Last Update : 12-December-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

બે 'M' વચ્ચે ફસાયેલા 'M'
નવી દિલ્હી, તા.૧૧
બે 'M' વચ્ચે સરકાર ફસાઈ છે. ક્વોટાનો મુદ્દો આડે આવી રહ્યો છે. બીએસપીના નેતા માયાવતી અને એસપીના નેતા મુલાયમસિંહ યાદવ વચ્ચે સરકારની સ્થિતિ સેન્ડવીચ જેવી છે. માયાવતી કહે છે કે બે દિવસની અંદર ક્વોટાબીલ પાસ થવું જોઈએ જ્યારે મુલાયમસિંહ કહે છે કે આ બીલને અટકાવવા તે બધું જ કરી છુટશે. પરંતુ સામાજીક ન્યાયના સિધ્ધાંતને વરેલું અને બીલની તરફેણ કરતું ભાજપ મૌન રાખીને બેઠું છે. ગયા અઠવાડીયે ભાજપ પર આક્ષેપો કરનાર માયાવતીની સાથે રહેવા ભાજપ તૈયાર નથી. આ ઉપરાંત નામ નહીં આપવાની શરતે ભાજપના એક નેતાએ કહ્યું હતું કે જો બંધારણીય સુધારો લવાશે તો શિડયુલ કાસ્ટના ક્રીમીલેયરને ઘણા લાભ થશે. જોકે આ ક્વોટાથી બધા ચેતીને ચાલે છે. સમાજવાદી પક્ષની ચાલ એવી છે કે તે આ વિવાદ દ્વારા ઉત્તર ભારતના ઉપલા વર્ગમાં છવાઈ જવા માગે છે. આમ બે 'M' વચ્ચે વડાપ્રધાન મનમોહનસિંહ ફસાયા છે.
પ્રમોશન માટે કોર્ટ અસંમત
સરકારના ટોપના કાયદા નિષ્ણાત એટર્ની જનરલે એસસી / એસટીના પ્રમોશનમાં ક્વોટા અંગે સરકારને ચેતવી હોવાનું મનાય છે. આ સિસ્ટમ કાયદેસર નથી એમ પણ કહ્યું છે આ સંજોગોમાં સરકાર કેવી રીતે આ મુદ્દાને નિવારે છે તે જોવાનું રહ્યું. સૌથી મોટો પ્રશ્ન એ છે કે માયાવતી સરકારે જે મુદ્દે ડેટા આપ્યો હતો તેને સુપ્રીમ કોર્ટે માન્ય નહોતો કર્યો. ગયા વર્ષે અલ્હાબાદ હાઈકોર્ટે પણ માયાવતી સરકારના એસ / એસસી ક્વોટામાં પ્રમોશનના નિર્ણયને ફગાવ્યા હતો. હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમે માન્ય રાખ્યો હતો.
સંરક્ષણ ક્ષેત્રે એફડીઆઈનો વિરોધ
સંરક્ષણ ક્ષેત્રે એફડીઆઈમાં ૨૬ ટકાનો વધારો કરવાની માગનો સંરક્ષણ મંત્રાલયે વિરોધ કર્યો છે. છેલ્લા ૧૧ વર્ષ દરમ્યાન ડીફેન્સ ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે એફડીઆઈ દ્વારા ૧૯૮૬ કરોડ રૃપિયા મળ્યા છે. વિશ્વમાં જ્યારે ભારત સૌથી વધુ શસ્ત્રો ખરીદતો દેશ ગણાય ત્યારે આ રકમ ખુબ ઓછી કહી શકાય. પ્રશ્ન એ છે કે એફડીઆઈની મર્યાદા વધારવાનો વિરોધ સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટોની કરી રહ્યા છે પરંતુ શું તે ફેર વિચારણા કરસે ખરા ?!
યેદુઆરપ્પાનો ભાજપને પડકાર
કર્ણાટકના ભૂતપૂર્વ પ્રમુખ પ્રધાન બી.એસ. યેદુઆરપ્પાએ શરૃ કરેલી નવી પાર્ટી કર્ણાટક જનતા પાર્ટીના ઉદ્ધાટનમાં પક્ષના ૧૫ વિધાનસભ્યો પણ ગયા હતા. શું ભાજપ આ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરશે ? મુખ્ય પ્રધાન જગદીશ સેટ્ટર અને અન્ય નેતાઓ માને છે કે આ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવા જોઈએ. બીજી તરફ યેદુઆરપ્પા કહે છે કે હિંમત હોય તો આ ૧૫ને સસ્પેન્ડ કરો ! એટલું જ નહીં પણ યેદુઆરપ્પાનો ભાજપતો મોવડી મંડળને એમ કહે છે કે જેમને રાજ્યની ભૂગોળનું કે રાજ્યના લોકો વિશે કશી ખબર નથી તે દિલ્હીથી આવે છે. ફાઈવસ્ટાર હોટલમાં રહે છે અને પક્ષ બાબતે સૂચના આપ્યા કરે છે. આ સિસ્ટમ રાજ્યના લોકોના અપમાન સમાન છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved