Last Update : 12-December-2012, Wednesday

 

જે પોલીસથી નથી ડરતી પણ પોલીસ જેનાથી ડરે છે...

જે અત્યાચારીઓથી નથી ડરતી

પણ અત્યાચારીઓ જેનાથી ડરે છે એ...

-ગુલાબી ગેંગ શું છે?

-ગુજરાત અને દેશના ખૂણે ખૂણે આવી ગેંગ ઊભી કરો

-ડંડાધારી બૈરાઓની ગેંગની હિંમત બાજ કથા

-પુરુષોના અત્યાચારો સામે અહિંસક સંગઠિત લડત આપતી અબળામાંથી બનતી સબળાઓ

ટીવી પર લાઈફ ઓકે ચેનલ ઉપર દરરોજ રાતના ૧૦।। વાગે 'સાવધાન ઈન્ડિયા, ઈન્ડિયા ફાઈટ બેક' નામની અને સોની ચેનલ ઉપર રાતના ૧૧।। વાગે 'ક્રાઈમ પેટ્રોલ' નામની શ્રેણી સત્ય હકીકત પર આધારિત ગામ, વ્યક્તિ, તારીખ, વર્ષ અનુસાર આવે છે. સીઆઈડી જેવી એ કાલ્પનિક કથા નથી હોતી પણ સાચી બનેલી અને હજી જીવંત હોય એવી કથા એ હોય છે. રાતના ન જોઈ શકનાર દિવસે બેત્રણ વાર રીપીટ થાય છે ત્યારે જોઈ શકે છે. પણ દરેક જણે એ સિરોયલો જોવી જ જોઈએ.
એમાં આ 'ગુલાબી ગેંગ'ના જન્મની કથા એકવાર આવેલી. એ જોઈને મહાડીના લોકમત દૈનિક સમુહના મુખ્ય ઉપતંત્રી સુધીર લંકે એ ગુલાબી ગેંગની માહિતી મેળવવા ગુલાબી ગેંગના જન્મસ્થાન ઉત્તરપ્રદેશના બુદેલખંડમાં પહોંચ્યા.
આપણને ગુજરાતીઓને ઉત્તરપ્રદેશ કે બિહારની ગરીબીનો ખરેખર ખ્યાલ જ નથી. દા.ત. ઉત્તરપ્રદેશના હાઈવે ઉપર આજે પણ ભારતનો નાગરિક સાયકલ ઉપર ડબલસવારીમાં જતો લાઈનબંધ જોવા મળશે જ્યોર આપણ ગુજરાતના હાઈવે ઉપર કે અંદરના સ્ટેટ હાઈવે ઉપર સાયકલ નહીં પણ બાઈક ઉપર ગુજરાત જતો જોવા મળશે.
જ્યારે બિહારમાં સમેતશિખર પર ચાર બિહારી ડોળી ઉચકીને લઈ જાય ત્યારે રસ્તામાં સવાર પડતા ફક્ત રાંઘેલો ભાત ખાય. મુસાફર પૈસા આપે એમાંથી કાં ચા પીવે અથવા દાળ લે. પુરી બટાકાના શાકના ૨૦ રૃપિયાના પડીકા લેવા માટે ઝુંટાઝુંટ કરે અને લુચ્ચાઈ કરીને બેત્રણ પડીકા લઈ જાય.
આવા ઉત્તરપ્રદેશ બુદેલખંડની બીજી બાજુ જુઓ. આખા પ્રદેશમાં ખુલ્લંખુલ્લા બંદૂકરાજ પ્રવર્તે છે.
આખા દેશમાં ખુલ્લંખુલ્લા બંદૂક ખભે મૂકીને ફરવા ઉપર પ્રતિબંધ છે. પણ ઉત્તરપ્રદેશમાં એને કોઈ ગણકારતું નથી. ગામડાઓમાં ખાટલા ઉપર બ્રાહ્મણ કે ઠાકુર ભરી બંદુકો સાથે બેઠો હોય અને આજુબાજુ ત્રણ ચાર જણ પણ ભરી બે જોટાળી બંદુક સાથે ઊભા હોય. (ડરપોક નહીં તો બીજું શું? પાસે બંદૂક હોય કે ન હોય પણ મરવાનું એક જ વાર છે) ઉત્તરપ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં બ્રાહ્મણ જમીનદારોનું સામ્રાજ્ય છે.
આવા ઉત્તરપ્રદેશમાં સ્ત્રીને પગની જુતી માનનારો સમાજ આજે પણ મોજુદ છે. પિયર જઈને લાખો રૃપિયા લઈ આવવા માટે પત્નીને સોંટીએ સોંટીએ અને પટ્ટે પટ્ટે મારનારો સમાજ છે. દીકરીનો જન્મ આપનાર વહુ ઉપર ત્રાસ ગુજારનાર સમાજ છે. દારૃ અને જુગારની લત ખાતર પત્નીને વેચી નાખનાર સમાજ છે.
આ બધા ત્રાસમાંથી છૂટકારો મેળવવા ડંડાધારી અહિંસક 'ગુલાબી ગેંગ' બુદેલ ખંડમાં ઊભી થઈ. ગામનો મુખીઓ કોઈ સ્ત્રી ઉપર હાથ ઉપાડે એટલે વાયુવેગે વાત ફેલાય જાય અને ગામની બધી જ મહિલાઓ સાડલો બદલીને ગુલાબી સાડલો પહેરીને ડંડા સાથે મુખિયા સામે હાજર થઈ જાય. મુખિયો આગળ આવે એમ ગુલાબી ગેંગ આગળ આવે. એને ઘેરી વળે અને જો પેલો પિસ્તોલ કાઢે તો પછી ડંડાનો ઉપયોગ થાય.
એ કહે છે કે, 'જો અધિકારી ન્યાયી હૈ, વહીં હમારા ભાઈ હૈ ઔર જો અધિકારી ગુંડા હૈ, હાથ ગુલાબી ડંડા હૈ.'
આ ગુલાબી ગેંગ સોએસો ટકા મહિલાોની જ ગેંગ છે. મહાત્મા ગાંધીના સત્યાગ્રહના વિચાર સાથે જ લાઠીધારી ગાંધીજીનું ચિત્ર ઉપસી આવે. ગાંધીજીને જેમ પોલીસનો ડર ન હોતો ઉલટાનું પોલીસને ગાંધીજીનો ડર હતો. એમ ગુલાબી ગેંગને પોલીસનો ડર નથી પણ પોલીસને ગુલાબી ગેંગનો ડર છે. સાધારણ રીતે ગેંગ શબ્દ સાંભળીને શબ્દ સાંભલીને સ્ત્રીઓ ડરી જતી હોય છે. જ્યારે આ ગેંગ જ સ્ત્રીઓની છે. પણ આ ગેંગ બીજાને લૂંટતી નથી પણ લૂંટનારને છોડતી નથી. આ ગેંગ દુર્જનોની નફરત કરે છે અને સજ્જનોનું રક્ષણ કરે છે.
'ગુલાબી ગેંગ' જેવું રોમાન્ટીક નામ ધરાવનાર આ ગેંગની મહિલાઓ ગુલાબી સાડી ધારણ કરેલી હોય છે અને હાથમાં ડંડો પણ ગુલાબી હોય છે.
ઉત્તરપ્રદેશ એટલે ગરીબપ્રજાનો પ્રદેશ. એમાં બુદેલખંડ એટલે ગરીબોનો પણ ગરીબપ્રદેશ. ડાકુઓના ટોળા અને જુદી જુદી ગેંગ માટે પ્રસિદ્ધ. ત્યાંનું રાજકારણ એટલે 'કટ્ટે' અને 'પટ્ટે'નું રાજકારણ. 'કટ્ટે' એટલે બંદૂકનું લાયસન્સ અને 'પટ્ટે' એટલે જમીનના ટુકડા. જમીનદારી.
અહિંનો શોક એટલે બંદૂક સાથે રમત. પ્રસંગ પડે નવી બંદૂક ખરીદવાની. દા.ત. બાંદા જિલ્લો. બાંદા જિલ્લામાં બાંદા સ્ટેશનની બહાર પગ મૂકો એટલે સામે જ 'બંદૂક ઘર.' એચલે કે બંદૂકની દુકાન. બિહાર અન ઉત્તરપ્રદેશમાં બંદૂકો બનાવવાનો ગૃહ ઉદ્યોગ પુરબહારમાં ચાલે છે.
એ બંદૂકની દુકાનને અડીને જ જમીનદારનો બંગલો અને બહાર રસ્તા પર હરતી ફરતી મહિલાઓના ચહેરા ઉપર ધુંઘટ.
બંદૂકધારી પુરુષ અને ઘુંઘટધારી સ્ત્રી! એકની પાસે અમર્યાદા સ્વતંત્રતા.
બીજી બાજુ ભય, ભૂખ, અજ્ઞાાન.
અમીરી-ગરીબી, ઊંચ-નીચ, સ્પૃશ્ય-અસ્પૃશ્ય.
અહીં એક બાજુ ગુલાબી ગેંગનું હેડક્વાટર છે. ઉત્તરપ્રદેશના ૭૧ જિલ્લા છે. (ગુજરાતના હતુ છે) એમાં બાંદા નામનો એક જિલ્લો છે જેના એક તાલુકા અતાર્રામાં ગુલાબી ગેંગનો જન્મ થયો. આ અતાર્રા સાવ પછાત ગામ છે. ગુલાબી ગેંગના 'નેશનલ કો ઓર્ડિનેટર' જયપ્રકાશ શિવહરે ગેંગના કાર્યાલયમાં બેઠા હોય છે.
જયપ્રકાશ એટલે સાદાઈની મૂર્તિ. શરીર ઉપર સાદા ગુલાબી રંગનું ટી શર્ટ. પાયજામો છે. પગમાં સ્લીપર. 'ગેંગ'નો માણસ પણ પહેરવેશ ગાંધી વાદી એ માણસ કવિ તુલસીદાસનો ભક્ત. એ ભાઈ ફુલટાઈમ ગેંગનું કામ કરે છે.
ગેંગનું કાર્યાલય એટલે શું? રહેવાનું ઘર ભાડે રાખેલું છે. એમાં બે ખાલી ખોલી. ત્યાં બેસવા માટે લાકડાનો બાકડો છે. લાકડાનો એક ખાટલો.
ગેંગનો લીડર આજે કાર્યાલયમાં આવવાનો નહોતો. અતાર્રાથી દસ કીલોમીટર દૂર અંતરીયાળ બદૌસા નામના ગામમાં એ રહે છે. અતાર્રાની વસતિ પંદર હજાર અને બદૌસાની વસતિ પચ્ચીસ હજાર. જયપ્રકાશ કહે છે કે, 'અહીની વધુમાં વધુ મહિલાઓ અશિક્ષિત અભણ છે. એને ઘરમાં કે ગામમાં ક્યાંય માન નથી. એટલે અમારે ગેંગ બનાવી પડી. અહીં ખેતી જ થાય છે. એક પણ કારખાનું નથી એક પણ ઉદ્યોગ નથી. ઘરો પણ સાદા. બેડી બાંધણીના.'
સરકારની રાષ્ટ્રીય રોજગાર યોજનાનો લાભ મળે છે.
ઈંગ્લેન્ડના સો વર્ષ જુના 'ધી ગાર્ડિયન' નામના દૈનિકમાં ગુલાબી ગેંગ વિષે પુરી વિગતો પ્રગટ થઈ.
એક મહિલા કહેતી હતી કે, 'હમાર સસુર હમે પરેસાન કરત હૈ.'
બીજી મહિલાએ પૂછ્યું, 'ક્યોં કરત હૈ?'
'ઓ હમેં રખેલ બનાકે રખા ચાહત હૈ.'
જવાબમાં પેલી મહિલા કહે છે, 'ભાડ મેં જાવ તુમારા સસુર. ઉસકો ભુલાવ ઔર અપની લાઈફ શરૃ કરો. સસુર ગલત કરત હૈ તો ચપ્પલ ઉઠાકે રગડો એક બાર. હમારી ગેંગ કી મેમ્બર બનો. એક બાર ગુલાબી સાડી પહનો. દેખત હૈ તુમારા સસુર ક્યા કરત હૈ.'
આ સંવાદ બુંદેલી ભાષામાં થાય છે. ચિત્રકુટ જિલ્લામાં હરિહરપુર જોડે આવેલા એક ગામની આ વાત છે. આ બાઈનો પતિ એમએ વીથ ઈંગ્લીશ છે પણ લાંચ નહીં આપી શકવાની શક્તિના કારણે સરકારી નોકરી ન મળી પણ એક ખાનગી શાળામાં ત્રણ હજાર રૃપિયાના પગારની નોકરી મળી. એમાં એને છોકરી જન્મી. એથી સસરો ગુસ્સે થયો. કુટુંબની અર્ધા વીઘા જમીન છે પણ સસરો એને ફુટી કોડી પણ આપવા તૈયાર નતી. ઉલટાનું એણે પુત્રવધુ ઉપર નજર બગાડી.
એટલે તે બાઈ ગુલાબી ગેંગની મદદ લેવા પહોંચી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved