Last Update : 12-December-2012, Wednesday

 

ચાર વર્ષમાં રૃ. ૧૨૫ કરોડ ખર્ચ્યા
વોલમાર્ટ લોબિંગ કેસ ઃ સરકાર તપાસ માટે તૈયાર ઃ કમલનાથ

ભાજપ સહિતના વિપક્ષોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માગણી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૧
અમેરિકન કંપની વોલમાર્ટ દ્વારા ભારતમાં લોબિંગ માટે નાણા આપવા સંબધી ખુલાસાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા અથવા સ્વતંત્ર તપાસ કરાવવાની માંગને લઇને સંસદમાં જોરદાર હોબાળો થયો હતો જેના કારણે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી ઘણી સ્થગિત કરવી પડી હતી. જો કે સંસદીય બાબતોના પ્રધાન કમલનાથે સ્પષ્ટતા કરી હતી કે સરકાર આ મુદ્દે તપાસ માટે તૈયાર છે.
યુપીએને બહારથી ટેકો આપનારા અને ગયા સપ્તાહમાં એફડીઆઇ મુદ્દે યુપીએ સરકારને ઉગારનાર આરજેડી અને સમાજવાદી પાર્ટીએ પણ લોબિંગની તપાસ કરવાની માંગ કરી હતી. ભાજપ, જેડી(યુ), એઆઇએડીએમકે, તૃણમુલ કોંગ્રેસ, આરજેડી અને સીપીઆઇએ જેપીસી તપાસની માંગ કરી હતી. જ્યારે સમાજવાદી પાર્ટીએ ન્યાયિક તપાસની માંગ કરી હતી.
વોલમાર્ટ ઉપરાંત સરકારી નોકરીમાં એસસી અને એસટીને પ્રમોશનમાં અનામત આપવાના વિધેયક અંગે સપાએ વિરોધ કરતાં બંને ગૃહોમાં કોઇ કામગીરી થઇ શકી ન હતી. ભાજપ નેતા યશવંત સિંહાએ લોકસભામાં જણાવ્યું હતું કે જ્યાં સુધી જેપીસી અથવા ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવશે નહીં ત્યાં સુધી સંસદની કાર્યવાહી ચાલવા દેવામાં આવશે નહીં. સંસદીય બાબતોના પ્રધાન કમલનાથે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે તપાસ કરાવવા માટે તૈયાર છે. જોે કે તેમણે તપાસના પ્રકારનો ઉલ્લેખ કર્યો ન હતો.
લોકસભામાં આજે અધ્યક્ષ મીરા કુમાર દ્વારા પ્રશ્ર કાળની શરૃઆત કરવામાં આવતા જ બસપા, ડાબેરીઓ અને તૃણમુલ કોંગ્રેસના સભ્યો અધ્યક્ષની ખુરશી તરફ ધસી આવ્યા હતાં અને તેમણે વોલમાર્ટ દ્વારા કરવામાં આવેલા લોબિંગની તપાસ કરાવવાની અને કોલ બ્લોક ફાળવણીની તપાસ ક્યા સુધી થઇ તે જાહેર કરવાની માંગ કરી હતી. ભાજપે પણ પ્રશ્ર કાળ રદ કરી લોબિંગ મુદ્દે સરકારને જવાબ આપવા જણાવ્યું હતું. આ હોબાળો શાંત ન થતા લોકસભા અધ્યક્ષને કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
રાજયસભાની કાર્યવાહી શરૃ થતા જ ભાજપના સભ્યો પોતાના સ્થાને ઉભા થઇ ગયા હતાં અને વોલમાર્ટ લોબિંગ મુદ્દે તપાસની માંગ કરી હતી. સપાના સભ્યોએ સરકારી નોકરીઓમાં એસસી અને એસટીને પ્રમોશનમાં અનામત આપવાના વિધેયકનો વિરોધ કર્યો હતો. હોબાળો અને વિરોધ ચાલુ રહેતા રાજયસભાના અધ્યક્ષે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
આ દરમિયાન ભારતીય બજાર સુધી પહોચવા માટે લોબિંગ કરવા વોલમાર્ટ દ્વારા ૧૨૫ કરોડ રૃપિયા ખર્ચ કરવાના અહેવાલથી ઉત્પન્ન થયેલા વિવાદની વચ્ચે અમેરિકાએ જણાવ્યું હતું કે વિશ્વની અગ્રણી રિટેલ કંપનીએ કોઇ અમેરિકન કાયદાનો ભંગ કર્યો નથી. અમેરિકા વિદેશ વિભાગના પ્રવક્તા વિક્ટોરિયા નુલેન્ડે ભારતના વિપક્ષી દળોના આરોપોને ફગાવતા જણાવ્યું હતું કે અમેરિકાની દષ્ટિએ હું નથી માનતી કે અમે અહીં કોઇ અમેરિકન કાયદાનો ભંગ કર્યો છે. જયાં સુધી ભારતની વાત છે તો તમે તેમની વાત કરો. તેઓ ભારતમાં વિપક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતાં.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved