Last Update : 12-December-2012, Wednesday

 
 

અમરનાથની કોમેન્ટ બોર્ડના ઈશારે તો નથી થઈ ને ?
ધોનીને કેપ્ટન તરીકે હટાવવા માટેની અમરનાથ અને શ્રીકાંતની કોમેન્ટથી વિવાદ

ધોનીની ટીમમાંથી જ હકાલપટ્ટી કરી દેવી જોઇએ અમરનાથના મતે ગંભીરને કેપ્ટન બનાવવો જોઇએ
તેંડુલકરે હવે નિવૃત થઇ જવું જોઇએ ધોનીને કાઢવાની કોઇમાં હિંમત નથી

પૂણે, તા. ૧૧
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોહિન્દર અમરનાથે વર્તમાન કેપ્ટન ધોની ભારતની ટીમમાં સ્થાન લેવા માટે જ લાયક નથી તેવી કરેલી કોમેન્ટથી ક્રિકેટ બોર્ડ, પસંદગી સમિતિ અને દેશના ક્રિકેટ વર્તુળમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રસપ્રદ બાબત એ છે કે અમરનાથ ભારત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ૦-૪થી બંને ટેસ્ટ શ્રેણી હાર્યું ત્યારથી જ ધોનીની કેપ્ટન તરીકે હકાલપટ્ટી થવી જોઇએ તેવો નિડર અભિપ્રાય પસંદગી સમિતિની બેઠકમાં આપતો હતો.
તે વખતે શ્રીકાંત પસંદગી સમિતિનો ચેરમેન હતો. ધોની જોડે તેના સંબંધ ખૂબ જ સુમેળભર્યા હતા. બોર્ડના સેક્રેટરી શ્રીનિવાસન આઇપીએલની ચેન્નઇ સુપર કિંગ્સના માલિક છે. ધોનીનો જ્યારે સૂરજ તપતો હતો ત્યારે આ બંને બોર્ડના હોદ્દેદારોએ ધોનીને ભરપુર પીઠબળ અને પ્રમોશન આપ્યું. ઘણા તો એવું પણ માને છે કે કરોડોના ક્રિકેટ કારોબારના તેઓ ભાગીદાર છે.
ધોની આમ પણ વન ડે કે ટ્વેન્ટી-૨૦નો સફળ કેપ્ટન અને બેટ્સમેન છે જ. અમરનાથે તેની ટેસ્ટ કેપ્ટન્સી સામે વાંધો ઉઠાવતા ધોની અને બોર્ડના સ્થાપિત હિતોને ફટકો પડે તેમ હતું.
ધોની વિરૃધ્ધ પસંદગી સમિતિની બેઠકમાં મંતવ્ય આપવાનું અમરનાથને ભારે પડયું. ધોનીના પ્રભાવનો પરચો તેને એ હદે મળ્યો કે અમરનાથને નવી પસંદગી સમિતિમાં વધુ એક ટર્મ મળી શકે તેમ હતી અને તે શ્રીકાંતના સ્થાને પસંદગી સમિતિનો ચેરમેન બનવા માટે લાયક હતો તેની જગ્યાએ ભારતીય ક્રિકેટ બોર્ડે તેની સભ્ય તરીકે જ હકાલપટ્ટી જ કરી દીધી. અમરનાથ જેવા આદરણીય ક્રિકેટની જગાએ સંદીપ પાટીલને ચેરમેન બનાવી દીધો.
હવે અમરનાથે તેની માંગ ભારતીય ક્રિકેટના હીતમાં યોગ્ય જ છે તેવું પૂરવાર કરતા ઈંગ્લેન્ડ સામે ભારત સતત બે ટેસ્ટ ઘરઆંગણે હારતા ફરી અવાજ ઉઠાવ્યો છે કે ધોનીને હટાવો. તે ટીમ માટે બોજરૃપ છે.
ધોનીના શ્રીકાંત જોડેના સમિકરણો પણ બદલાયા છે. ભારત કોલકાતા ટેસ્ટ હાર્યું તે સાથે જ શ્રીકાંતે કોમેન્ટ કરી કે ધોનીએ ટીમ પરનો કંટ્રોલ ગુમાવી દીધો છે. ખરેખર તો શ્રીકાંત પાસેથી કોઇપણ નિવેદનની ક્રિકેટ જગત અપેક્ષા નહોતું રાખતુંં. શ્રીકાંતને આવી કોમેન્ટ કરવાની જરૃર કેમ પડી?
ભારત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ૦-૪થી હાર્યું ત્યારે શ્રીકાંતને નહોતો સમજતો કે ધોનીનો પ્રભાવ નથી રહ્યો? જો શ્રીકાંત પણ એમ જ માનતો હોય તો અમરનાથ આવું બોલ્યા હતા ત્યારે તેને સજા કેમ થઇ? શ્રીકાંત ધોનીને છાવરતો જ રહ્યો છે તો પછી હવે અચાનક શ્રીકાંત કેમ તેની વિરૃધ્ધમાં બોલ્યો તે રહસ્યમય ઘટના છે.
એવી પણ શંકા સેવી શકાય છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ પણ અંદરખાનેથી ધોનીને ટેસ્ટ કેપ્ટન તરીકે હટાવવા માંગતું હોય અને શ્રીનિવાસન અને રત્નાકર શેટ્ટી જેવાના કહેવાથી જ શ્રીકાંતે ધોનીની વિરૃધ્ધમાં કોમેન્ટ કરી હોય જેથી ઓપરેશન પાર પાડવાનું પ્લેટફોર્મ ઘડાય.
અમરનાથે પલિતો ચાંપતા વિવાદને વેગ આપ્યો છે કે ધોની ટીમમાં સ્થાન પામવાને લાયક જ નથી પણ કોઇમાં આવો નિર્ણય લેવાની હિંમત નથી. અમરનાથે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું હતું કે ધોનીએ એક વર્ષમાં શું કર્યું છે કે તેને સામેલ કરતા રહેવું પડે છે. ટી-૨૦ વર્લ્ડકપમાં પણ ભારતનો દેખાવ નબળો રહ્યો તે વખતે પણ ટીમની પસંદગી બાબત અમરનાથને પસંદગી સમિતિના સભ્યો જોડે તીવ્ર મતભેદ સર્જાયા હતા.
અમરનાથે તો એટલે સુધી કહ્યું હતું કે ગંભીરને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવો જોઇએ. વન ડેમાં કોહલીની રમતથી હું પ્રભાવિત છું.
અમરનાથે તેંડુલકર માટે પણ કહ્યું હતું કે આ મહાન ક્રિકેટર હવે અગાઉના વર્ષો જેવું નથી રમી રહ્યો . તેણે તેની નિવૃતિનો નિર્ણય લઇ લેવો જોઇએ.
ફંકશનમાં ઉપસ્થિત વેંગસરકરે પણ કહ્યું હતું કે હવે તેંડુલકર અગાઉની જેમ તો સાતત્યપૂર્ણ મોટી ઇનિંગ નહીં રમી શકે.
અમરનાથે આશા અને શ્રધ્ધા વ્યક્ત કરી હતી કે યુવરાજ, હરભજન અને ઝહિરખાન આવતા વર્ષે ફોર્મ મેળવીને પુનરાગમન કરશે. તેણે આઇપીએલને ક્રિકેટ નહીં પણ મનોરંજન ગણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved