Last Update : 12-December-2012, Wednesday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૨ ડિસેમ્બરથી મંગળવાર ૧૮ ડિસેમ્બર સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીને શરુઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અંગેની વિશાળ માહિતી ઇન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ. લ. ઇ.) ઃ Queen of wands - રાજાશાહી પોશાકમાં માથે તાજ પહેરી સિંહાસન પર બિરાજમાન રાણીનું દર્શાવવામાં આવેલું ચિત્ર કોઈ સ્ત્રી વ્યક્તિના સંપર્ક તમારા માટે અગત્યનો બનવાનું સૂચવી જાય છે. આત્મવિશ્વાસ થકી ગુંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાશે. સંતાનો અંગેના પ્રશ્નોમાં ઉતાવળા ન બનવું તા. ૧૬, ૧૭, ૧૮ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Prine of swords - જમણા હાથમાં તલવાર સાથે ઘોડા પર સવાર રાજકુમારનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારી કુનેહવૃત્તિ અને શક્તિનું/ તાકાત પ્રદર્શિત કરી શકો તેવો પ્રસંગ ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. સ્થાન પરિવર્તન અંગે નિર્ણય લેવાનો આવશે દૂર વસતા સ્નેહીજનો સાથેના સંબંધો નોંધપાત્ર બનશે. તા. ૧૨, ૧૩, ૧૮ શુભ.

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Sun- સૂર્યમુખીના ફૂલોના બગીચાનું સુંદર દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા શુભ ભાગ્ય પરિવર્તનનો નિર્દેશ કરવા ઉપરાંત આનંદ ઉત્સાહમાં વધારો થવાનું અને એકાદ શુભ પ્રસંગની ઉજવણી કરી શકવાનું સૂચવી જાય છે. આરોગ્ય અંગે કોઈ તકલીફ આવેલી હોય તો તેમાં રાહત જણાશે. તા. ૧૨, ૧૩, ૧૪, ૧૫ શુભ.

 

કર્ક (ડ. હ.) ઃ Two of Swords - ટુ ઓફ સ્વોર્ડ્સ બે તલવારોનું ક્રોસમાં દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા કોઈની સાથેના આંતરિક વિખવાદોમાં સમાધાન થઈ શકવાનું સૂચવી જાય છે. કૌટુંબિક સમસ્યાઓનું સ્વપ્રયત્નો દ્વારા સુખદ નિરાકરણ લાવી શકશો. નાણાંકીય દ્રષ્ટિએ લાભ મેળવી શકશો તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭ શુભ.

 

સિંહ (મ. ટ.) ઃ Ten of Cups - ટેન ઓફ કપ્સ આકાશમાં મેઘધનુષ્યના રંગો વચ્ચે પ્યાલી આકારના દસ ચિત્રોનું દર્શાવવામાં આવેલું દ્રશ્ય તમારા જીવનમાં કોઈ અસામાન્ય ઘટના બનવાનું સૂચવી જાય છે. જેની શુભાશુભ અસર જન્મના ગ્રહોને આધીન રહેશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. સ્વ-આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે તા. ૧૬, ૧૭, ૧૮ શુભ.

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ Five of Cups - ફાઇવ ઓફ કપ્સ દરમિયાન રેતી પર પાંચ પ્યાલીઓમાં ત્રણ ઉંધી પાડી બે ઉભી પ્યાલી પાસે રમી રહેલા પક્ષીનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમને નવીન તક વ્યવસાય ક્ષેત્રે અથવા તમારી કારકિર્દીમાં નવા વળાંક માટે પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. વડિલ વ્યક્તિનું માર્ગદર્શન તમારા મુંઝવતા પ્રશ્નમાં ખૂબ જ ઉપયોગી થઈ શકશે તા. ૧૨, ૧૩, ૧૮ શુભ.

 

તુલા (ર. ત.) ઃ Nine of Swords - આકાશમાં પૂર્ણરૃપે ખીલેલા ચંદ્રના પ્રકાશમાં દેખાઈ રહેલા નવ સૈનિકોના હાથમાં તલવારોનું દર્શાવવામાં આવેલું ચિત્ર વર્તમાન સમય દરમ્યાન તમને ધીરજ રાખવા અને દરેક કાર્યોમાં સાવધાની રાખવા સૂચવી જાય છે. સ્વજનો સાથે મતભેદ સર્જાઈ શકે. નિરાશાત્મક વિચારોને દૂર રાખજો મિત્રો સહાયક બનશે તા.૧૪, ૧૫ શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The High priestess -ધ હાઇ પ્રિસ્ટેસ જલપરી સમાન આછા ભૂરા રંગના વસ્ત્રમાં ઉભેલી સ્ત્રી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા વર્તમાન સમય અને જીવનની રહેણીકરણીમાં નવા ફેરફારો લાવવા ઇચ્છી રહ્યાનું સૂચવી જાય છે. ખૂબ જ ગંભીર રીતે કેટલાક અગત્યના નિર્ણયો લઈ શકશો તમારી કારકિર્દી માટે નવી તક ઉદ્ભવશે તા. ૧૨, ૧૩, ૧૬, ૧૭ શુભ.

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ Two of Cups - ટુ ઓફ કપ્સ ટેબલ પર કલાત્મક બે પ્યાલીઓનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા પ્રણય પ્રસંગોમાં અથવા ધંધાકીય બાબતો માટે ભાગીદારી સંબંધિત નોંધપાત્ર નિર્ણયો લેવાનો સમય હોવાનું સૂચવી જાય છે. વાહન ધીમું ચલાવવું હિતાવહ જણાવી શકાય. જૂના મિત્રો સાથે મુલાકાત થશે તા. ૧૪, ૧૫, ૧૮ શુભ.

 

મકર (ખ. જ.) ઃ Ten of wands - ટેન ઓફ વોન્ડ્સ ગાડામાં લાકડાના ભારાઓ ભરેલ ખેતરો વચ્ચે પસાર થઈ રહેલા કલાત્મક ગાડાનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારી વર્તમાન સમસ્યાઓમાંથી તમે ધીરે ધીરે બહાર આવી શકવાનું સૂચવી જાય છે. તમારી જવાબદારીઓ હળવી બનશે. જીવનસાથીનો સહકાર મેળવી શકાશે તા. ૧૨, ૧૩, ૧૬, ૧૭ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ Seven of Discs - સેવન ઓફ ડીસ્ક ખેતરોમાં લચી રહેલા ફળોનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા પુરુષાર્થનું શુભફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. સમયનો સદ્ઉપયોગ હાલમાં તમને મનઇચ્છિત ફળ આપી શકશે. યશ મેળવી શકશો. અવિવાહિત હોય તેઓને વિવાહ-લગ્ન અંગે તક મળશે તા. ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૮

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ Ace Of Dics એસ ઓફ ડીસ્ક એક સોનેરી સિક્કાનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા આનંદ ઉત્સાહમાં વધારો થવાનું અને એકાદ શુભ પ્રસંગની ઉજવણીમાં ભાગ લઈ શકવાનું સૂચવી જાય છે. નવા કાર્યોમાં સફળતા મેળવી શકશો એકાદ મહત્ત્વના કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭ શુભ.

 

- ઇન્દ્રમંત્રી

 

મનીષા કોઈરાલા ઃ ગ્રહોની દ્રષ્ટિએ વર્તમાન સમય

નેપાળના આગેવાન રાજકીય કુટુંબ પ્રકાશ કોઈરાલા સુષ્મા કોઈરાલાને ત્યાં જન્મેલ હિન્દી ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી મનિષા કોઈરાલા તેના નવા નેપાળના ઘરમાં તાજેતરમાં બેહોશ થઈ જતા મુંબઈની જશલોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં બીમારીના પ્રાથમિક અહેવાલોમાં કેન્સર હોવાનું નિદાન થયું છે અને વધુ સારવાર માટે હાલમાં અમેરિકા ગયેલ છે તે સંજોગોમાં ૧૬ ઓગસ્ટ ૧૯૭૦ના રોજ જન્મેલ મનીષા કોઈરાલાની મકર લગ્નની જન્મકુંડળીનું જન્મના ગ્રહો, મહાદશા, અન્તર્દશા તથા ગોચર ગ્રહોને અનુલક્ષી વર્તમાન સમયનું જ્યોતિષની દ્રષ્ટિએ આરોગ્ય, બાબત અવલોકન કરતા જણાવી શકાય કે દેહાધિપતિ શનિ પોતાની નીચની મેષ રાશિમાં ચતુર્થસ્થાને રહેલો છે જેની પ્રતિયુતિમાં હાલ ઉચ્ચનો શનિ તુલા રાશિમાં વ્યયેશ ગુરૃ પર પસાર થઈ ચતુર્થેશ મંગળ જે સપ્તમ સ્થાને પોતાની નીચની કર્ક રાશિમાં રહેલો છે અને જેનો સંબંધ લોહીની સાથે છે તેના પર દસમી દ્રષ્ટિ કરે છે રોગ- શત્રુસ્થાનનો અધિપતિ બુધ આઠમા સ્થાને કેતુ સાથે રહેલો છે તથા તા. ૨૩ ડિસે.ના રોજ રાશિ પરિવર્તન કરી રહેલા રાહુ- કેતુમાં રાહુ જન્મના ગુરૃ સાથે અને કેતુ દેહાધિપતિ શનિ સાથે આવતા ઉપરાંત ૨ જુલાઈ ૨૦૧૩ સુધી ગુરૃ મધ્યે રાહુની અન્તર્દશા અને બાદમાં શરુ થઈ રહેલ શનિ મહાદશામાં શનિની ૫ જુલાઈ ૨૦૧૬ સુધી ચાલતી શનિ મહાદશામાં શનિની ૫ જુલાઈ ૨૦૧૬ સુધી ચાલતી શનિની અન્તર્દશા સ્વ આરોગ્ય અંગે પ્રતિકૂળતા સૂચવી જાય છે જેમાં ફેબુ્રઆરી ૧૩ સુધીનો સમય વિશેષ સાવધાની રાખવાનું અને આરોગ્ય અંગે કસોટીકાળ પુરવાર થવાનું જોઈ શકાય છે. ફેબ્રઆરી-૨૦૧૩ સુધીનો સમય હાલમાં વિશેષ સારવાર પર ભાર મૂકે છે અને ત્યાં સુધીમાં વર્તમાન સમય દરમ્યાન ઉદ્ભવેલી સમસ્યાનું ચોક્કસ નિદાન આપી શકશે છતાં પણ નવેમ્બર ૨૦૧૪ સુધી આરોગ્ય માટે કાળજી રાખવાની રહેશે.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved