Last Update : 12-December-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૨-૧૨-૨૦૧૨, બુધવાર
કારતક વદ ચૌદશ - વિંછુંડો
પાંચગૃહ એક રાશિમાં અશુભ સંકેત ! નેતાઓને પીડા !
દાદર - મુંબઈ અ.પુ. સ્વા. મંદિર પાટોત્સવ.

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૧ મિ. (સૂ) ૭ ક. ૫૬ મિ. (મું) ૭ ક. ૫૧ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ અનુરાધા રાત્રે ૮ ક. ૪૮ મિ. સુધી પછી જયેષ્ઠા. આજે રાત્રે ૮ ક. ૪૮ મિ. પછી જયેષ્ઠા નક્ષત્રમાં જન્મેલ બાળક માટે જયેષ્ઠા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃશ્ચિક મંગળ- ધન, બુધ- વૃશ્ચિક, ગુરૃ- વૃષભ શુક્ર ઃ વૃશ્ચિક શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ-વૃષભ હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન ચંદ્ર- વૃશ્ચિક
વિક્રમ સવંત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૯
દક્ષિણાયન હેમંત ઋતુ ... રા.દિ.મા./૨૧
માસ-તિથિ-વાર ઃ કારતક વદ ચૌદશને બુધવાર.
- આજે વિંછુંડો છે.
- અમૃત સિધ્ધિયોગ ૨૦ ક. ૪૮ મિ. સુધી.
- પાંચ ગ્રહ એક રાશિમાં, અશુભ સંકેતના ઐધાણ.
- સાંજના ૫ ક. ૫૬ મિ. પછી અમાવાસ્યાનો પ્રારંભ.
-દાદર, મુંબઈ અક્ષર પુ.સ્વા. મંદિરનો પાટોત્સવ.
- નેતાઓ, કાર્યકરોને, પ્રજાને, રાજકીય પક્ષોને અશાંતિ, તણાવ, કલહ ?
- ક્ષત્રિયોમાં ઉપદ્રવ ! ખાંડ-ચોખામાં એવરેજ મંદી ?
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૨૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૨૭ રોજ આસમાન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ હરોફરો પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. શરદી-કફ-ખાંસી, સીઝનલ શરીરમાં કળતર, દુઃખાવાના લીધે નોકરી-ધંધાના કામમાં તકલીફ પડે.

 

વૃષભ ઃ ખાવાપીવાની, હરવા ફરવાની અનિયમીતના, ઊંઘવાની અનિયમીતના તમને તકલીફ કરે. સાંસરીક જીવનમાં પત્નીના આરોગ્યના પ્રશ્ને સાસરીપક્ષે ચિંતા જણાય.

 

મિથુન ઃ નાણાંકીય લેવડ-દેવડના કામકાજમાં, બેંકના, વીમાના કામમાં, સરકારી, ખાતાકીય, કાનૂની જવાબદારીમાં આપ ચિંતીત રહો પરંતુ કામ ઉકેલાય.

 

કર્ક ઃ ઉતાવળ કરવામાં, વાણીની કર્કશના કે શબ્દોની ગેરસમજમાં તમારું કામ વિલંબમાં પડે જવાબદારીવાળા કામમાં સાવધાની રાખવી.

 

સિંહ ઃ વધુ પડતા આત્મવિશ્વાસમાં તકલીફ થાય. શરદી-કફ, સીઝનલ બિમારી સામે જાગૃતિ, સાવધાની રાખવી. નોકરી-ધંધાનું કામ અનિચ્છાએ કરવું પડે.

 

કન્યા ઃ નોકર ચાકર, સગા સંબંધી-મિત્રવર્ગના કામ અંગે ચિંતા રહે. મકાન, જમીન, વાહનના કામમાં નોકરી ધંધાના કે અન્ય પ્રવાસ-મુલાકાતમાં માનસિક વ્યગ્રતા રહે.

 

તુલા ઃ નોકરી-ધંધામાં આવક થાય, કામ થાય પરંતુ નાણાંકીય કામકાજમાં, પગ, કમર, પેશાબ, ગુદાના ભાગમાં દર્દપીડાથી બેચેની અનુભવો. બેંક કામની ચિંતા રહે.

 

વૃશ્ચિક ઃ નકારાત્મક વિચારો, અનિદ્રા, ચિંતામાં અટવાયેલા રહો. માથુ, આંખો, ભારે રહે. જમવાની ઈચ્છા થાય નહીં પરંતુ આરોગ્ય સાચવીને કામકાજ કરવું.

 

ધન ઃ નુકસાન થાય, પોતાની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. શારિરીક કષ્ટપીડા, આર્થીક પ્રશ્નની ચિતા તમારા કાર્યક્ષેત્રમાં અનુભવાય.

 

મકર ઃ જાહેર સંસ્થાકીય કામ માટે, નોકરી-ધંધાના કામ માટે, સંતાનના કામ માટે આપને વ્યસ્ત રહેવાનું થાય. બહાર કે બહારગામ જવાનું થાય.

 

કુંભ ઃ હરિફવર્ગ, ખટપટ, ઈર્ષા કરનાર આપને પરેશાન કરવા, મુશ્કેલીમાં મુકવા પ્રયત્નશીલ રહે. વધુ પડતા આત્મવિશ્વાસમાં ચિંતા-દોડધામ વધી જાય.

 

મીન ઃ બહાર કે બહારગામ જવાના કામમાં ચિંતા, રૃકાવટ પછી હળવાશ, રાહત થતી જાય. અન્યના સહકારથી, મદદથી આપને રાહત અનુભવાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૨-૧૨-૨૦૧૨, બુધવાર

આજથી શરૃ થતા આપના જન્મવર્ષ દરમ્યાન નાની-મોટી ચિંતા-તકલીફ, પરેશાનીના કારણે આપને શાંતિ, રાહત જણાય નહીં. એક ચિંતા ઉપાધિ હોય એટલામાં અન્ય ચિંતા ઉપાધિ આપને મુંઝવણ વધારે. જેમના જન્મના ગ્રહ બળવાન હશે તેમને આપતી સૂળીનો ઘા સોયથી ટળી જાય.

 

વિશેષમાં...

 

- આ વર્ષમાં આપે આપની આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું જરૃરી રહેશે. ખાવાપીવામાં, સુવાની નિયમીતતા, જરૃરી કસરત, પ્રાણયમ, યમ, નિયમ, યોગ આપના આરોગ્યની સ્વસ્થતા માટે જરૃરી સમજવા.

 

- નાણાંની સલામતી, કરકસર, બચતનું આયોજન રાખવું અન્યની દેખાદેખીમાં બિનજરૃરી ખર્ચા કરવા નહીં, દેવું કરવું નહીં.

 

- નોકરી-ધંધાના કામમાં સમય પાલનની નિયમીતતા, પ્રમાણિકતા-સત્યનિષ્ઠાથી આપ મોટી આપત્તિ-ચિંતા-બંધનથી મુક્ત રહી શકશો.

 

- સ્ત્રી વર્ગને શારિરીક માનસિક અસ્વસ્થતા ઘર, પરિવારના કામમાં, પોતાના કાર્યક્ષેત્રમાં અનુભવાય.

 

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં ધ્યાન રાખવું પડે, આરોગ્ય સાચવવું પડે.

 

સુપ્રભાતમ્

રાગ- દ્વેષમાં, માન આપવામાં કે દ્રોહ કરવામાં, પાપ- કર્મ કરવામાં અને અપ્રિય કામ કરવામાં જે વિલંબ કરે છે તે પ્રશંસાપાત્ર છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

બપોરના રીસેસની ચા પીતા છગને કહ્યું, 'મનુષ્ય એક જ એવું પ્રાણી છે કે જે હસી શકે છે.'
'બરોબર', બધા લગભગ એક અવાજે બોલ્યા. પછી ધીરે રહીને મગન બોલ્યો, 'અને એ એક જ એવું પ્રાણી કે જેની ઉપર હસી શકાય છે.'

[Top]
 

આજ ની રેસીપી

નોખી વાનગી નોખા અંદાજમાં

રવા ઈડલી

 


સામગ્રી ઃ ૧ વાટકી સોજી, ૧ વાટકી ખાટું દહી, ૩/૪ વાટકી પાણી, ૧/૨ નાની ચમચી સોડા, ૩/૪ નાની ચમચી મીઠું, ૧/૪ નાની ચમચી રાઈ, ૧/૪ નાની ચમચી અડદ દાળ ધોયેલી, ૧/૪ નાની ચમચી ચણા દાળ, ૧/૪ કપ વટાણા, ૧/૪ નાની ચમચી મકાઈના દાણા.

 

રીત ઃ બધી સૂકી સામગ્રીમાં દહીં અને પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો. ઈડલીના સાંચામાં થોડું થોડું મિશ્રણ ભરો. માઈક્રોવેવ ડિશમાં સાંચાને મૂકી ૫-૬ મિનિટ માઈક્રોવેવ કરો. ચટણી અથવા સોસ સાથે સર્વકરો.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved