Last Update : 13-December-2012, Thursday

 

IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી

FII ની કેશમાં રૃા.૯૫૩ કરોડની ખરીદી ઃ ઓટો, કન્ઝ્યુમર ડયુરેબલ્સમાં આર્કષણ

પ્રાઈમરી માર્કેટના ધમધમાટે સેકન્ડરી માર્કેટમાં અથડાતી ચાલ ઃ સેન્સેક્ષ સાંકડી વધઘટના અંતે ૩૨ ઘટી ૧૯૩૫૫

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,બુધવાર
ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ (આઈઆઈપી) ઓક્ટોબર ૨૦૧૨માં ૮.૨ ટકાની ૧૬ મહિનાની ઊંચી સપાટીએ નોંધાતા સમીક્ષકો - નિરીક્ષકોની અપેક્ષાથી નોંધાયેલી આ અસાધારણ ઊંચી વૃદ્ધિ અને નવેમ્બરમાં હોલસેલ ફુગાવાનો આંક પણ ઓક્ટોબરના ૭.૪૫ ટકાની તુલનાએ વધીને ૭.૬ ટકા જાહેર થતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૮, ડીસેમ્બર ૨૦૧૨ના રોજ થનારી ધિરાણ નીતિની સમીક્ષામાં વ્યાજ દરોમાં ઘટાડો નહીં થવાના અમુક વર્ગના અનુમાન તેમ જ ગઈકાલે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા ભારતની વધતી ખાધને લઈ રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ફરી બતાવતા મુંબઈ શેરબજારોમાં આજે આરંભિક સુધારો-મજબૂતી નબળી પડી જઈ અથડાતી ચાલે અંતે નરમાઈ જોવાઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કેજી-ડીડબલ્યુએન-૯૮/૩ બ્લોક માટે વર્ષ ૨૦૦૮-૦૯ થી ૨૦૧૧-૧૨ માટે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (કેગ) દ્વારા ઓડીટ માટે સંમતી બતાવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં લેવાલી સાથે અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં શરૃઆતથી જ તેજી જોવાઈ હતી. ઓટોમોબાઈલ શેરો બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઈન્ફોસીસ, આઈટીસી, સન ફાર્મામાં લેવાલીના આર્કષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૯૩૮૭.૧૪ સામે ૪૫.૪૦ પોઈન્ટ ગેપમાં ૧૯૪૩૨.૫૪ મથાળે ખુલીને શરૃઆતમાં જ ૯૧.૬૫ પોઈન્ટ વધીને ઉપરમાં ૧૯૪૭૮.૭૯ સુધી પહોંચ્યો હતો. પરંતુ ઓક્ટોબર ૨૦૧૨ મહિનાના આઈઆઈપી વૃદ્ધિ ૮.૨ ટકા ૧૬ મહિનાની ટોચે નોંધાતા અને ફુગાવો પણ નવેમ્બરનો વધીને ૭.૬ ટકા જાહેર થતાં આરબીઆઈ દ્વારા હવે વ્યાજ દરોમાં ઘટાડો નહીં થવાના અનુમાને બેંકિંગ, રીયાલ્ટી, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં હળવા થવાના માનસે સેન્સેક્ષનો સુધારો ધોવાઈ જઈ અથડાતી ચાલે આગળ વધી ૧૨ઃ૩૦ વાગ્યા બાદ નીકળેલી એચડીએફસી, હિન્દુસ્તાન યુનીલીવર, ભેલ, હિન્દાલ્કોમાં વેચવાલી સાથે ગેઈલ ઈન્ડિયા, જિન્દાલ સ્ટીલ, લાર્સન, વિપ્રો, ટાટા પાવર, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, એનટીપીસી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતમાં વેચવાલીના દબાણે સેન્સેક્ષ બે વાગ્યા નજીક ૪૯.૯૧ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૯૩૧૭.૨૩ સુધી જઈ સાંકડી વધ ઘટે અથડાતો રહી અંતે ૩૧.૮૮ પોઈન્ટ ઘટીને ૧૯૩૫૫.૨૬ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ઉપરમાં ૫૯૨૪ થઈ નીચામાં ૫૮૭૪ સુધી જઈ અંતે ૫૮૮૮ ઃ ઓટો, રિલાયન્સ શેરોનો સપોર્ટ
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૮૯૮.૮૦ સામે ૫૯૧૭.૮૦ મથાળે ખુલીને શરૃઆતમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, આઈડીએફસી, સન ફાર્મા, સિમેન્સ, લુપીન, આઈટીસી, જેપી એસોસીયેટસ, એશીયન પેઈન્ટસ, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, ટીસી એસની મજબૂતએ ઉપરમાં ૫૯૨૪.૬૦ સુધી પહોંચ્યો હતો. પરંતુ આઈઆઈપી વૃદ્ધિ, ફુગાવાના ઊંચા આંક પાછળ નરમાઈએ સુધારો ધોવાતો જઈ ૫૯૦૦ની સપાટી ગુમાવી એક સમયે નીચામાં ૫૮૭૪.૨૫ સુધી આવી જઈ અંતે ૧૦.૮૦ પોઈન્ટના ઘટાડે ૫૮૮૮ બંધ રહ્યો હતો.
ટેકનીક્લી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ અપ ઃ નિફટી સ્પોટ ૫૮૫૦ના ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી
ટેકનીક્લી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ અપ બતાવાઈ રહ્યો છે. ટેકનીક્લી, નિફટી સ્પોટ ૫૮૫૦ના ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજીમાં રહેવાનું બતાવાઈ રહ્યું છે. મજબૂત સપોર્ટ ૫૭૪૦ બતાવાય છે.
નિફટી ૬૦૦૦નો કોલ ૩૩.૮૫થી વધી ૪૩.૮૫ થઈ ઘટી ૩૧.૧૦ ઃ ડીસેમ્બર ફ્યુચર ૫૯૬૩ થઈ ઘટી ૫૯૨૪
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૬૦૦૦નો કોલ ૫,૩૭,૫૧૩ કોન્ટ્રેક્ટસમાં રૃા.૧૬૨૨૨.૨૪ કરોડના ટર્નઓવરે ૩૩.૮૫ સામે ૩૪.૫૦ ખુલી ઉપરમાં ૪૩.૮૫ થઈ નીચામાં ૨૯.૪૦ સુધી જઈ અંતે ૩૧.૧૦ હતો. નિફટી ૫૯૦૦નો પુટ ૫,૨૨,૨૨૮ કોન્ટ્રેક્ટસમાં રૃા.૧૫૫૨૪.૧૬ કરોડના ટર્નઓવરે ૪૯.૯૫ સામે ૪૩.૫૦ ખુલી નીચામાં ૩૬.૪૫ અને ઉપરમાં ૫૩.૮૦ થઈ અંતે ૪૯.૩૦ હતો. નિફટી ડીસેમ્બર ફ્યુચર ૨,૧૫,૩૯૯ કોન્ટ્રેક્ટસમાં રૃા.૬૩૯૫.૨૭ કરોડના ટર્નઓવરે ૫૯૨૮.૪૦ સામે ૫૯૪૦.૫૫ ખુલી ઉપરમાં ૫૯૬૩.૨૦ થઈ નીચામાં ૫૯૧૫.૬૫ સુધી જઈ અંતે ૫૯૨૪.૮૦ હતો. નિફટી ૫૮૦૦નો પુટ ૨૧.૧૦ સામે ૧૬.૭૦ ખુલી નીચામાં ૧૫.૧૦ થઈ ઉપરમાં ૨૨.૯૦ સુધી જઈ અંતે ૨૦.૭૦ હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કેજી-ડી૬ના કેગ ઓડીટ માટે તૈયાર ઃ મોઈલી ઃ શેર રૃા.૧૩ વધીને રૃા.૮૩૨
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેના કેજી-ડીજબલ્યુએન-૯૮/૩ બ્લોક માટે વર્ષ ૨૦૦૮-૦૯થી ૨૦૧૧-૧૨ માટે ક્રોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (કેગ) દ્વારા ઓડીટની કોઈપણ જાતના હકો કે પ્રતિકારના પૂર્વગ્રહ વિના તૈયારી બતાવાઈ હોવાનું પેટ્રોલીયમ અને નેચરલ ગેસ ખાતાના પ્રધાન ડૉ. એમ. વિરપ્પા મોઈલીએ રાજ્યસબામાં લેખીત પ્રત્યુતરમાં જાણ કરતા તેમ જ કંપની દ્વારા મેગા બાયબ્રેક પ્રોગ્રામ હેઠળ ૪.૨ કરોડ શેરો બાયબેક કર્યાના આર્કષણે શેરમાં લેવાલીએ રૃા.૧૨.૫૫ વધીને રૃા.૮૩૨.૧૫ રહ્યો હતો.
અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં વધતું આર્કષણ ઃ રિલાયન્સ કેપિટલ, આરકોમ, રિલાયન્સ ઈન્ફ્રા.માં તેજી
રિલાયન્સ-અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં પણ આરંભથી જ લેવાલીના આર્કષણે રિલાયન્સ કેપિટલ રૃા.૧૯.૦૫ ઉછળીને રૃા.૪૭૧.૯૫, રિલાયન્સ કોમ્યુનિકેશન રૃા.૨.૪૦ વધીને રૃા.૭૭.૨૫, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રૃા.૧૦.૬૦ વધીને રૃા.૫૨૬.૩૦, રિલાયન્સ પાવર રૃા.૧૦૦.૪૦, રિલાયન્સ મીડિયા રૃા.૧.૦૫ ઘટીને રૃા.૮૩.૬૫, રિલાયન્સ બ્રોડકાસ્ટ રૃા.૪૫.૪૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પ્રોફીટ બુકીંગ ઃ લાર્સન રૃા.૧૦૦૦ કરોડના ઓર્ડર છતાં ઘટયો ઃ ભેલ પણ ઘટયો
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે એકંદર નફારૃપી વેચવાલી હતી. લાર્સન એન્ડ ટુબ્રોને નવેમ્બર-ડીસેમ્બરમાં કન્સ્ટ્રક્શન માટે રૃા.૧૦૦૨ કરોડના ઓર્ડરો મળ્યા છતાં શેરો રૃા.૧૯.૬૦ ઘટીને રૃા.૧૬૪૭.૭૦, ભેલ રૃા.૪.૭૦ ઘટીને રૃા.૨૩૨.૩૫, એનટીપીસી રૃા.૧.૧૦ ઘટીને રૃા.૧૫૩.૨૦, અલ્સ્ટોમ ટીએન્ડડી રૃા.૪.૩૦ ઘટીને રૃા.૧૯૬.૭૫, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા.૨.૪૫ ઘટીને રૃા.૧૧૩.૪૫, એઆઈએ એન્જિનિયરીંગ રૃા.૫.૮૦ ઘટીને રૃા.૩૨૭.૦૫, ફેગ બેરિંગ્સ રૃા.૨૨.૩૫ ઘટીને રૃા.૧૬૮૧, બીઈએમએલ રૃા.૩ ઘટીને રૃા.૨૯૫.૦૫, હવેલ્સ ઈન્ડિયા રૃા.૪.૬૦ ઘટીને રૃા.૬૦૪.૬૦, થર્મેક્સ રૃા.૪.૦૫ ઘટીને રૃા.૬૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૧૧૦.૦૨ પોઈન્ટ ઘટીને ૧૧૫૬.૦૫ રહ્યો હતો.
IIP ૮.૨% નોંધાતા RBI ના વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી! બેંક શેરોમાં નરમાઈ ઃ બેંકિંગ બિલ મામલે વિરોધ પક્ષો સંમત
ઝડપી ડેટ રીકવરી સંબંધિ બિલને સંસદની મંજૂરી મળી ગયા બાદ બેંકિંગ કાયદા સુધારા બિલ પ્રોસીજર અડચણોએ અટવાયાની બેંક શેરોમાં વેચવાલી નીકળી હતી. અલબત આજે નાણાપ્રધાને બેંકિંગ બિલ મામલે સરકાર અને વિરોધ પક્ષો સંમત થયાની જાણ કર્યા છતાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ (આઈઆઈપી) ઝડપી વધીને ૮.૨ ટકા નોંધાતા ૧૮, ડીસેમ્બરના રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા ઘટતા બેંક શેરોમાં નરમાઈ હતી.
એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, સ્ટેટ બેંક ગુ્રપ શેરો, ઈન્ડસઈન્ડ ઘટયા ઃ બેંકેક્ષ ૪૬ પોઈન્ટ ઘટયો
બેંકિંગ શેરોમાં એચડીએફસી રૃા.૧૧.૬૦ ઘટીને રૃા.૮૬૨.૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૃા.૯.૬૫ ઘટીને રૃા.૧૧૧૨.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃા.૮.૯૦ ઘટીને રૃા.૨૨૯૪.૭૫, સ્ટેટ બેંક ઓફ મૈસુર રૃા.૨૨.૦૫ ઘટીને રૃા.૬૫૩.૯૦, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર રૃા. ૮ ઘટીને રૃા.૪૪૩.૧૫, ઈન્ડસઈન્ડ બેંક રૃા.૬.૯૦ ઘટીને રૃા.૪૦૫, કેનરા બેંક રૃા.૫.૦૫ ઘટીને રૃા.૪૭૬.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૃા.૬.૩૦ ઘટીને રૃા.૬૫૯.૮૫, બેંક ઓફ બરોડા રૃા.૭.૧૫ ઘટીને રૃા.૮૧૮.૫૦, ફેડરલ બેંક રૃા.૪.૩૦ ઘટીને રૃા.૪૯૬ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૪૫.૯૨ પોઈન્ટ ઘટીને ૧૪૧૩૦.૨૯ રહ્યો હતો.
હિન્દુસ્તાન યુનીલીવર પેરન્ટ યુનીલીવરને રોયલ્ટીની ઊંચી ચૂકવણી કરવી પડશે ઃ શેર રૃા.૧૪ તૂટી રૃા.૫૩૦
એફએમસીજી જાયન્ટ હિન્દુસ્તાન યુનીલીવરમાં આજે કંપની દ્વારા પેરન્ટ યુનીલીવરને રોયલ્ટીની ઊંચી રકમ ચૂકવવી પડશે એવા અહેવાલે કંપનીની નફાશક્તિ ભીંસમાં આવવાની અને સ્થાનિક શેરધારકોને ઓછા વળતરની અપેક્ષાએ શેરમાં વેચવાલી નીકળતા શેર રૃા.૧૪.૪૦ તૂટીને રૃા.૫૨૯.૯૦ રહ્યો હતો.
સબસીડાઈઝ્ડ ગેસ સીલિન્ડોની સંખ્યા વધશે ઃ ગેઈલ ઈન્ડિયા, બીપીસીએલ, એચપીસીએલ ઘટયા
ઓઈલ ગેસ પ્રધાન વીરપ્પા મોઈલીએ ગઈકાલે નાગરિકોને સબસીડાઈઝડ એલપીજી ગેસ સીલિન્ડરની સંખ્યા ૬ થી વધારી ૯ કરવાનું જાહેર કરતા ઓઈલ-ગેસ માર્કેટીંગ કંપનીઓ ૫૨ સબસીડી બોજ વધવાના અંદાજોએ શેરોમાં વેચવાલી નીકળી હતી. ગેઈલ ઈન્ડિયા રૃા.૫.૯૦ ઘટીને રૃા.૩૪૮.૩૫, બીપીસીએલ રૃા.૪.૯૦ ઘટીને રૃા.૩૫૩.૮૦, એચપીસીએલ રૃા.૩.૬૦ ઘટીને રૃા.૨૮૧.૩૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૃા.૨.૭૦ ઘટીને રૃા.૨૬૦.૪૦ રહ્યા હતા.
ટાઈટનમાં ફરી આર્કષણે રૃા.૮ વધીને રૃા.૩૦૩ ઃ વીઆઈપી, વિડીયોકોન વધ્યા ઃ ગીતાંજલી જેમ્સ ગબડયો
કન્ઝ્યુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આર્કષણ હતું. ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વૈવિધ્યીકરણની યોજનાએ શેરમાં લેવાલીના આર્કષણે રૃા.૭.૭૫ વધીને રૃા.૩૦૩.૧૫, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૃા.૧.૪૫ વધીને રૃા.૮૭, વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝ રૃા.૧.૫૦ વધીને રૃા.૨૩૨.૪૦, સિમ્ફની રૃા.૨.૦૫ વધીને રૃા.૩૩૪.૭૦, ટીટીકે પ્રેસ્ટિજ રૃા.૧૧.૬૦ વધીને રૃા.૩૮૨૬.૬૫ રહ્યા હતા. અલબત ગીતાંજલી જેમ્સ રૃા.૨૪.૦૫ તૂટીને રૃા.૪૯૭.૨૫ રહ્યો હતો.
સ્મોલ-મિડ કેપ શેરોમાં પસંદગીનું આર્કષણ ઃ ૨૮૯ શેરોમાં તેજીની સર્કિટ ઃ માર્કેટ બ્રેડથ નેગેટીવ ઃ ૧૪૯૮ શેરો ઘટયા
સ્મોલ-મિડ કેપ શેરોમાં પસંદગીના જળવાયેલા લેવાલીના આર્કષણે ૨૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી. જ્યારે ૧૯૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૩ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૩૧ અને ઘટનારની ૧૪૯૮ રહી હતી.
એફઆઈઆઈની કેશમાં વધુ રૃા.૯૫૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી ઃ ડીઆઈઆઈની રૃા.૩૬૫ કરોડની વેચવાલી
પ્રાઈમરી માર્કેટ ધમધમતું થયું હોઈ શકે, પી.સી. જ્વેલર્સ, ભારતી ઈન્ફ્રા ટેલના આઈપીઓથી એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે બુધવારે કેશ સેગ્મેન્ટમાં વધુ રૃા.૯૫૨.૭૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા.૪૩૮૦.૨૯ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૩૪૨૭.૫૪ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આજે રૃા.૩૫૬.૦૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા.૯૯૩.૨૦ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા.૧૩૫૮.૨૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
એનએમડીસી સરેરાશ રૃા.૧૪૯ ભાવે ૪૫.૬૮ લાખ શેરો માટે બીડ મળી છલકાયો ઃ શેર રૃા.૫ ઘટીને રૃા.૧૫૪
નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની (એનએમડીસી) આજે ઓફર ફોર સેલ રૃા.૧૪૭ ફ્લોર પ્રાઈસ છતાં છેલ્લી ઘડીમાં સારા પ્રતિસાદે ૩૯,૬૪,૭૧,૬૦૦ શેરોની ઓફર સામે ૪૫,૬૭,૭૦,૫૦૯ શેરો માટે શેરદીઠ સરેરાશ રૃા.૧૪૯.૧૧ ભાવે બીડ મળી હતી. અલબત શેર રૃા.૫.૦૫ ઘટીને રૃા.૧૫૪.૨૫ રહ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

નવજીવન વસ્તીગૃહની મહિલાઓને રાત્રે બહાર લઇ જવાતી હતી

શિવાજી પાર્કના મેદાનમાં બગીચો તથા મેયર બંગલો નજીક સ્મારક બાંધો ઃ શિવસેના
અમેરિકન કોન્સ્યુલેટનું ત્રણ માળનું બિલ્ડિંગ રૃા.૩૪૧.૮ કરોડમાં વેચાયું
'બર્ફી' અને 'પાન સિંહ તોમર' ફિલ્મ ઓસ્કાર, બાફટા અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે આમનેસામને
માધુરી દીક્ષિત અને જૂહી ચાવલાએ ગુલાબ ગેન્ગના શૂટિંગની શરૃઆત કરી
શાહરૃખ ખાને ઇરોઝ ઇન્ટરનેશનલ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા
અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મને માત્ર સિંગલ થિયેટરોમાં જ મળેલો આવકાર
રણવીર સિંહની લૂંટેરા ફિલ્મની રિલિઝ ફરી એકવાર પાછી ઠેલાઈ
શિવસેનાએ બર્થ-ડે ગીફ્ટ તરીકે પવારને વડાપ્રધાનની ઓફર કરી
નક્સલવાદી પ્રવૃત્તિનું મુંબઇ કનેક્શન ઃ નક્સલીએ આત્મસમર્પણ બાદ આપેલી બાતમી
IIP વૃદ્ધિ ઓક્ટોબરમાં અનપેક્ષીત ઊંચી ૮.૨%, ફુગાવો વધતા, RBI વ્યાજ દર ઘટાડાની શક્યતા ઘટી
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજી આવી
શેરબજારોમાં નાના રોકાણકારોની સંખ્યામાં વધારો

કેપિટલ ગેઈન ટેકસ તથા એસટીટીમાં શકય ફેરબદલ માટે નાણાં મંત્રાલય દ્વારા વિચારણા

અધધ... BSNL ના રૃા. ૨૩૯૭ કરોડ દબાવીને બેઠેલા ગ્રાહકો
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved