Last Update : 11-December-2012, Monday

 

'પોલીસ વોટ બેન્ક'ની માગણીઓ !

- મન્નુ શેખચલ્લી

કહે છે કે, અમદાવાદના ૧૫,૦૦૦ જેટલા પોલીસોએ ગુજરાતની ચૂંટણીઓના ઇતિહાસમાં પહેલીવાર ૪૪ ટકા જેટલું જંગી મતદાન કર્યું !
બિચારા પોલીસોને ચૂંટણીના દિવસે 'ડયુટી' હોય છે એટલે એમના માટે 'એડવાન્સ'માં મતદાનની વ્યવસ્થા હોય છે. પરંતુ, પોલીસોની આવડી મોટી 'વોટબેન્ક' જોતાં એમણે પણ ભેગા થઈને જુદા જુદા પક્ષો આગળ એમની 'માગણીઓ' રજૂ કરવી જોઈએ...
* * *
માગણી (૧)
દારૃના અડ્ડેથી, જુગારના અડ્ડેથી તથા બીજા તમામ પ્રકારના અડ્ડાઓ (દા.ત. મુન્નીબાઇનો અડ્ડો વગેરે) પાસેથી મળતી હપ્તાની રકમમાં રેગ્યુલર ધોરણે દર વરસે ૧૫ ટકાનો વધારો થવો જોઈએ !
* * *
માગણી (૨)
મુખ્યમંત્રીજી, સોનિયા ગાંધીજી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ વગેરે મહાનુભાવો પધારવાના હોય ત્યારે આડેધડ રીતે ટ્રાફિકને દોઢ- બે કિલોમીટરને ચકરાવે ડાયવર્ટ કરવો પડે છે એની મહેનતના નહિ પણ વાહનચાલકોની જે ગાળો ખાવી પડે છે એનું સ્પેશીયલ 'અપશબ્દ- બોનસ' મળવું જોઈએ !
* * *
માગણી (૩)
લોકો જ્યારે રથયાત્રામાં નાચતા હોય, તાજિયાના જુલુસ માણસા હોય કે પતંગો ચગાવીને જલ્સા કરતા હોય ત્યારે ઝખ્ખ મારીને હાથમાં ડંડા ઝાલીને રસ્તાઓ પર, ધાબાઓ પર છાપરાંઓ પર અને મોબાઇલ વાનોમાં જે ડયુટીઓ બજાવવી પડે છે એનું 'નોન-ફેસ્ટીવલ કોમ્પેન્સેશન' (બિન ઉત્સવનું વળતર ભથ્થું) મળવું જોઈએ !
* * *
માગણી (૪)
અમે લોકો મહેનત કરીને, જાનનું જોખમ ખેડીને, લુખ્ખાઓનો ખૌફ વહોરીને જ્યારે કોઈ ગુંડા- મવાલી, અસામાજિક તત્ત્વ કે મોટાં માથાને ગિરફતાર તો કરીએ.. પણ 'ઉપરથી' હુકમ આવે ત્યારે હાથમાં બંગડીઓ પહેરી હોય એ રીતે એમને છોડી મૂકવા પડે છે એના બદલામાં અમને 'મજબૂરી પ્રોત્સાહન' રોકડ એ જ દિવસે મળી જવી જોઈએ !
* * *
માગણી (૫)
રોજેરોજ ખોટી એફઆઇઆર લખવી, ફરિયાદ બુકનાં પાનાં ફાડી નાંખવા, સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ બદલી નાંખવા, પોલીસ- કેસને લૂલા પાડવા, પુરાવાઓ ગુમ કરવાથી માંડીને ખોટા પુરાવા ઉભા કરવા જેવાં રૃટિન કામો રૃટિન રીતે કરતા રહેવાનું અમને દૈનિક 'રૃટિન ભથ્થું' મળવું જોઈએ ! એ પણ રોજ !
* * *
માગણી (૬)
અને છેલ્લે... અમારા મોટા સાહેબો કે મિનિસ્ટરો અમને ખોટા એન્કાઉન્ટર કેસમાં ફસાવી મારે તો એની સામે જિંદગીભરનો 'એન્કાઉન્ટર વીમો' મળવો જોઈએ !
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved