Last Update : 13-December-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૩-૧૨-૨૦૧૨, ગુરુવાર
કારતક વદ અમાસ - દર્શ અમાવાસ્યા
અમાવાસ્યા તેમજ પાંચ ગ્રહ એક રાશિમાં અશુભ સંકેત?
વિંછુંડો સાંજના ૫ ક. ૪૮ મિ. સુધી.

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૨ મિ. (સૂ) ૭ ક. ૫૬ મિ. (મું) ૭ ક. ૫૨ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૫ ક. ૪૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ જ્યેષ્ઠા સાંજના ૫ ક. ૪૮ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-સાંજના ૫ ક. ૪૮ મિ. સુધી વૃશ્ચિક પછી ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯ દક્ષિણાયન હેમંતઋતુ, રા.દિ.મા/૨૨
માસ-તિથિ-વાર ઃ કારતક વદ અમાસને ગુરુવાર.
- દર્શ અમાવાસ્યા. બપોરના ૨ ક. ૧૨ મિ. સુધી.
- રંગ અવધૂત પુણ્યતિથિ, નારેશ્વર.
- વિંછુડો સાંજના ૫ ક. ૪૮ મિ. સુધી.
- યુરેનસ માર્ગી ૧૭ ક. ૩૪ મિ. સુધી.
- અમાવાસ્યા, પાંચ ગ્રહ એક રાશિમાં, અશુભ સંકેતના એંધાણ. ઉથલપાથલ!
- યજ્ઞાનારાયણ ઈષ્યિયાગ. રૃમાં મંદી!
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૨૮ રોજ જમીઆદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દર્શ અમાવાસ્યાનો આજ સુધીનો સમય આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળવો પડે. નોકરી-ધંધામાં જાગૃતિ, સાવધાની રાખવી.

 

વૃષભ ઃ જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ શારીરિક, માનસિક શ્રમ, થાક, કંટાળો, ચિંતા અનિંદ્રા અનુભવાય. વિચારોમાં અટવાયેલા રહો.

 

મિથુન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારું કામ સરળ થતું જાય. ચિંતા-વ્યથા-જવાબદારી હળવી થવાથી રાહત અનુભવતા હોય તેમ લાગે.

 

કર્ક ઃ દર્શ અમાવાસ્યાના આજના દિવસે આપનાં હૃદય-મનને શાંતિ જણાય નહીં. સગા સંબંધી-મિત્રવર્ગની ચિંતા રહે. સાંજ પછી રાહત રહે.

 

સિંહ ઃ આપના કામની ચિંતા, જવાબદારીમાં સાંજ પછી હળવાશ, રાહત અનુભવો પરંતુ દિવસ દરમ્યાન ઉશ્કેરાટ, ઉતાવળ કર્યા વગર શાંતિ રાખવી.

 

કન્યા ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ શારીરિક-માનસિક શ્રમ, થાક-ચિંતા-વિચારોમાં અનિંદ્રા-બેચેની અનુભવતા હોવ તેમ લાગ્યા કરે.

 

તુલા ઃ આપના હૃદય-મનની હળવાશ, રાહત થતી જવાના કારણે તમારા અંગત કામમાં, અન્ય વધારાના કામમાં ધ્યાન આપી શકો. કામ ઉકેલાય.

 

વૃશ્ચિક ઃ દર્શ અમાવાસ્યાનો આજનો દિવસ માનસિક ચિંતા-તણાવ-પરિતાપનો રહે પરંતુ જેમ જેમ સંધ્યા ઢળતી જાય તેમ તેમ હળવાશ થતી જાય.

 

ધન ઃ આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. સમય, શ્રમ, નાણાંનો વ્યય થતો જણાય. પરંતુ સાંજ પછી હળવાશ, નિરાંત જણાય.

 

મકર ઃ આપના અંગત ખર્ચમાં વધારો થાય. બીજાના માટે ચિંતા, ખર્ચ, દોડધામ અનુભવાય પરંતુ ખાવાપીવામાં, હરવા ફરવામાં ધ્યાન રાખવું.

 

કુંભ ઃ જેમ જેમ દર્શ અમાવાસ્યાની રાત્રિ શરૃ થાય તેમ તેમ હળવાશ અનુભવતા જાવ પરંતુ દિવસ દરમ્યાન ચિંતા-વ્યસ્તતા રહે.

 

મીન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા કામમાં વેગ આવતો જાય. બાકી રહેલા કામમાં ધ્યાન આપી શકો. કામ ઉકેલાતું જાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૩-૧૨-૨૦૧૨, ગુરુવાર

 

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ સંઘર્ષનું, આરોહ-અવરોહનું રહે. તમારી ભૂલ, જીદ્દ, મુમત, અહમના કારણે તમારી મુશ્કેલીઓ વધે અને હેરાન પરેશાન થાવ. તે સિવાય...

 

* નોકરી-ધંધામાં સાવચેતી-સાવધાની, નિયમીતતા, પ્રમાણિકતા, સત્યનિષ્ઠા રાખવી. કાયમી નોકરી હોય, નિવૃત્તિનું વર્ષ હોય છતાં અન્યના કારણે તમે મુશ્કેલીમાં મુકાવ નહીં તેનું ધ્યાન રાખવું.

 

* કૌટુંબીક-વ્યવહારિક-સામાજીક પ્રશ્ને, પરિવારના પ્રશ્ને આપને નાની-મોટી કોઈ ને કોઈ ચિંતા, મુશ્કેલી રહ્યા કરે.

 

* પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્ન, નોકરી-ધંધાના પ્રશ્ને ચિંતા અનુભવાય.

 

* સ્ત્રી વર્ગને વર્ષ દરમ્યાન પતિ-સંતાન-પિયરપક્ષની ચિંતા ચાલ્યા કરે પરંતુ પોતાના આરોગ્યની કાળજી રાખવી પડે.

 

* વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી જ ભણવામાં ધ્યાન આપવું જરૃરી રહેશે.

 

સુપ્રભાતમ્

- જો રાજા પ્રસન્ન થાય, તો પછી શ્વેત છત્રો, મનગમતા અશ્વો અને મદઝરતા માતંગો સદા મળતા રહે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ન્યુયોર્કમાં પ્રસુતિગૃહમાં દાખલ થયેલી માર્થાએ ડોક્ટર સ્મિથને પૂછ્યું, ''ડોક્ટર, તમને શું લાગે છે.. પ્રસવ વખતે મારા સંતાનનો બાપ અહિં હાજર રહી શકે?''
''હા, જરૃર રહી શકે,'' ડૉ. સ્મિથે કહ્યું.
''તો મારા પતિને ગેરહાજર રહેવા કહી દઉં?'' માર્થાએ પૂછ્યું.

[Top]
 

આજ ની રેસીપી

નોખી વાનગી નોખા અંદાજમાં

રવા ઈડલી

 


સામગ્રી ઃ ૧ વાટકી સોજી, ૧ વાટકી ખાટું દહી, ૩/૪ વાટકી પાણી, ૧/૨ નાની ચમચી સોડા, ૩/૪ નાની ચમચી મીઠું, ૧/૪ નાની ચમચી રાઈ, ૧/૪ નાની ચમચી અડદ દાળ ધોયેલી, ૧/૪ નાની ચમચી ચણા દાળ, ૧/૪ કપ વટાણા, ૧/૪ નાની ચમચી મકાઈના દાણા.

 

રીત ઃ બધી સૂકી સામગ્રીમાં દહીં અને પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો. ઈડલીના સાંચામાં થોડું થોડું મિશ્રણ ભરો. માઈક્રોવેવ ડિશમાં સાંચાને મૂકી ૫-૬ મિનિટ માઈક્રોવેવ કરો. ચટણી અથવા સોસ સાથે સર્વકરો.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved