Last Update : 12-December-2012, Wednesday

 

ગુજરાતમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન

મંગળા આરતી જેવી પડાપડી મતદાન માટે પણ થવી જોઈએ

મતદાન નહીં કરવા માટે બહાના બતાવતો વિશાળ વર્ગ ઃ લોકશાહીમાં અમૂલ્ય તક

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર થંભી ગયો છે. આવતીકાલે ૧૩મી તારીખે ૮૭ બેઠકો માટે મતદાન થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સાંકળતી બેઠકોમાં ૮૪૬ ઉમેદવારો માટે મતદાન થશે વધુ ને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો શરુ કરાયા છે. યુવા મતદારો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવા પ્રયાસો ચૂંટણી પંચે શરુ કર્યા છે. આવતી કાલના મતદાનમાં ૮૪૬ ઉમેદવારો પૈકી ૮૦૦ પુરુષ ૪૬ મહિલા ઉમેદવારો છે જેમાં કુલ ૩,૮૦,૭૭,૪૫૪ મતદારો મતદાન કરશે.
મતદાનની મહત્ત્વતા જાણ્યા પછી પણ બહાના બનાવનારા મોટી સંખ્યામાં હોય છે દરેક દેશને આ બહાનાબાજોનું ટેન્શન છે. તમામ સવલતો મળવા છતાં તે મતદાનના દિવસે છટકી જાય છે આવા બહાના બતાવનારા વાયરસ સમાન હોય છે. તેમની બહાનાબાજી અન્ય લોકોને પણ મત આપતા અટકાવે છે. મતદાન જેવો મહત્ત્વનો દિવસ ભૂલી જનારા આવા લોકો બેદરકાર હોય છે અને મતદાન બાબતે ગંભીર હોતા નથી. આવા બહાનાબાજો કયા ૧૦ બહાના બતાવીને મતદાન આપવામાંથી છટકી જાય છે તે અહીં દર્શાવ્યા છે.
(૧) મારા એક વોટથી કોઈ ફર્ક નથી પડવાનો.
(૨) હું જેને વોટ આપીશ તે હારશે તો મને બહુ ખોટું લાગશે.
(૩) યાર, આજે તો બહુ કામ છે.
(૪) મારી પાસે વાહન નથી
(૫) મને ખબર જ નથી કે ચૂંટણીમાં કોણ ઉભુ છે.
(૬) મારા ફેવરિટ ઉમેદવારને ટિકિટ નથી આપી.
(૭) અરે યાર ગઈ વખતે હું મતદાન કરવા ગયો ત્યારે કોઈએ પાણી નહોતું પીવડાવ્યું !
(૮) ટી.વી. પર મારી પસંદગીની ફિલ્મ 'દબંગ' ચાલુ છે
(૯) મારું ચૂંટણી કાર્ડ આડા હાથે મૂકાઈ ગયું છે.
(૧૦) સહેજ પણ મૂડ નથી.
જો કે, વોટ નહિ આપવા જવાના ૧૦ ખૂબ જાણીતા બહાના છે એમ વોટ આપવા જવા માટેના પણ અનેક મુદ્દા છે. તમારી જિંદગી તમે કેવી રીતે જીવવા માંગો છો તે મતદાન નક્કી કરે છે. સંતાનોના શિક્ષણથી માંડીને આરોગ્ય સુધીના મુદ્દાઓનું ભાવિ મતદાન સાથે સંકળાયેલું હોય છે.
યુવા મતદારોએ શા માટે મતદાન કરવું જોઈએ તેના દશ મુદ્દા અહીં અપાયા છે.
(૧) મતદાનનો દિવસ એક એવો દિવસ છે કે જેમાં નાના- મોટા સૌ અને તમામ જ્ઞાાતિ અને વર્ગના લોકો એક લાઇનમાં મત આપવા માટે ઉભા હોય છે.
(૨) લોકશાહીમાં મતદાન કર્યા પછી એક પ્રકારની વિશેષ નાગરિક સત્તાનો અનુભવ થાય છે.
(૩) તમે જાણતા હોવ કે ના જાણતા હો પણ દરેક સરકારની દરેક નીતિઓની અસર સીધી કે આડકતરી રીતે તમને સ્પર્શતી હોય છે માટે વોટ આપી તમારી પસંદગી પર મહોર મારો...! હવે બટન દબાવો...
(૪) અમેરિકામાં યુવાનોને મતદાન માટે એવું લખીને પ્રલોભન અપાયું હતું કે મતદાનની લાઇનમાં ઉભા રહીને તમે તમારા પાડોશીઓને બતાવી શકશો કે તમે કેટલા જાગૃત નાગરિક છો...!
(૫) તમારું ચૂંટણી કાર્ડ પાસે રાખો અને ઇન્ટરનેટ પર તમારું નામ પણ ચકાશો...
(૬) મતદાન કરવા જાવ ત્યારે તમારા કુટુંબને પણ સાથે લેતા જાવ.
(૭) આમ તો; યુવાનોને ચૂંટણી સાથે નિસ્બત નથી હોતી, પણ સરકારની દરેક નીતિઓ તેને સાર્થક છે માટે વોટ જરૃર આપો...
(૮) તમે વોટ નથી આપતા અને ઘરમાં બેસી રહો છો તો એમ માનજો કે તમે લોકશાહીનું એક મહત્ત્વનું પગલું વેડફી નાખ્યું છે. તેનો વસવસો તમને પાંચ વર્ષ સુધી ડંખ્યા કરશે... માટે આળસ છોડો મતદાન કરો.
(૯) દરેક ચૂંટણીઓની અસર તમારા અને તમારા કુટુંબના જીવન પર પડે છે તે ધ્યાનમાં રાખીને મતદાન કરો...
(૧૦) તમે સતત ત્રણ દિવસ મિત્રોને આંગળી બતાવી કહી શકશો કે જુઓ મેં મતદાન કર્યું છે.
અહીં યાદ રાખવા જેવી એ છે કે માતાપિતા જે કંઈ કરે છે તેનું અનુકરણ સંતાનો કરે છે. જો મતદાન મુદ્દે માતાપિતા આળસ બતાવશે તો સંતાનો પણ મતદાનથી દુર ભાગશે. માટે મતદાન એ લોકશાહીનો એક એવો ઉત્સવ છે કે જેને સંપૂર્ણ રીતે માણવો જોઈએ માંડ પાંચ વર્ષે આવતો આવો પ્રસંગ કે જેમાં તમને આવકારવામાં આવે અને પસંદગી રજૂ કરવા માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન આગળ ઉભા રાખવામાં આવે છે.
નામાંકિત મંદિરોમાં પૂનમના દિવસે શ્રદ્ધાળુઓની આરતી સમયે જે પડાપડી થાય છે એવી જ પડાપડી જો મતદાન માટે થાય ત્યારે લોકશાહીના મીઠાં ફળ જોવા મળશે.
શક્ય છે કે આપણને ના ગમતો ઉમેદવાર પણ ચૂંટાઈ જાય પરંતુ તેને હરાવવા મતદાન દ્વારા તમે કરેલા પ્રયાસો હંમેશા યાદ રહેશે.
મતદાન એ આપણો બંધારણીય અધિકાર છે; ચાલો તેનો ઉપયોગ કરો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 

 

 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved