Last Update : 13-December-2012, Thursday

 

સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી

વિશ્વબજાર ઘટયા પછી ફેડરલ રીઝર્વની મિટિંગ પર નજર વચ્ચે ફરી ઉંચકાઇ ઃ ડોલરના ભાવો વધ્યા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઇ, બુધવાર
મુંબઇ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવો આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા જ્યારે ચાંદીના ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯/૫૦ના રૃા. ૩૧૦૬૦ વાળા આજે રૃા. ૩૧૦૬૦ ખુલી રૃા. ૩૧૧૧૫ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯/૯૦ના ભાવો રૃા. ૩૧૧૯૦ વાળા આજે રૃા. ૩૧૨૧૦ ખુલી રૃા. ૩૧૨૪૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૭૧૩થી ૧૭૧૩/૫૦ ડોલરવાળા નીચામાં ૧૭૦૯/૫૦થી ૧૭૧૦ થઇ સાંજે ૧૭૧૬ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધવા ઉપરાંત આજે રૃપિયા સામે ડોલરના ભાવો રૃા. ૫૪/૨૭ વાળા નીચામાં રૃા. ૫૪/૧૬ થયા પછી ફરી ઉછળી રૃા. ૫૪/૩૪ થઇ છેલ્લે રૃા. ૫૪/૩૨ રહેતાં સોનાની આયાત પડતર આજે ઉંચકાઇ હતી અને તેના પગલે મુંબઇ હાજર બજારમાં આજે સોનામાં ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. મુંબઇમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃા. ૬૨૩૨૦ વાળા રૃા. ૬૨૧૨૦ ખુલી રૃા. ૬૨૨૯૦ બંધ રહ્યા હતા. માંગ પાંખી રહી હતી. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૩/૧૯ ડોલર વાળા આજે નીચામાં ૩૨/૯૫ થયા પછી સાંજે ફરી વધી ૩૩/૧૮થી ૩૩/૧૯ ડોલર રહ્યાના સમાચારો હતાં. મુંબઇમાં સાંજે ચાદીના ભાવો રૃા. ૬૨૫૦૦થી ૬૨૫૫૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃા. ૭૦૦ જેટલા નીચા રહ્યાના નિર્દેશો હતા. આમ ચાંદીમાં પણ આંચકા પચાવી વિશ્વ બજાર પાછળ સાંજે ભાવો ફરી ઉછળ્યા હતાં. વિશ્વ બજારમાં અમેરિકામાં ચાલી રહેલી ફેડરલરિઝર્વની મીટિંગ પર આ લખાય છે ત્યારે બજારની નજર રહી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved