Last Update : 12-December-2012, Wednesday

 

ખાનગી સંરક્ષણ ઉદ્યોગના મંડાણ
તાતા જૂથે સ્વદેશી બનાવટની ૧૫૫ એમ.એમ.ની તોપ વિકસાવી

બાવન કેલિબરની આ તોપ બાવન કિ.મી. દૂર પ્રહાર કરી શકશે

(પી.ટી.આઈ.) નવીદિલ્હી, તા. ૧૧
સ્વદેશી સંરક્ષણ શસ્ત્રો વિકસાવવાની દિશામાં તાતા જૂથે એક કદમ આગળ મૂકતા સ્વદેશી તોપ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે. તાતા જૂથ નવી આર્ટીલરી તોપ વિકસાવવા ઈચ્છે છે. તે માટે તેણે ભૂમિદળને તેનો દારૃગોળો અને મેદાનો (રેન્જીઝ) પૂરા પાડવા વિનંતી કરી છે.
આ સંદર્ભે ટાટા પાવર સ્ટ્રેટેજીક ઇલેકટ્રોનિક્સ ડીવિઝનના વડા રાહુલ ચૌધરીએ માહિતી આપી હતી કે અમે પર્વતાળ વિસ્તારમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ભૂમિદળને ઉપયોગી તોપ વિકસાવવા સંબંધે અમારા વિદેશી સાથીઓ સાથે પણ ચર્ચા કરી છે. તે તોપના પરીક્ષણ માટે અમે સેનાને તેમના પરીક્ષણ મેદાનો અને દારૃગોળો આપવાની વિનંતી પણ કરી છે. ચૌધરીએ ઉમેર્યું હતું કે એક જ પ્રકારની તોપ ઘણા સમયથી અમારી કંપની બનાવે છે. તેના ૫૦ થી ૫૫ ટકા સ્પેર પાર્ટસ પણ સ્વદેશી હોય છે.
સમય જતા અમે હવે પ્રતિ માસ ૧૫૦ કે તેનાથી વધારે તોપ બનાવવાની ક્ષમતા મેળવી લીધી છે અને તે તોપમાં ૭૦ થી ૭૫ ટકા પાર્ટસ સ્વદેશી હશે.
તાતા જૂથે વિકસાવેલી ૧૫૫ એમ.એમ.ની ૫૨ કેલીબરની તોપની પ્રહાર ક્ષમતા ૫૨ કિ.મી. સુધી થવાની ધારણા છે. જે કદાચ ભારતીય શસ્ત્રોમાં કદાચ સૌથી લાંબી રેન્જ છે. કંપની હવે સંરક્ષણ મંત્રાલય જ્યારે આ પ્રકારના શસ્ત્ર સોદા કરવાનું હોય ત્યારે ટેન્ડર પ્રક્રિયામાં તેમની કંપનીને ભાગ લેવા દેવામાં આવે તેમ ઇચ્છે છે.
છેલ્લાં ૨૫ વર્ષથી સંસદમાં બોફોર્સ તોપનું ભૂત ધૂણી રહ્યું છે તે સંજોગોમાં વિદેશી કંપનીઓ પાસેથી સેના એક નંગ પણ તોપ ખરીદી શકી નથી. જોકે સેના તે માટેના પ્રયાસો વારંવાર કરી ચુકી છે. સંરક્ષણ મંત્રાલયે વિવિધ પ્રકારની તોપો માટેના ટેન્ડર બહાર પાડયા છે. તેની સહીયારી કિંમત આશરે ૨૦ હજાર કરોડ જેટલી થવા જાય છે. કંપનીએ ચીન અને પાકિસ્તાનની પર્વતાળ સરહદ પર ઉપયોગી થઈ શકે તેવી ૧૪૫ એમ.એમ. ૭૭૭ અલ્ટ્રા લાઇટ તોપો વિકસાવવા માટે અમેરિકન સરકારને પણ વિનંતી પત્ર (એલ.ઓ.આર.) લખ્યો છે તેમ ચૌધરીએ ઉમેર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved