Last Update : 12-December-2012, Wednesday

 

સિતારવાદક પંડિત રવિશંકરની જીવન ઝરમર

 

- દેશ-વિદેશમાં ડાન્સના પ્રોગ્રામ કરતા

 

- રવિશંકરે ઉસ્તાદજીનો ખજાનો મેળવવા તેમની પુત્રી અન્નપૂર્ણા સાથે લગ્ન કર્યાં

 

અમદાવાદ, તા. 12 ડિસેમ્બર, 2012

 

દુનિયાભરમાં સિતાર અને ભારતીય સંગીતનો પર્યાય બની રહેલા પંડિત રવિશંકરનો જન્મ પુરાણપ્રસિદ્ધ નગરી કાશીમાં 1920ના એપ્રિલની સાતમીએ થયો હતો. તેમના પિતા પંડિત શ્યામા શંકર દસ ભાષા જાણતા હતા અને વિલાયતમાં જઇને બેરિસ્ટર એટ લૉ થયા હતા. ત્રણ ભાઇઓ પંડિત ઉદય શંકર, પંડિત રાજેન્દ્ર અને પંડિત રવિશંકરમાં રવિજી સૌથી નાના. પિતા શ્યામા શંકર તો આપણા ઝાલાવાડના દીવાનપદે પણ થોડો સમય રહ્યા હતા. પરંતુ રાજખટપટમાં રસ નહીં હોવાથી પાછળથી અમેરિકામાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર થઇને વસી ગયા હતા.

 

પંડિત ઉદયશંકર ટોચના નર્તક હતા. માત્ર દસ વરસની વયથી રવિજી મોટાભાઇના નૃત્યવૃન્દમાં જોડાઇ ગયા હતા અને દેશ-વિદેશમાં ડાન્સના પ્રોગ્રામ કરતા હતા. એ સમયે ઉદય શંકરના વાદ્યવૃન્દમાં મૈહર ઘરાનાના મહારથી ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં સિતાર-સરોદ-સૂરબહાર અને બીન જેવાં વાદ્યો વગાડતા. નવરાશની પળોમાં રવિજી પણ તેમની પાસે બેસતા અને સિતાર વગાડવાની તાલીમ લેતા. રવિનો રસ જોઇને એક વાર ઉસ્તાદજીએ કહ્યું કે ડાન્સ અને સિતાર બંને સાથે જાય નહીં. તું નક્કી કર કે તારે શું કરવું છે. એક નાજુક પળે રવિજીએ સિતાર પસંદ કરી અને વિદેશની બાદશાહી રહેણીકરણી છોડીને ઉસ્તાદજી સાથે મૈહર આવી ગયા. મૈહર એ જમાનામાં નાનકડી રિયાસત હતી. બાબા તરીકે જાણીતા ઉસ્તાદજી એક ઝૂંપડીમાં રહેતા.

 

એમની પાસે રહીને પંડિતજીએ આઠ-નવ વરસ તાલીમ લીધી અને સિતાર તથા સરોદ પર ગજબનો કાબુ મેળવ્યો. એ રોજના દસથી બાર કલાક રિયાઝ કરતા. ઉસ્તાદજીનો આખોય ખજાનો મેળવવા એમણે ઉસ્તાદજીની પુત્રી અન્નપૂર્ણા સાથે લગ્ન પણ કર્યાં હતાં. એ લગ્નથી શુભેન્દુ નામે દીકરો થયો હતો જે ભર યુવાનીમાં અકાળે મૃત્યુ પામ્યો.ત્યારબાદ એમણે થોડો સમય બોલિવૂડની ફિલ્મોમાં સંગીત પણ પીરસ્યું. ખાસ કરીને ફિલ્મ અનુરાધા, મુનશી પ્રેમચંદજીની વાર્તા ગોદાન પરથી બનેલી ફિલ્મ ગોદાન, મીરાં ઉપરાંત સત્યજિત રેની પથેર પાંચાલી અને રિચર્ડ એટનબરોની જગવિખ્યાત ફિલ્મ ગાંધીમાં પણ રવિશંકરનું સંગીત હતું.

 

અંગ્રેજી ફિલ્મો ધ ફ્લ્યુટ એન્ડ ધી એરો તથા ધ ચેરી ટેલમાં તેમનું સંગીત હતું પરંતુ ફિલ્મ લાઇનના કાવાદાવા અને ખોટ્ટી મસ્કાબાજીથી કંટાળીને એ પાછા શાસ્ત્રીય સંગીત તરફ વળ્યા. આકાશવાણીના દિલ્હી કેન્દ્રમાં તેમણે ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. પોતાના સાળા અને ગુરુભાઇ ઉસ્તાદ અલી અકબર ખાં સાથે મળીને તેમણે દેશ વિદેશમાં સિતાર અને સરોદની જુગલબંધી શરૃ કરી. એ રીતે લગભગ આખી દુનિયામાં ભારતીય સંગીત રજૂ કર્યું. એમની સાથે ઉસ્તાદ અલ્લારખ્ખા અને એમનો એવોજ પ્રતિભાશાળી દીકરો ઉસ્તાદ ઝાકિર હુસૈન તબલા પર સંગત કરતો. આ ચારેજણે વિદેશોમાં ભારતીય સંગીતનો એવો ડંકો વગાડ્યો કે બીટલ્સ તરીકે પ્રખ્યાત પોપ કલાકારોમાંના જ્યોર્જ હેરિસને રીતસર પંડિતજીનું શિષ્યત્વ સ્વીકાર્યું.

 

એ જ રીતે જગવિખ્યાત વાયોલિન વાદક યહૂદી મેન્યુહીન સાથે પણ પંડિતજીએ વાયોલિન અને સિતારની જુગલબંદીના અનેક પ્રોગ્રામ કર્યા. સિતારવાદનમાં તેમની એવી માસ્ટરી હતી કે એ સિતારને જાણે ગવડાવતા. ટોચના સમીક્ષકો કહેતા કે પંડિત રવિશંકર સિતારને ગવડાવે છે. સતત પ્રયોગશીલ રહીને એમણે સિતારવાદનમાં અનેક સીમાસ્તંભ સર કરેલા. એમના પ્રખર શિષ્યોમાં શમીમ અહમદ અને એમનાં છેલ્લાં લગ્નથી થયેલી પુત્રી અનુષ્કાનાં નામ મોખરે છે. પંડિતજીની વિદાયથી એક યુગનો અસ્ત થયો એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved