Last Update : 12-December-2012, Wednesday

 

શેરડીના ભાવ વધતાં ઉત્તરપ્રદેશના
ખાંડ ઉદ્યોગને રૃા.૩૦૦૦ કરોડના નુકસાનની વકી

શેરડીના ભાવમાં ૧૬ ટકાનો તીવ્ર વધારો રાજ્યે સૂચવતા આવી અસર થશે ઃ ખાંડ ઉદ્યોગના શેરો પણ ખાબક્યા

મુંબઈ,મંગળવાર
ઓક્ટોબરથી સપ્ટેમ્બરની ખાંડની વર્તમાન મોસમમાં યુ.પી.ના ખાંડ કરખાનાઓ રૃા.૩૦૦૦ કરોડનું જંગી નુકશાન કરે એવી ગણતરી શેરડીમાં આ રાજ્યે સ્ટેટ એડવાઈઝ્ડ પ્રાઈસમાં ૧૬ ટકાનો વધારો કરવાના પગલે મુકાઈ છે. પરિણામે ખાંડ કારખાનાના શેરો પણ ખાબક્યા છે. સમાજવાદી પક્ષે ચૂંટણી જીત્યા પછીના પ્રથમ વર્ષમાં જ શેરડીની તમામ વેરાયટી માટે ૧ ક્વિન્ટલના ટેકાના ભાવ રૃા.૪૦ જેટલા વધારી દીધા છે. સામાન્ય શેરડીના ભાવ ક્વિન્ટલે રૃા.૨૮૦નો અર્લી વેરાયટીના રૃા.૨૯૦ રમાયા છે.
તામિલનાડુ, હરિયાણા અને પંજાબમાં પણ રાજ્ય સૂચિત ટકાના ભાવની વ્યવસ્થા પ્રવર્તે છે પણ ત્યાં ભાવ ઘણા નીચા છે. હરિયાણા અને પંજાબના કારખાના ખેડૂતોને ક્વિન્ટલે રૃા.૨૪૦નો તામિલનાડુના ખેડૂતો રૃા.૨૨૫ ચૂકવશે.
કારખાનાના એક સાધને જણાવ્યું હતું કે રાજ્ય સૂચિત નવા શેરડીના ભાવના કારણએ ક્વિન્ટલ દીઠ ખાંડનું ઉત્પાદન ખર્ચ રૃા.૩૫૦૦ થી રૃા.૩૬૦૦ જેવું આવશે. કારખાનાઓને ક્વિન્ટલે અત્યારે રૃા.૩૨૫૦નો ભાવ મળે છે આમ આવી જ સ્થિતી ચાલુ રહે તો ઉત્તર પ્રદેશના ખાંડના કારખાનાઓને રૃા.૩૦૦૦ કરોડનું નુકસાન વર્તમાન મોસમનાં ૮૦ લાખ ટનના ઉત્પાદનની ગણતરીએ જશે.
કારખાનેદારો ગયા વર્ષે અને આ વર્ષે રાજ્ય સરકાર સ્ટેટ એડવાઈઝ્ડ ભાવમાં ઓછો વધારો જાહેર કરશે એવુ ધારતા હતા. પુરોગામી માયાવતી સરકારે પણ ક્વિન્ટલે રૃા.૪૦નો વધારો જાહેર કર્યો તો અને આ વર્ષે અખીલેશ યાદવની સરકારે પણ તેટલો જ વધારો જાહેર કર્યો છે.
બેન્કો ખાંડના ભાવ રૃા.૩૬૦૦ જેવા થયા ત્યારે આ ક્ષેત્ર અંગે આશાવાદી બની હતી. આ નવી જાહેરાતને પગલે ખેડૂતોને ચૂકવણીમાં સમસ્યા આવવાની ગણતરી કારખાનેદારો મૂકે છે. તેમના મતે શેરડીના ભાવમાં ક્વિન્ટલે રૃા.૨૦નો વધારો જ કરવાની જરૃર હતી. બલરામપુર ચીનીના ઉત્તર પ્રદેશમાં દસ ખાંડના કારખાના હોવાથી તેને વધુ અસર થવાની સંભાવના છે. ખાંડના ભાવ વધવાની પોઝીટીવ અસર સ્ટેટ એડવાઈઝ્ડ ભાવ વધારાના કારણે ભૂંસાઈ જશે.
ઉદ્યોગ માટે એક માત્ર આશાનું કીરણ રંગરાજન સમિતિના અહેવાલની લેવી પ્રથાની નાબૂદીની ભલામણ સ્વિકારાય એ છે. ઈથાનોલનો ભાવ વધારો પણ ખાંડ કારખાનાઓને મદદરૃપ નિવડી શકે છે. જો કે તાજેતરના વર્ષોમાં ઘણીવાર કર્યું હતું તેમ આ વખતે યુ.પી.નો ખાંડ ઉદ્યોગ રાજ્ય સરકારના આ નિર્ણયને અદાલતમાં પડકારવા માંગતો નથી. તેના બદલે તેઓ શેરડીની ખરીદી પર ક્વિન્ટલે લેવાતો રૃા.૨ નો પરચેઝ ટેક્સ રાજ્ય જતો કરે અને સોસાયટીનું કમિશન ક્વિન્ટલે રૃા.૫.૧૦ થી ઘટાડી રૃા.૨.૧૦ કરે તથા રાજ્યમાં જ ઉત્પન્ન થતી અને વપરાતી ખાંડ પર ત્રણ ટકાનો એન્ટ્રી ટેક્સ જતો કરે તેવી રાજ્ય સરકાર સમક્ષ કારખાનેદારો રજૂઆત કરશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved