w

Last Update : 13-December-2012, Thursday

 

શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા

તેની ફિલ્મ સામે અજય દેવગણની ફિલ્મ રિલિઝ કરવાને કારણે અભિનેતા નારાજ

મુંબઈ, તા.૧૨
શાહરૃખ ખાન અને અજય દેવગણ વચ્ચે તેમની ફિલ્મોની રિલિઝને કારણે થયેલું યુદ્ધ હવે પૂરું થઈ ગયું હોવાનું લાગતું હોય તો એ તમારો ભ્રમ છે. ઊલટાનું આ બન્ને વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે તીવ્ર બનતું જાય છે.
આ વખતે શાહરૃખે ઇરોઝ ઇન્ટરનેશનલના સુનીલ અને કિશોર લુલ્લા સાથે સંબંધ તોડી નાખવાનું નક્કી કર્યું છે. અજયની ફિલ્મ 'સન ઓફ સરદાર'ને તેની ફિલ્મ 'જબ તક હૈ જાન' સાથે તેમણે રિલિઝ કરી હોવાથી શાહરૃખ નારાજ છે. આ કારણે હવે તેણે તેની ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ' માટે યુટીવીનો સાથ પસંદ કર્યો છે અને 'હેપ્પી ન્યૂ યર' માટે તે રિલાયન્સ સાથે વાતચીત કરી રહ્યો છે.
શાહરૃખ અને ઇરોઝે 'રા-વન' અને 'ઓમ શાંતિ ઓમ'માં સાથે કામ કર્યું હતું. અને લુલ્લા બંધુઓ સાથે પણ શાહરૃખના સારા સંબંધો હતા.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, '''રા-વન' એ ઇરોઝની અપેક્ષા કરતા ઓછો વકરો કર્યો હોવાને કારણે તેમજ ડિસ્ટ્રીબ્યુટરોએ લંડનમાં અજય સાથે 'સન ઑફ સરદાર'ની ડીલ સાઈન કરી ત્યારથી જ આ બન્ને વચ્ચે અસંતોષના બીજ રોપાવાની શરૃઆત થઈ ગઈ હતી.''
''યશ ચોપરાની દિગ્દર્શક તરીકેની છેલ્લી ફિલ્મ વિરુદ્ધ ઇરોઝ અને દેવગણ આટલા આક્રમક બન્યા નહોત તો શાહરૃખ વાત આગળ વધારત નહીં કમ્પિટિશન કમિશન સામે તેમણે ફરિયાદ નોંધાવ્યા પછી શાહરૃખની સહન શક્તિનો અંત આવી ગયો હતો,'' એમ સૂત્રે ઉમેર્યું હતું.
ઇરોઝની નજીકના એક સૂત્રે આ બાબતે કંઈક અલગ કહ્યું હતું, ''અજયે તેની ફિલ્મ કિશોર લુલ્લાને સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી ત્યારે વધુ રસ પડયો ન હોવા છતાં તેઓ અજયને ના પાડી શક્યા નહોતા. અજય અને લુલ્લાનો સંબંધ ઘણો જૂનો છે. આ બન્નેએ 'ઓમકારા' અને 'યુ મી ઔર હમ'માં અજયના ખાસ વિશ્વાસુ કુમાર મંગત સાથે કામ કર્યું હતું. 'રા-વન'ને મળેલા ઠંડા આવકાર પછી શાહરૃખ અને લુલ્લા વચ્ચેના સંબંધોમાં ઓટ આવ્યા પછી જ તેમણે દેવગણ સાથે કામ કર્યું હતું,'' એમ સૂત્રે કહ્યું હતું.
'સન ઓફ સરદાર'માં કેમિયો ભજવનારા સલમાન ખાનની આ ફિલ્મ દ્વારા ઇરોઝ કેમ્પમાં વાપસી થઈ છે. 'વીર' દરમિયાન ઇરોઝ અને સલમાન વચ્ચેનો ઝઘડો કોર્ટ સુધી પહોંચી ગયો હતો.
''કમ્પિટિશન કમિશન સાથે જવાનો નિર્ણય ઇરોઝનો હતો એમ ખબર પડયા પછી શાહરૃખ વધુ ગુસ્સે થયો હતો. શાહરૃખ અને લુલ્લા વર્ષોથી મિત્ર હતા અને તેમણે તેને પીઠ પાછળ છરો માર્યો હોય એવી લાગણી શાહરૃખને થઈ હતી,'' એમ સૂત્રે વધુમાં જણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved