Last Update : 12-December-2012, Wednesday

 

આઈપીઓ માટે રીટેલ રોકાણકારોનું નિરસ વલણઃ૨૦૦૭ જેવા ઉત્સાહનો અભાવ

૨૦૦૭માં રોકાણકારો અરજી કરવા લાંબી લાઈનમાં ઊભા રહેતા હતા

મુંબઈ, મંગળવાર
લાંબા સમયગાળા બાદ પ્રાઈમરી બજારમાં સળવળાટ શરૃ થયો છે ત્યારે રીટેલ રોકાણકારો જાહેર ભરણાં (આઈપીઓ) માટે સજ્જ થઈ રહ્યા છે. આ સપ્તાહમાં આવી ગયેલા કેર રેટિંગ્સ અને પીસી જ્વેલરને રીટેલ રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. રૃપિયા ૪૫૦૦ કરોડનો ભારતી ઈન્ફ્રાટેલનો ઈસ્યુ આઈપીઓમાં રીટેલ રોકાણ માટે બળાબળની કસોટીરૃપ બની રહેનાર છે.
કેર અને પીસી જ્વેલરને બજારની સામાન્ય માનસિકતા કરતા સારો પ્રતિસાદ મળ્યાનું જોવા મળી રહ્યું છે, એમ એક ફાઈનાન્સિઅલ સર્વિસીઝ કંપનીના સેલ્સ મેનેજરે જણાવ્યું હતું.
પીસી જ્વેલર અને કેરના ભરણાંમાં રીટેલ માગ જોવા મળી છે ખરી પરંતુ ભારે ધસારો જોવા નથી મળતો. આ જાહેર ભરણાં રૃપિયા ૫૦૦ કરોડના છે. રીટેલ ખેલાડીઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે કારણ કે બજારમાં ૨૦૦૭ જેવો ઉત્સાહ જોવા મળતો નથી. ૨૦૦૭માં રીટેલ રોકાણકારો સારી કંપનીના જાહેર ભરણાંની અરજી કરવા લાંબી લાઈનમાં ઊભા રહેતા જોવા મળતા હતા, જે હાલમાં જોવા નથી મળતું.
કેર રેટિંગ્સ, ભારતી ઈન્ફ્રાટેલ અને પીસી જ્વેલર મળીને બજારમાંથી રૃપિયા ૫૫૦૦ કરોડ ઊભા કરવા ઈરાદો ધરાવે છે. આ જાહેર ભરણામાં રૃપિયા ૨૦૦૦ કરોડના શેર રીટેલ રોકાણકારો માટે બાજુ પર રખાયા છે. આ ભરણાંઓ ભરાઈ તો જશે પણ રોકાણકારોમાં ખાસ ઉત્સાહ જોવા નથી મળતો એમ તેમણે જણાવ્યું હતું. સેન્સેકસ ૧૯૦૦૦ પાર કરી ગયો છે અને નિફટી ૬૦૦૦ની નજીક છે છતાં નાના રોકાણકારો પ્રાઈમરી માર્કેટ તરફ હજુ આકર્ષાયા નથી.
એક વખત કેટલાક આઈપીઓ આવી ગયા બાદ તેમને કેવી સફળતા મળે છે ત્યારબાદ રીટેલરોનો રસ વધતો જોવા મળી શકે છે. કેર રેટિંગ અને પીસી જ્વેલર્સમાં રીટેલ રોકાણકારો માટે રૃપિયા ૨૦૦ કરોડ અનામત રખાયા છે, જ્યારે ભારતી ઈન્ફ્રામાં રૃપિયા ૧૫૮૬ કરોડના શેર રીટેલ રોકાણકારો માટે અનામત રખાયા છે.
દરમિયાન તાજેતરમાં મુડીબજારમાં આવેલ કેર રેટીંગના આઈપીઓના અંતિમ દિવસે તેનો એસએનઆઇ ક્વોટા ૧૧૧ ગણો ભરાયો હતો. જ્યારે ક્યુઆઇપી પોર્શન ૪૫.૮ ટકા ભરાયો હતો. બીજી તરફ તેનો રીટેલ પોર્શન માત્ર ૫.૨ ટકા જ ભરાયો હતો. આ આઈપીઓ કુલ ૪૦.૫૮ ટકા છલકાયો હતો. આમ, આ આંકડા પરથી અંદાજ આવી શકે છે કે શેરબજારની ચાલમાં સુધારો હોવા છતાંય રોકાણકારો આઈપીઓથી દૂર જ રહ્યા છે તે પૂરવાર થાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved