Last Update : 11-December-2012, Monday

 
દિલ્હીની વાત
 

એફડીઆઈ માટે લોબીંગનો વિવાદ
રીટેલમાં એફડીઆઈને સંસદના બંને ગ્રહોમાં પાસ કરાવીને રાહતનો દમ ખેંચનાર સરકાર ફરી ટેન્સનમાં આવી ગઈ છે. ક્વોટાબીલ અને રાજ્યસભામાં વોલમાર્ટનો મુદ્દો ઉછળ્યો તે સરકાર માટે કમનસીબી કહી શકાય. ભાજપ કહે છે કે ભારતમાં એફડીઆઈ લાવવા લોબીંગના નામે વોલમાર્ટે લાંચ આપી છે તે મુદ્દે વડાપ્રધાન નિવેદન કરે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદના મત અનુસાર અમેરિકાની લો-અજંસીઓએ વોલમાર્ટના લોબીંગ માટે કરોડો ચૂકવ્યા હોય તો તે ભારત સરકારે કરેલો ગુનો કહી શકાય. ક્વોટાબીલ પણ સરકારની મુંઝવણ વધારે છે. તે માટે સરકારને સાંસદોના આંકડાની જરૃર નથી પણ સમાજવાદી પક્ષ અને બીએસપી વચ્ચે મતભેદો ઉભા થાય તેનું ટેન્સન છે. આ બંને પક્ષોએ સરકારને લોકસભા અને રાજ્યસભામાં મદદ કરી હતી.
સરકારનું ટેન્સન ક્વોટાબીલ
ટોચના સૂત્રો જણાવે છે કે ક્વોટાબીલ આ સત્રમાં પાસ થશે એવી ખાત્રી સરકારે માયાવતીને આપી હતી. પરંતુ સરકારના ફ્લોર મેનેજરોને આ બાબતે બહુ આશા નથી. આ મેનેજરો માને છે કે આ મુદ્દે રાજ્યસભામાં આ બીલ અંગે મતભેદો સર્જાશે. આ બીલ પાસ કરાવવા જોઈતી બેતૃતીયાંશ બહુમતી મેળવવી ખુબ મુશ્કેલ છે. આ ફ્લોર મેનેજરો બેન્કીંગ અને ઈનસ્યોરન્સ બીલ અંગે પણ ચિંતિત છે.
પ્રધાનો વચ્ચે મતભેદો
સરકાર માત્ર વિપક્ષોના વિરોધનો સામનો કરે છે એવું નથી. પણ પ્રધાનોની અંદરો-અંદરની ખેંચાખેંચથી પણ કામો અટવાય છે. લેન્ડબીલની વાત કરીએ તો તે ગ્રામ વિકાસ પ્રધાન જયરામ રમેશ અને કોમર્સ પ્રધાન આનંદ શર્મા વચ્ચે આ બીલ અટવાય છે. આનંદ શર્માએ તો આ અંગે વડાપ્રધાન દરમ્યાનગીરી માંગી છે. આ બીલ રાહુલ ગાંધીની પસંદગીનું છે એટલે જયરામ રમેશ તે માટે વધુ રસ લઈ રહ્યા છે. એવી જ રીતે નેશનલ ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની વાત કરીએ તો તે પર્યાવરણ પ્રધાન જયંતી નટરાજન અને નાણાપ્રધાન પી. ચિદમ્બરમ્ વચ્ચે અટવાય છે. પી. ચિદમ્બરમ્ બીલની તરફેણ કરે છે તો જયંતી નટરાજને વડાપ્રધાનને પત્ર લખીને દરમ્યાનગીરી માગી છે.
અણ્ણાની કેજરીવાલ કથા
પોતાના એક સમયના સાથી એવા અરવિંદ કેજરીવાલ અંગે અણ્ણા હજારે વિવિધ પ્રત્યાઘાત આપીને મુંઝવણ વધારી રહ્યા છે. ૨૯ સપ્ટેમ્બરે તેમણે કહ્યું હતું કે કેજરીવાલના પક્ષ સાથે તેમને કોઈ લેવા દેવા નથી. ૩૦ સપ્ટેમ્બરે તેમણે રાજકીય વિકલ્પની વાત કરનાર કેજરીવાલની વિરૃધ્ધમાં કહ્યું હતું. ૨૩ ઓક્ટોબરે તેમણે કહ્યું કે મારી અને કેજરીવાલનો હેતુ એક જ છે. ૧લી નવેમ્બરે તેમણે કહ્યું કે કેજરીવાલને સત્તાની ભુખ છે. ૧૧ નવેમ્બરે તેમણે કહ્યું કે કેજરીવાલ જે કૌભાંડો બહાર પાડે છે તે ગતિ ઘટાડવી જોઈએ. ૨૯ નવેમ્બરે તેમણે કહ્યું કે તે કેજરીવાલના ઉમેદવાર માટે પ્રચાર કરશે પણ ઉમેદવાર યોગ્ય છે કે કેમ તે જોયા પછી આગળ વધશે. ૬ ડિસેમ્બરે તેમણે કહ્યું કે કેજરીવાલની રાજકીય મહત્વકાંક્ષા સાથે મારે કોઈ લેવા-દેવા નથી તેનાથી આગળ એક સ્ટેપ ભરીને તેમણે કહ્યું કે કેજરીવાલ માટે રાજકારણ એ પૈસો છે અને પૈસોએ રાજકારણ છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved