Last Update : 13-December-2012, Thursday

 

માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી

એક જમાનાની તીવ્ર પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓ સેટ પર મિત્રો બની ગઈ

મુંબઈ, તા.૧૨
માધુરી દીક્ષિતની પુનરાગમનની એક ફિલ્મનું શૂટિંગ છેવટે શરૃ થઈ ગયું છે. 'દેઢ ઇશ્કિયા'ની યોજના પાર પાડી નહીં અને સંજય દત્તની 'સત્તે પે સત્તા'ની રિમેક કોઈ અજાણ કારણસર અટવાઈ ગઈ છે. આ પછી માધુરીએ અનુભવ સિંહાની ફિલ્મ 'ગુલાબ ગેન્ગ'થી પુનરાગમન કરવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મ સંપટ પાલની નવલકથા પર આધારિત છે. ઉત્તર પ્રદેશની કેટલીક મહિલા ઝુંબેશકારો પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ શરૃ થઈ ગયું છે.
મંગળવારે સવારે અંદાજે ૬.૩૦ વાગ્યે માધુરી શૂટિંગના સ્થળ મઢ આઈલેન્ડ પર હાજર થઈ ગઈ હતી. આ પછી તરત જ આ ફિલ્મમાં સમાંતર મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવતી જૂહી ચાવલા ત્યાં આવી પહોંચી હતી. દિગ્દર્શક સૌમિક સેન અને તેમના ક્રુ સભ્યો ત્યારે સેટ પર હાજર જ હતા.
૯૦ના દાયકામાં એકબીજાની તીવ્ર પ્રતિસ્પર્ધી તરીકે પ્રસિધ્ધ આ બન્ને અભિનેત્રીઓ વચ્ચે સેટ પર તરત જ વાતચીત શરૃ થઈ ગઈ હતી. સેટ પર ધૂમ્રપાન કરતા લોકોને અટકાવવા માટે યુનિટના સભ્યોએ એક યોજના ઘડી હતી. કોઈ પણ ધૂમ્રપાન કરે તો તરત જ તેનીપાસેથી દંડ તરીકે રૃા. ૫૦૦ લેવામાં આવતા હતા. અને માધુરી અને જૂહીને ધૂમ્રપાન કરતા લોકોને પકડીને તેમની પાસેથી પૈસા વસૂલ કરવાની મઝા આવતી હતી.
''જૂહી અને માધુરી વચ્ચે ક્યારે પણ મૈત્રીપૂર્ણ સંબંધો ન હોવાને કારણે યુનિટના સભ્યોને થોડી ચિંતા હતી. તેમની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કા દરમિયાન આ બન્ને વચ્ચેનું શીત યુદ્ધ ચર્ચાનું એક કારણ બન્યું હતું. આ ઉપરાંત આ ફિલ્મમાં ઝુંબેશકર્તા તરીકેની માધુરીની ભૂમિકા વધુ શક્તિશાળી છે જ્યારે એક રાજકારણી તરીકે જૂહીની ભૂમિકા તેના કરતા ઘણી નાની છે. પરંતુ એક વાર કેમેરો શરૃ થતાં જ આ બન્ને વચ્ચે કોઈ અસુવિધા ન હોવાનું સેટ પરના લોકોને સ્પષ્ટ સમજાઈ ગયું હતું. ૧૫ વરસ પૂર્વેની બે પ્રતિસ્પર્ધીઓની કોઈ ઝલક તેમને દેખાતી નહોતી,'' એમ સેટ પરના એક સૂત્રે કહ્યું હતું.
શૂટિંગ વચ્ચે ફૂરસદ મળતા જ આ બન્ને અભિનેત્રીઓ માતૃત્વ અને તેમના સંતાનો વિશે ચર્ચા કરવા બેસી જતી હતી. ''માધુરી કે જૂહી બન્નેમાંથી કોઈ પણ સેટ પર વધુ હળતા-મળતા ન હોવાને કારણે બધાને ઘણી નવાઈ લાગી હતી. પરંતુ આ બન્ને એકબીજા સાથે હળી-ભળી ગયા હતા અને તેમણે શૂટિંગ દરમિયાન ઘણી મઝા કરી હતી,'' એમ સૂત્રે ઉમેર્યું હતું.
સાંજ સુધી શૂટિંગ ચાલ્યું હતું માધુરીએ ગુલાબી સાડી પહેરી હતી અને તેણે એક ગામડિયણનો લુક ધારણ કર્યો હતો જ્યારે જૂહીએ સફેદ રંગની ભૂરા બુટ્ટાવાળા સાડી પહેરી હતી અને ગળામાં ચશ્મા લટકાવ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved