Last Update : 13-December-2012, Thursday

 

શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

BSE અને NSE ખાતે ૨૦ લાખ નવા ખેલાડી ઉમેરાયા હોવાનો અંદાજ

મુંબઈ, બુધવાર
નાના રોકાણકારો ફરી શેરબજાર તરફ વળી રહ્યાનું જોવા મળી રહ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં એનએસઈના પ્લેટફોર્મ પર ૬.૫૦ લાખ નવા સહભાગીઓ આકર્ષાયા હતાજ્યારે બીએસઈ પર ૧૩ લાખ નવા સહભાગી ઉમેરાયા હતા એમ પ્રાપ્ત આંકડા પરથી જણાય રહ્યું છે. બન્ને શેરબજારોમાં નોેંધાયેલા યુનિક પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન)ના આધારે આ આંકડાઓ આવી પડયા છે. બીએસઈ તથા એનએસઈ સમક્ષ નોંધાયેલા પાન નંબર સૂચવે છે કે ૩.૪૦ કરોડ કરદાતામાંથી ૧.૪૦ કરોડ કરદાતા બન્ને એકસચેન્જો સાથે જોડાયેલા છે. એનએસઈ તથા બીએસઈમાં ટ્રેડિંગ કરતા બ્રોકરો મારફત આ જોડાણ થયું છે.
આનો અર્થ એવો થાય કે શેરબજારમાં જોખમ ખેડવા દર ત્રણમાંથી એક કરદાતા બીએસઈ તથા એનએસઈના મંચનો ઉપયોગ કરે છે, એમ એનએસઈના સુત્રોએ જણાવ્યું હતું.
એનએસઈમાં પ્રથમ વખત જોડાયેલા આ ખેલાડીઓમાંથી મોટાભાગના ખેલાડી નાના રોકાણકારો છે અને તે નાના શહેરોમાંથી આવ્યા છે. આ અંદાજ પણ પાન કાર્ડ પરથી કઢાયો છે. આ બધાજ રોકાણકારો સક્રિય ટ્રેડર અથવા રોકાણકાર હોય તે જરૃરી નથી. પરંતુ શેરબજારમાં રોકાણકારો ખાસ કરીને નાના રોકાણકારો ફરી રસ લઈ રહ્યાનું આના પરથી જણાઈ રહ્યું છે એમ બીએસઈના સુત્રોએ જણાવ્યું હતું.
ભારતના ૨૦૦૦ નગરો અને શહેરોમાં એનએસઈના અંદાજે બે લાખ ટર્મિનલ્સ છે. કેશ માર્કેટમાં કુલ ટર્નઓવરમાં નાના નગરોના રોકાણકારોનું યોગદાન ઘણું ઊંચું હોવાનું પણ આંકડાઓ જણાવી રહ્યા છે. કેશ માર્કેટમાં કુલ ટર્નઓવરમાં ૪૭ ટકા ટર્નઓવર રીટેલ રોકાણકારોનું જોવા મળ્યું છે આમાંથી ૨૪ ટકા ટર્નઓવર ટોચના ૫૦ શહેરોની બહારના નગરોમાંથી આવે છે. રીટેલ રોકાણકારોમાં ૩૬ ટકા રોકાણકારો આ નગરોમાંથી આવે છે.
એનએસઈમાં કેશ માર્કેટમાં દૈનિક ટર્નઓવર રૃપિયા ૧૦,૦૦૦ કરોડથી રૃપિયા ૧૨,૦૦૦ કરોડની વચ્ચે રહે છે. તેની ઈક્વિટી તથા ડેરિવેટિવ્ઝ માર્કેટનું મળીને કુલ ટર્નઓવર રૃપિયા ૧.૨૫ લાખ કરોડ છે. બીજી બાજુ બીએસઈનું કેશ માર્કેટનું દૈનિક ટર્નઓવર રૃપિયા ૨૦૦૦ કરોડ રહે છે જ્યારે તેનું ડેરિવેટિવ્ઝ ટર્નઓવર રૃપિયા ૨૦,૦૦૦ કરોડથી ઉપર છે.
ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના વોલ્યુમ વધારવા માટે એકસચેન્જો તેના પર જ વધુ ધ્યાન આપ્યા કરે છે. ૨૦૧૧-૧૨ના વર્ષમાં એનએસઈના પ્લેટફોર્મ પર ૧૧.૨૫ લાખ ખેલાડીઓ જોડાયા હતા. તેમાં ચાલુ નાણાંકીય વર્ષમાં બીજા ૬.૫૦ લાખનો ઉમેરો થયો છે એમ પ્રાપ્ત માહિતીમાં જણાવાયું છે.
કેશ ઈક્વિટીમાં ઊંચા બંધારણિય ખર્ચને કારણે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આકર્ષણ વધ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved