Last Update : 11-December-2012, Monday

 

ક્રિકેટ ઃ ચૂના લગાકે


કોલકાતા ટેસ્ટ મેચમાં ભારત, મથાળાંના અંદાજમાં કહીએ તો ‘નાલેશીપૂર્વક’ કે ‘શરમજનક’ રીતે ઇંગ્લેન્ડ સામે હારી ગયું. ત્યાર પહેલાની મુંબઇ ટેસ્ટમાં હારવામાં પણ ભારતીય ટીમને ભવ્ય સફળતા મળી હતી. બાકી, ઘરઆંગણે, પોતે તૈયાર કરેવાલી સ્પિનરોને મદદ કરતી પીચ પર ૧૦ વિકેટે હારવું કંઇ સહેલું કામ છે? પોતાની આ ક્ષમતા ઉપસી શકે એટલા પૂરતો વિરોધાભાસ ઉભો કરવા માટે, અમદાવાદમાં રમાયેલી શ્રેણીની પહેલી મેચ ભારતની ટીમ જીતી હતી. અણધાર્યા અપવાદ સર્જવા એ કોઇ પણ મહાન ટીમની ખાસિયત હોય છે.
ટેસ્ટમેચમાં ધૂંટણિયાભેર થઇ જતી કે ગલીક્રિકેટના અંદાજમાં ગબડી જતી ભારતીય ક્રિકેટ ટીમની હાર પર આંસુ સારવાનો આ વખત નથી. એમાં બહુ મોડું થઇ ચૂક્યું છે, પણ ભારતીય ક્રિકેટટીમ જેનું નામ. ખરખરો કરવામાં મોડા પડેલા લોકોને દરેક વખતે તે નવેસરથી તક ઊભી કરી આપે છે, જેથી તેમનો ખરખરો અપ્રસ્તુત નહીં, તાજી શ્રેણીને લગતો જ લાગે અને વ્યવહાર સચવાઇ જાય. બાકી, મહાન બેટંિગ ઓર્ડર, મજબૂત બોલંિગ અને સરસ ફિલ્ડંિગ ધરાવતી આ ટીમ ૨૦૧૧માં ટેસ્ટક્રિકેટજગતની નંબર વન ટીમ હતી. શીખર પર પહોંચ્યા પછીની ગતિ ખીણ ભણીની હોય છે, એ ફિલસૂફીવચન ભારતીય ક્રિકેટ ટીમે શબ્દાર્થમાં સાચું પાડી બતાવ્યું. ઇંગ્લેન્ડમાં ૨૦૧૧ની ટેસ્ટસિરીઝમાં ૦-૪થી ભારતની ટીમ હારી ગઇ. આવા સ્કોરમાં તો ચોખવટ કરવી પડે કે આ ફૂટબોલ-હોકીની કોઇ મેચનો સ્કોર નહીં, નંબર વન ટેસ્ટ ટીમની ચાર ક્રિકેટમેચની સિરીઝનો સ્કોર છે.
આટલી ભવ્ય હાર વખતે ભારતીય ટીમમાં સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સહિત એ બધા જ મહાન ખેલાડીઓ મોજૂદ હતા, જેમના હોવાને કારણે ક્રિકેટની કોઇ પણ ટીમ કાગળ પર અભેદ્યની હદે મજબૂત જણાય.પરંતુ પરદેશમાં હારનાં કારણો શોધવા માટે ભારતની ટીમે ક્યારેય મહેનત કરવાની જરૂર પડતી નથી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો આ દેશ કેવો દુષ્ટ અને કુટિલ છે, એ ક્રિકેટચાહકો ક્યાં નથી જાણતા? ભારતીય ટીમના ઘણા ખેલાડીઓએ હાર્યા પછી કહ્યું હતું કે ‘એ લોકો પોતાના ફાસ્ટ બોલરોને અનુકૂળ આવે એવી પીચ બનાવી જાય છે. એમને ખબર છે કે આ પીચ પર પ્રેક્ટિસ કરવાનો સમય અમને મળવાનો નથી. પછી એ લોકો જીતી જાય એમાં શી નવાઇ?’ ભોળા-માસૂમ, સિદ્ધાંતપ્રિય અને વિશ્વશાંતિ-પંચશીલ- સંયુક્ત રાષ્ટ્રસંઘના આદર્શોને નજર સામે રાખીને રમતા ભારતના ક્રિકેટરો સામી કુટિલતા અજમાવવાને બદલે હારી જવું વધારે પસંદ કરે. જવાહરલાલ નેહરુનો વારસો એકાદ બાબતમાં જાળવ્યાનો સંતોષ જેવોતેવો નથી હોતો.
કેટલાક ખેલાડીઓએ કાલ્પનિક રીતે બાંયથી આંસું લૂછતાં લૂછતાં અને નાક ખંખેરતાં એમ પણ કહ્યું કે હવે અમારે ત્યાં આવો એટલી વાર છે. અમે પણ સ્પિનરોની પીચ બનાવીને તમને બતાવી દઇશું. આ ધમકીમાંથી ‘બતાવી દઇશું’ સિવાયના ભાગનું ભારતીય ટીમે વફાદારીપૂર્વક પાલન કરી બતાવ્યું. ઇંગ્લેન્ડની ટીમને થયું હશે કે મહેમાન તરીકે આપણી ફરજ પણ હોય કે નહીં? એટલે બતાવી દેવાનું નાનકડું કામ તેમણે કરી બતાવ્યું અને ભારતની ટીમને ઘરઆંગણે, અનુકૂળ સ્પિન વિકેટ પર ૧૦ વિકેટથી હરાવી દીધી.
ઇતિહાસ સાક્ષી છે કે ભારતીયો કદી વિશ્વવિજયમાં માનતા નથી. તે હારીને જીતે છે. એ સિલસિલા પ્રમાણે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં પોતાની વિશ્વપરાજય ઝુંબેશ આગળ વધારી. ઓસ્ટ્રેલિયામાં ફરી એક વાર ભારતીય ટીમે ૦-૪નો સ્કોર હાંસલ કર્યો. રવિશંકર મહારાજે ઘસાઇને ઉજળા થવાની વાત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમ તેનાથી એક ડગલું આગળ વધીને, ધોવાઇને ઉજળી થઇ. એ વખતે પણ બધા જ મહાનુભાવો અને વિશ્વના શ્રેષ્ઠો- ડ્રીમટીમના સભ્યો ભારતની ટીમમાં હતા, પણ એકલપંડે ડ્રીમટીમમાં સ્થાન ધરાવતા ખેલાડીઓનો ટીમમાં દેખાવ નાઇટમેર- ખરાબ સ્વપ્ન જેવો રહ્યો.
ચત્તાપાટ થઇને હારવાની પ્રચંડ ક્ષમતા ધરાવતા ભારતીય ખેલાડીઓ પણ આખરે તો માણસ છે. તેમની નબળાઇઓ પણ રહેવાની. એટલે વન ડે સિરીઝ માટે ભારત આવેલા ઇંગ્લેન્ડને તેમણે હરાવી દીઘું. આવું એટલા માટે કરવું પડે કે ઉચ્ચ આદર્શો ન સમજતા લોકો સતત હારવા બદલ ભારતીય ટીમની ટીકા કરે, ત્યારે આ જીત આગળ ધરીને તેમને ચૂપ કરી શકાય. અમદાવાદ ટેસ્ટમાં થયેલા ભારતના વિજય માટે પણ એ જ કારણ સૌથી તાર્કિક લાગે છે.
બાકી, ભારતીય ક્રિકેટરોની રમતને તર્ક સાથે શો સંબંધ? તેમની રમત તર્કથી પર થઇ ચૂકી છે. હારજીતથી વિચલિત થયા વિના સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરવી - અને ધંધાદારી બાબતોમાં વઘુ ઘ્યાન આપવું- એ ભારતની ઉજ્જવળ આઘ્યાત્મિક પરંપરા રહી છે. ‘કેપ્ટન કૂલ’ જેવાં વિદેશી વિશેષણોથી ભ્રષ્ટ થયેલા કેપ્ટન ધોનીથી માંડીને મહાન સચિન તેંડુલકર જેવા ખેલાડીઓ હવે અઘ્યાત્મ માર્ગના પ્રવાસી બની ચૂક્યા છે. ક્રિકેટચાહકોએ તેમની પાસેથી પ્રેરણાની કે વિજયની નહીં, જીવનપંથ ઉજાળવાને લગતા માર્ગદર્શનની જ અપેક્ષા રાખવી. દુઃખી ન થવાનો એ સૌથી ટૂંકો અને વ્યવહારુ રસ્તો છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved