Last Update : 11-December-2012, Monday

 

કર્ણાટક જનતા પાર્ટીમાં ભાજપના વિધાનસભ્યો
કર્ણાટકની બાજી યેદુઆરપ્પાના હાથમાં, ભાજપની ઉંઘ હરામ

 

- યેદુઆરપ્પા ધારે તો કર્ણાટકમાં નવેસરથી ચૂંટણી લાવી શકે છે ઃ કોંગ્રેસ પ્રેક્ષક

 

યેદુઆરપ્પા કર્ણાટકમાં ધાર્યું કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી આવી છે કે કર્ણાટકમાં વિધાનસભાનો ભંગ થાય એમ છે અને દક્ષિણમાં ભાજપની એક માત્ર સત્તા હચમચી ગઈ છે. ભારતીય જનતા પક્ષે જે રાજય માટે ગૌરવ અનુભવતી હતી તે રાજયમાં તેની સત્તા સરકી રહી છે.
ગત ૩૦ નવેમ્બરે ભાજપમાંથી રાજીનામું આપીને નવો પક્ષ રચનાર યેદુઆરપ્પાનું ચેપ્ટર કંઈ આજકાલનું નથી. યેદુઆરપ્પાની લોકપ્રિયતા કર્ણાટકમાં કોંગ્રેસના આગેવાનો કરતાં પણ વઘુ છે. યેદુઆરપ્પા સામે ભ્રષ્ટાચારના આક્ષેપોના પગલે ભાજપે તેમને હરાવ્યા હતા.
ભાજપે તેમને ફરી મુખ્ય પ્રધાન પદું ના સોંપતા યેદુઆરપ્પા નારાજ થયા હતા. સમાધાનના પ્રયાસો દરમ્યાન તે કર્ણાટક ભાજપના પ્રમુખપદનો હોદ્દો મળે તો માને તેમ હતા. જગદીશ શેટ્ટાર તેમની પસંદગીના મુખ્ય પ્રધાન હતા. પરંતુ યેદુઆરપ્પાનું માન સચવાતું નહોતું. અંતે આજે સ્થિતિ એ આવી છે કે કર્ણાટકમાં નવેસરથી ચૂંટણીના નગારાં વાગી રહ્યા છે.
યેદુઆરપ્પાની કર્ણાટક જનતા પાર્ટી ધાર્યા કરતાં વઘુ મજબૂત નીકળી છે. ભાજપ એમ માનતું હતું કે કોઈ વિધાનસભ્ય નવી પાર્ટીમાં નહીં જોડાય. અરૂણ જેટલીએ દરેક વિધાનસભ્યને રૂબરૂમાં સમજાવ્યા હતા પરંતુ રવિવારે યેદુઆરપ્પાએ ઉભા કરેલા નવા જંગમાં ભાજપના ૧૫ વિધાનસભ્યો સહિત કુલ ૨૧ લોકો હાજર રહેતા ભાજપના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. જો યેદુઆરપ્પાનો પક્ષ કર્ણાટક સરકારને ટેકો ના આપે તો કર્ણાટક ભાજપની સરકાર ઉથલી પડે એમ છે.
કર્ણાટકમાં ભાજપના ડખા જોઈને કોંગ્રેસે તેના સંગઠનને મજબૂત બનાવવાનું શરૂ કરી દીઘું છે. એટલે જ તાજેતરના ફેરફારમાં વિદેશ પ્રધાન એસ. એમ. ક્રિષ્નાને ખસેડીને કર્ણાટકમાં સંગઠન ક્ષત્રે લવાયા હતા. ક્રિષ્ના એક સમયે કર્ણાટકનું નેતૃત્વ સંભાળી ચૂકયા છે. પરંતુ જયારે ભાજપે પ્રથમવાર દક્ષિણના રાજયોમાં સત્તા મેળવવાની કર્ણાટકથી શરૂઆત કરી ત્યારે કોંગ્રેસ હચમચી ગઈ હતી. ક્રિષ્નાને કર્ણાટકમાંથી ખસેડી નખાયા હતા. જો કે ભાજપે કર્ણાટકમાં પ્રવેશ્યા પછી કોંગ્રેસનું સંગઠન તોડી નાખ્યું હતું. આજે ભાજપમાં સખત ડખા હોવા છતાં કોંગ્રેસ તેનો લાભ ઉઠાવી શકતું નથી.
યેદુઆરપ્પા વારંવાર ભાજપના દિલ્હી દરબારમાં ગયા હતા, કર્ણાટક ના તુટે તે માટે ભાજપના મોવડીઓએ યેદુઆરપ્પાને ફરી મુખ્ય પ્રધાન બનાવવાનું વચન આપ્યું હતું. પરંતુ એક તરફ ભાજપ ભ્રષ્ટાચાર સામે જંગ છેડીને બેઠું હતું અને કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતું હતું ત્યારે ભ્રષ્ટાચારી એવા યેદુઆરપ્પાને મુકવા શકય નહોતું.
ભાજપના મોવડીઓએ યેદુઆરપ્પાને સમજાવ્યું કે તમારા કોઇ ડમી ઉમેદવારને મુકો, એટલે તમારું શાસન ચાલ્યા કરશે. માંડ-માંડ માનેલા યેદુઆરપ્પાએ જગદીશ સટ્ટરનું નામ પસંદ કર્યું હતું.
જગદીશ શટ્ટરની શપથ વિધિમાં યેદુઆરપ્પા હાજર રહ્યા હતા. પરંતુ એક વાર જગદીશ સટ્ટર સત્તા પર આવી ગયા પછી યેદુઆરપ્પાનું માન જાળવતા ન હોતા.
આ સમગ્ર રાજકીય ખેલમાં કોંગ્રેસના ભાગે તમાશો જોવાનો આવ્યો છે. કોંગ્રેસ પાસે બહુમતી નથી અને તડ-જોડ કરીને પણ સત્તા રચાય તેમ નથી. એક તબક્કે એવી વાતો વહેતી થઇ હતી કે યેદુઆરપ્પાને ટેકો આપીને કોંગ્રેસ તેમને મુખ્ય પ્રધાન બનાવવા તૈયાર છે પરંતુ યેદુઆરપ્પા એકલા હાથે આગળ વધવા માગે છે.
કોંગ્રેસ હાલમાં સંગઠનના કામમાં વ્યસ્ત દક્ષિણના બે રાજયો આંધ્ર અને કર્ણાટકમાં કોંગ્રેસનું નબળું સંગઠન છે. આંધ્રમાં તેલંગાણાના પ્રશ્ને અને જગન રેડ્ડીને ટેકો આપવાના પ્રશ્ને કોંગ્રેસ બે થી ત્રણ જૂથમાં વહેંચાઈ ગઈ છે.
કોંગ્રેસ હવે રાજયમાં સત્તા મેળવવાના પ્રયાસના બદલે સંગઠનમાં રસ વઘુ લે છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીઓની હાર અંગે કોંગ્રેસે કબુલ્યું હતું કે સંગઠન મજબૂત નહીં હોવાના કારણે અમે હાર્યા છે.
તેની સામે ભાજપની વાત કરીએ તો આંધ્રમાં ભાજપ તેના બીજ રોપી ચૂકયું છે અને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં તે નોંધપાત્ર બેઠક લાવી શકશે. જયારે કર્ણાટકમાં તો બે ભાઈ છુટા પડયા છે. અર્થાત ભાજપ અને કર્ણાટક જનતા પાર્ટી. આ બંને એકબીજાને સત્તા માટે ટેકો આપ્યા કરશે પણ કોંગ્રેસને ફાવવા નહીં દે !
ભાજપના હાથમાંથી કર્ણાટક સરકી રહ્યું છે. ભાજપ માટે પ્રમુખ નીતીન ગડકરીની સમસ્યા સળગતી છે, ત્યાં જ યેદુઆરપ્પાની કર્ણાટક જનતા પાર્ટીએ ગુંગળામણ ઉભી કરી છે. ભાજપના ૨૨ થી વઘુ સભ્યો યેદુઆરપ્પાના ટેન્ટમાં જશે તો કયાં તો કર્ણાટકની ભાજપ સરકારે વિધાનસભાનો ભંગ કરવો પડશે નહીંતર યેદુઆરપ્પાની પગચંપી કરવી પડશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 

 

 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved