદાન મથકો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved