Last Update : 12-December-2012, Wednesday

 

રાહુલની ત્રણ સભાનો મોદીએ છ સભામાં જવાબ આપ્યો
તમારા પિતાએ યુવાનોને મોબાઈલ આપ્યા પણ ચાર્જિંગ માટે વીજળી જોઈએ

ગુજરાત વિધાનસભા ૨૫ દિવસ જ ચાલે છે એવી ટીકા કરી પણ રાહુલ લોકસભામાં કેટલા હાજર રહે છે ?
કોંગ્રેસ ક્યારેય ગુજરાત ભાજપને તો શું મને એકલાને પણ પરાસ્ત કરી નહીં શકે

અમદાવાદ, મંગળવાર
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં ત્રણ જાહેર સભાઓમાં કરેલી ગુજરાત ભાજપ સરકારની ટીકાઓનો જવાબ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ છ જાહેરસભાઓમાં આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાહુલ બાબાએ તેમના પિતા રાજીવ ગાંધીએ દેશના યુવાનોને મોબાઈલ આપ્યા તેના ગાણાં ગાયાં, પણ મોબાઈલના ચાર્જિંગ માટે વીજળીની જરૃર પડે છે. દેશના ઘણઆ ગામો અને શહેરોમાં નિયમિત વીજળી મળતી નથી. ગુજરાત વિધાનસભા વર્ષમાં ૨૫ દિવસ જ મળે છે તેવી ટકોરનો જવાબ આપતાં મોદીએ જણાવ્યું હતું કે લોકસભામાં છેલ્લા વર્ષમાં ૮૫ બેઠકો મળી તેમાં રાહુલ બાબા માત્ર ૨૪ બેઠકોમાં જ હાજર રહ્યા હતા. શું આ તમારો લોકતંત્રનો પ્રેમ છે ? કોંગ્રેસ ક્યારેય મને એકલાને પણ પરાસ્ત કરી નહીં શકે.
આજે સૌરાષ્ટ્રમાં ચાર અને મધ્ય ગુજરાતમાં બે જાહેરસભાઓને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યં હતું કે ગુજરાતમાં આવીને રાહુલ ગાંધીએ ગુજરાત સરકારની સામે જનતાને ગુમરાહ કરવાનો બાલીશ પ્રયાસો કર્યા છે. ગાંધીજી, વિધાનસભા, આર.ટી.આઈ., રોજગારી, કિસાનો, યુવાનો અને આમઆદમી વિશે જે વિધાનો કર્યા છે. તેમાં તેમનું અજ્ઞાાન ઉઘાડું પડે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે દેશની અદાલતોમાં કેસોનો ભરાવો એટલા માટે પણ છેકે વીજળીના અભાવે કોર્ટો ચાલતી નથી. ગુજરાતમાં આર.ટી.આઈ.ની ૧૪ હજાર પેન્ડિંગ અરીજનો જવાબ આપતાં જણાવ્યું હતું કે દિલ્હીની સરકારમાં ત્રણલાખ અરજીઓ પેન્ડિંગ છે
ગાંધી પરિવારનો વંશવાદ ગુજરાતની રાજનીતિના વિકાસને ઉખાડી ફેંકી શકશે નહીં. ગાંધીજી ગુજરાતના હતા તેથી અલ્હાબાદમાં આનંદભુવન ખાતે જવાહરલાલ નહેરૃ જેલમાં હતા ત્યારે નીચે પથારી કરીને સુતા હતા. તેથી ગાંધીજી પણ નીચે પથારી કરતા હતા એમ રાહુલ ગાંધી જણાવે છે તો તમારા દાદા જવાહરલાલ નીચે પથારી રતાં હતા તો તમારા પિતાએ કેમ જમીન પર સુવાનું પસંદ કર્યું નહતું ? નહેરૃ પરિવાર ગુજરાત ભાજપને ઊખાડી શકશે નહીં કારણે કે સોનિયાજી, વડાપ્રધાન અને રાહુલ બાબા થઈને જેટલી સભા ગુજરાતમાં કરી તેના કરતાં વધારે સભા હું એક દિવસમાં કરૃં છું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના ગામડાઓને પીવાનું પાણી, સારા રસ્તા, વીજળી, ખેતી માટે સિંચાઈની સુવિધા જોઈએ છે. તમે દેશને આ પાયાની સુવિધાઆપી શક્યા નથી અને ગુજરાતની ટીકા કરો છો. કોંગ્રેસ ક્યારેય ગુજરાતમાં ભાજપને તો શું મને એકલાને પણ પરાસ્ત કરી નહીં શકે. કોંગ્રેસ પાસે કાળા ધોળા કરવા સિવાય છે શું ?
મુખ્યમંત્રીએ સાવરકુંડલા, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની ભાજપની ચૂંટણી સભાઓમાં જણાવ્યું હતું કે કોંગ્રેસનું આખું દળકટક ગુજરાતમાં ઉતર્યું છે. કોઈને ગુજરાતના વિકાસની વાત નથી કરવી. ગુજરાતમાં વિકાસ નથી થયો એવા જુઠ્ઠાણા ચલાવે છે અને બીજી બાજુ જે વિકાસ થયો છે તે કેન્દ્રના નાણાથી થયો છે એમ કહે છે. શું ગુજરાત સરકાર પાસે કોંગ્રેસ હિસાબ માંગે છે ?
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રની પાસે ગુજરાત ભિક્ષુક બનીને ઉભુ રહે એવું કોંગ્રેસ માને છે. પરંતુ ગુજરાત તો કેન્દ્રની સહાય વગર પણ કેવો અદભૂત વિકાસ કરી શકે છે એ ૧૧ વર્ષમાં દેશ અને દુનિયાએ જોઈ લીધું છે.
દિલ્હીની કેન્દ્ર સરકારની તિજોરી તો ગુજરાતના રૃા. ૬૦ હજાર કરોડના વેરાથી ભરાય છે. હિસાબ તો તમારી પાસે ગુજરાતે માંગવાનો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved