Last Update : 12-December-2012, Wednesday

 

મોદી ભ્રષ્ટાચારની તપાસથી ગભરાય છે
ગુજરાતમાં લોકાયુક્ત કેમ નહીં ? રાહુલ ગાંધી

વિકાસ ગુજરાતનો પણ પ્રસિદ્ધિ માત્ર મોદીની જ કેમ ? ગુજરાતની ગરીબ પ્રજાના નાણાંમાંથી ટાટાને દરેક નેનો કાર દીઠ ૬૦ હજારની સખાવત

અમરેલી,જામનગર,સાણંદ, તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચુંટણી એક દિવસ પહેલાં કોંગ્રેસની નૈયાને પાર ઉતારવા કોંગ્રેસનાં મહામંત્રી રાહુલ ગાંધીએ આજે જામનગર, અમરેલી અને સાણંદ ખાતે જાહેરસભાને સંબોધતા ગુજરાતનાં મુખ્યમંત્રી સામે આકરા પ્રહારો કરી ગુજરાતમાં લોકાયુકતની નિમણુંક નહીં થવા દેનાર રાજય સરકારને પાઠભણાવવા લોકોને અપીલ કરી સ્થાનિક મુદાઓ પણ ઉઠાવ્યાં હતાં.
અમરેલીના કમાણી ફોરવર્ડ હાઈસ્કુલના પટાંગણમાં બપોરે ૧.૨૦ કલાકે આવી પહોંચેલા કોંગ્રેસનાં મહામંત્રી રાહુલ ગાંધીએ જનમેદનીને સંબોધી હતી. જેમાં તેમણે મુખ્યમંત્રી મોદી અને કૃષિમંત્રી સંઘાણીનાં નામ લીધા વગર તેમનાં પર પ્રહારો કર્યાં હતાં. શરૃઆતમાં ગુજરાતીઓમાં ભરપેટ વખાણ કરી દેશવિદેશમાં જયાં ગુજરાતી જાય ત્યાં તેની આગવી ઓળખ ઉભી કરતા હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે, વિશ્વમાં ગુજરાત પ્રેરણા પુરી પાડે છે. આઝાદીનાં બીજ પણ મહાત્મા ગાંધીએ ગુજરાતમાંથી રોપ્યા હતાં. આઝાદીનાં સ્વપ્નપર વિજયનાં બીજા દેશો ચાલી રહ્યાં છે. ગુજરાતનો વિકાસ અહીં ના લોકોના કારણે થયો છે નહિ કે એક વ્યક્તિના કારણે!
કેટલાક લોકો મે-કર્યું, મે કર્યું કહીને પોતાને એકલાએજ વિકાસ કર્યો છે તેવું ચિત્ર ઉભું કરી પ્રચાર કરી રહ્યાં છે, તેને ઓળખી લો. ગુજરાતમાં કૃષિપ્રધાન અમરેલીના હોવા છતાં અમરેલીને કૃષિપાકવિમો અપાવી શકયા નથી, તો શું આ વિકાસ થયો છે! અમરેલી પાણી માટે તરસે છે. તો શું આ વિકાસ છે? ખેડુતોનાં હિત માટે કેન્દ્રસરકાર એફડીઆઈ લાવવા માંગે છે, ત્યારે પાર્લામેન્ટમાં ભાજપ વિરોધ કરી અનેક દિવસથી ચાલવા દેતા નથી. દેશમાં આરટીઆઈ એકટ ૨૦૦૫ લાવવામાં આવ્યો છે, પરંતુ સંપુર્ણ પણે અમલ ગુજરાતમાં થયો નથી. છેલ્લા કેટલાય વર્ષોથી રાજયની ભાજપ સરકાર લોકાયુકતની નિમણુંક કરવા દેતી નથી, ત્યારે આવી સરકારને પાઠ ભણાવવો જોઈએ.'
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આજે પ્રચાર પંડઘમ શાંત થાય તે પહેલાં યોજાયેલ છેલ્લી જાહેર સભામાં રાહુલ ગાંધીએ ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૧૦ લાખ બેરોજગારો હોય તે વિકાસ છે? ૧૪ હજાર આરટીઆઈ અરજીઓ પેન્ડીંગ છે. તે વિકાસ છે? ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચાર છુપાયેલો છે, જે બહાર લાવવો જોઈએ. ગુજરાતનાં લોકોની શક્તિને દબવી દેવામાં આવી છે. જામનગરમાં દરત્રીજા દિવસે માત્ર ૨૫ મીનીટ પાણી મળે તે વિકાસ છે? તેવો સવાલ ઉઠાવ્યો હતો.
રાહુલ ગાંધીએ સાણંદ ખાતે વિશાળ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર એક જ અવાજ સંભળાય છે. પ્રજાનો અવાજ સાંભળવામાં આવતો નથી. ગુજરાતની પ્રજાની વિચારધારા સાંભળવામાં આવતી નથી. જેના કારણે લોકાયુક્તની નિમણૂંક નથી થતી. પુરતું પીવાનું પાણી મળતું નથી. પુરતી વીજળી મળતી નથી. લાખો યુવાનો બેકાર છે. ગુજરાતના યુવાનો, મહિલાઓ અને ખેડૂતો તનતોડ મહેનત કરતાં હોવા છતાં એવું કહેવાય છે કે ગુજરાતમાં માત્ર એક વ્યક્તિ જ બધું કરે છે. આ માનસિકતાના કારણે ગુજરાતની પ્રજાએ ખુબ જ સહન કરવું પડયું છે.
રાહુલ ગાંધીએ મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ અને ગાંધીજીની હ્યયદસ્પર્શી વાતથી પોતાનું વકતવ્ય શરૃ કર્યું હતું. તેમણે જણાવ્યું કે ગાંધીજીના વિચારોના કારણે મોતીલાલ નહેરુની વિચારસરણીમાં બદલાવ આવ્યો હતો. આ ગાંધીજી એ તમારી(ગુજરાતની) દેણ છે. હિન્દુસ્તાન દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. ત્યારે મતનો અર્થ થાય છે દરેકનો અવાજ સાંભળવો. ગાંધીજી માત્ર દેશના નાગરિકોનો જ નહીં અંગ્રેજોનો અવાજ પણ સાંભળતા હતા. દિલ્હીમાં આમ આદમીની સરકાર છે. તેનો મતલબ છે અમે તમામનો અવાજ સાંભળવા માંગીએ છીએ.
બેંક નેશનલાઈઝેશનથી અમે ખેડૂતોનો અવાજ સાંભળ્યો છે. ગરીબોને બેંકલોન આપીને ગરીબોનો અવાજ સાંભળ્યો છે. હરિયાળી ક્રાંતિ દ્વારા ખેડૂતોનો અવાજ સાંભળ્યો છે. તમારા હાથમાં મોબાઈલ છે એ રાજીવ ગાંધીએ તમારો(પ્રજાનો) અવાજ સાંભળ્યો તેનું પરિણામ છે. અમે મનરેગા લાવ્યા ત્યારે એવું નથી કહ્યું કે કોઈ એક પ્રદેશ કે એક જાતિને તેનો લાભ આપીશું તેવું નથી કહ્યું. ખેડૂતોનું દેવું માફ કર્યું ત્યારે માત્ર ખેડૂતને જ ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હતો. પંચાયતમાં રિઝર્વેશનનું બીલ અમે લોકસભામાં લાવ્યા છીએ. કોંગ્રેસ તમારા અવાજને સિસ્ટમમાં લાવવાની વાત કરે છે. દરેકને ભોજનનો અધિકાર આપવામાં એવું નથી કહ્યું કે આને ભોજન આપીશું અને આને ભોજન નહીં આપીએ. કારણ કે અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ આગળ વધે.
પરંતુ ગુજરાતમાં તમારી વિચારધારા નથી સાંભળી જાતી. એવું કહેવાય છે કે જો ગુજરાત આગળ જાય છે તો એક જ વ્યક્તિના કારણે. શું યુવાનો, મહિલાઓ કે આમ જનતા કાંઈ કરતી જ નથી? આ તો એક વ્યક્તિનું માર્કેટિંગ જ છે. શું એ હકિકત છે કે ગુજરાત કાંઈ કરતું જ નથી? આખું ગુજરાત સુઈ રહ્યું છે? એક વ્યક્તિ જ કામ કરે છે? એવું નથી. ગુજરાતની મહિલાઓએ અમૂલ આપ્યું છે. ટેલિકોમ ક્રાંતિમાં રાજીવ ગાંધી સાથે સામ પિત્રોડા હતા તે ગુજરાતની દેણ છે. તમે લોકો ગુજરાત માટે રોજ મહેનત કરો છો છતાં કહેવાય છે કે એક વ્યક્તિ જ કામ કરે છે. આ યોગ્ય નથી.
નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર રાહુલ ગાંધીએ તેમને આડેહાથે લીધા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે એક નેનો કાર માટે ગુજરાત ૬૦ હજાર રૃપિયા આપે છે. તમારી પાસે નેનો નથી છતાં તમે એક કારે ૬૦ હજાર રૃપિયા ચુકવો છો. ગુજરાતમાં લોકાયુક્ત નથી. કારણ કે ગુજરાતમાં માત્ર એક જ અવાજ સંભળાય છે. બાકીના અવાજને કચડી નાખવામાં આવે છે.
અમે આરટીઆઈ લાવ્યા ત્યારે ખબર હતી કે ભ્રષ્ટાચાર બહાર આવશે. જયારે ગુજરાતમાં આરટીઆઈની ૧૪ હજાર અરજીઓ પડતર છે. અહીં પીવાનું પાણી, પુરતી વીજળી મળતી નથી. ગાંધીજીએ કહેલું કે જે રાજનીતિ કરતાં હોય તેમણે પોતાના વિચારો અને સપનાઓથી પર થઈ જવું જોઈએ. જનતાની ખુશી, જનતાના સપના, જનતાના વિચારો એ પોતાના વિચારો બનવા જોઈએ. જયારે ગુજરાતમાં અત્યારચાર અને ગુસ્સો જ છે. રાજનીતિમાં ગુસ્સો આવે ત્યારે પ્રજાનો અવાજ સંભળાતો નથી.
ભાજપને નિશાન બનાવતાં તેમણે કહ્યું કે અમે સંસદમાં એફડીઆઈ લાવ્યા. જેનાથી ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ, સારા ભાવો સહિતનો ફાયદો થનાર છે. આ મુદ્દો ભાજપના ચૂંટણી ઢંઢેરામાં હતો. આમ છતાં કોંગ્રેસ બીલ લાવ્યું એટલે ભાજપે તેનો વિરોધ કર્યો. ગુજરાતમાં વિધાનસભા વર્ષમાં માંડ ર૦-રપ દિવસ ચલાવાય છે. આવી જ રીતે ભાજપ સંસદમાં વિરોધ કરીને માંડ ર૦-રપ દિવસ ચાલવા દે છે. જમીન અધિગ્રહણનો મામલો હોય, એફડીઆઈ હોય કે આધાર કાર્યક્રમ હોય. તમામમાં ભાજપે વિરોધ કર્યો હતો. આનાથી જનતાને નુકસાન થાય છે. કોંગ્રેસ સત્તા પર આવશે તો ગુજરાતની વિચારધારા, પ્યાર, ઈજ્જત સાથે દરેકને સાથે લઈને આગળ વધીશું. સાણંદની સભાને સફળ બનાવવા માટે કોંગ્રેસના અગ્રણી જે.બી. પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved