Last Update : 11-December-2012, Monday

 

પંખી ખાય ને પાણી પીએ અને પ્યાસ પોતાની બૂઝાય !
હું જ ભવ આખાની પિયાસી છું

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

 

આજની વાત

 

બાદશાહ ઃ બીરબલ, ભારતના શા ખબર છે?
બીરબલ ઃ જહાંપનાહ, આગામી ચૂંટણીના માહોલમાં નેતાઓ વચ્ચે અંગત આક્ષેપોની આંધી ચાલી રહી છે.
બાદશાહ ઃ આવું કેમ, બીરબલ?
બીરબલ ઃ જહાંપનાહ, જ્યારે તર્ક કે દલીલ કરી શકાતા નથી, ત્યારે અંગત આક્ષેપનો આશરો લેવાય છે.

 

આઈના દિલકા અબ ટૂટ ચૂકા તો,
મુહબ્બત કો ચેહરા દિખાઓગે કૈસે?
અરમાન દિલકે સભી ટૂટ ગયે તો,
નયનોમેં સપને સજાઓગે કૈસે?

શહેર સમૃદ્ધ બને છે એના નગરજનોથી. એ સમૃદ્ધિ હીરા-માણેક કે ધનથી મપાતી નથી, કંિતુ સામાન્ય માનવીના દિલની દિલાવરીથી ઓળખાય છે. અમદાવાદની આવી એક ઈજ્જતકથા રચી નિરક્ષર બાળવિધવા રૂખીએ.
દરેકની જંિદગીમાં સંતોષ અને પરિતોષની વ્યાખ્યા ભિન્ન ભિન્ન હોય છે. અમદાવાદની રૂખી બાળવિધવા થઈ. ત્યારે એનો આખો સંસાર ઘોર અંધકારથી ઘેરાઈ ગયો. શું કરવું, શું ન કરવું, એની કોઈ સમજ નહીં, એ જમાનામાં બાળપણમાં આ સ્થિતિ, એ જ સ્વયં સમસ્યા !
રૂખી જંિદગીથી હારે એવી નહોતી. પલ્લુ વેચી-સાટી રોકડ રકમ એકઠી કરી, અને એક પેઢીમાં વ્યાજે મૂકી. રૂખીના ઘરમાં થોડો અવેજ પણ ખરો, જરૂરિયાત પણ સાવ ઓછી. બાર મહિનામાં પાંચેક સાડી પહેરવા જોઈએ, પાંચ મણ બાજરી ને બે મણ મગ ખાવા જોઈએ, એટલે ગાડું સહેલાઈથી ગબડે !
એ સમયે અમદાવાદમાં પ્રેમદરવાજાની પાસે સરયૂદાસજી નામના સંતની ભક્તિગંગા વહે. રોજ કથા કરે, કથા શું કરે, ચમત્કાર સર્જે ! નાસ્તિક આસ્તિક થઈ જાય, અને કુસંગી સત્સંગી બની જાય !
રૂખી હજી તો ઊગીને ઊભી થતી હતી, એને કર્મ-ધર્મની ઝાઝી ખબર પડતી નહીં. ઘરડાં દાદીનો નિયમ હતો કે રોજ પારેવાંને દાણા નાખવા. પોતે પણ રોજ સ્નાન કરી પંખીની પરબડીમાં દાણા નાખે ને કૂંડીમાં પાણી ભરે ! કાગડા, કબૂતર, હોલા, ચકલાં રોજ દાણા ચૂગવા આવે ને દાણા ચૂગી પાણી પીવે ! રૂખી એમાંથી ભગવાનમાં આસ્થા કેળવે, કેવો પંખીનો નોંધારો અવતાર ! તોય એમને પેટ પૂરતું મળી રહે છે ને ! કોઈએ એને દુહો કહ્યો. એને માટે સમસ્ત શાસ્ત્રોનો એ સાર બની રહ્યો.
‘પંખી કરે ન ચાકરી, અજહર કરે ન કામ !
દાસ મલુકા યું કહે, સબકો દાતા રામ !’
કોઈ વાર રૂખી મૂંઝાય કે સગાંવહાલાંના તાતાં તીરથી અકળાય ત્યારે આ દોહરો બોલે. આ એનું શિવકવચ. એનાથી દિલમાં શાંતિ વળે. ચકલાં ખાય ને પાણી પીવે, ને પ્યાસ જાણે પોતાની બુઝાય ! હવે તો સૂડા ને પોપટ પણ આવવા લાગ્યા. પંખીઓની બોલીમાં, કૂદાકૂદમાં ને ઝઘડામાં રૂખીને રસ પડવા લાગ્યો.
રૂખીના જીવનમાં બસ આ પંખીઓની ચણ્યનો પરિતોષ ! એના એકધારા રગશિયા ગાડા જેવા જીવનમાં આ આનંદ-પ્રેમનો પ્રસંગ ! ચકલાં-હોલાં ચણે ને રૂખી બેઠી બેઠી રામનું નામ લેતાં લેતાં રોજ એમની વધતી સંખ્યા ગણે, એની સાથે વાતો કર્યા કરે. વઢવેડિયા કાગડાને ઠપકો આપે. શરમાળ લૈલાને હંિમત આપે.
એની વાતો કદી ન ખૂટે. ન જાણે પંખી એની બોલીમાં શું બોલતાં હશે ? રૂખી જાણે ને પંખીકુળ જાણે, ત્રીજાની એમાં ત્રેવડ નહીં. એક દિવસ પડોશણે કહ્યું, ‘રૂખીબહેન ! આ હોલા-પોપટમાં કંઈ આખો જન્મારો નહીં જાય, સરયૂદાસજી મહારાજની કથામાં આવતાં હો તો ?’
‘બહેન, આજકાલ કથાકારને ત્યાં મોટરવાળા વઘુ આવે છે. મહારાજાને પણ એમના વિના કથા કરવામાં ચેતન આવતું નથી ! અને વાતો પણ મણ-બે મણના પથરા જેવી ભારે. મારા માટે ભેંસ આગળ ભાગવત. હું દરિદ્રતાનો અવતાર, શાસ્તરમાં શું સમજું ?’ રૂખીએ સામાન્ય અનુભવ કહ્યો. ‘ત્યાં મારા જેવી મૂરખીનો ભાવ પણ શું પુછાય ? હું તો મનમાં શંકા થાય તો મહારાજને પૂછી બેસું, એવી ઘેલી પણ છું.’
‘બહેન ! આ મહારાજ બીજા કીર્તનકારોથી જુદા છે. એકવાર આવી તો જુવો.’
એ દિવસથી રૂખી સરયૂદાસજી મહારાજની કથામાં જવા લાગી. મહારાજ કથા તો કરે એમના જ ભાવે, પણ એમાં શ્રીમંતોનેય સમજ મળે, ગરીબોને પણ બોધ જડે. કથા પૂરી થાય ત્યારે સહુ આદેશ લેવા ઊભા રહે. મહારાજ કોઈને કંઈ તો કોઈને કંઈ પુણ્યનું કાર્ય બતાવે, આંગળી ચીંઘ્યાના પુણ્યમાં બહુ માને !
એક દિવસ રૂખીને હોંશ આવી. લાવ, મનમાં થોડીક શંકાઓ છે, તો મહારાજને પૂછી જોઉં ! રૂખી કથામાં આવે ત્યારે એના ખભે રોજ દાણાની ઝોળી અને બગલમાં એકાદ કાળી કૂંડી હોય, થોડી દોરીઓ પણ હોય. કથા સાંભળતી જાય અને દોરીનું પાંજરું ગૂંથતી જાય. વળતાં દોરીનું પાંજરું ઝાડે બાંધી એમાં કૂંડી લટકાવે.
આજ કથા પૂરી થઈ, એટલે રૂખી શરમાતી શરમાતી સામે ખૂણે જઈને ઊભી રહી. ચહેરા પર પ્રશ્નની ઉત્સુકતા હતી. એવામાં મહારાજશ્રીનો સ્વર આવ્યો, ‘આગળ આવો, બહેન ! કંઈ પૂછવું છે, કાં ?’ મહારાજશ્રીએ સામેથી કહ્યું, ‘પૂછો.’
‘મહારાજ, સત્કર્મનું સાધન શું ?’
‘ધર્મ માનીને જે કરીએ તે.’
‘મહારાજ, બાળવિધવા છું. ગરીબ છું. કોઈ કમાનાર નથી. પાસે ધન નથી, કે ધર્મ કરું. પાસે જ્ઞાન નથી કે આચરણ કરું.’
‘ધર્મનું મુખ્ય સાધન દેહ, એ તો ભગવાનનો આપ્યો તમારી પાસે છે ને ! તમે કંઈક તો ધર્મ કરતા જ હશો. કૂતરાને ચાનકી, ગાયને ગોગ્રાસ, ચકલાંને ચણ, વાંદરાને ચણા, માછલાંને ગોળી, કીડીને લોટ, દરિદ્રનારાયણને અનાજ, અતિથિ-અભ્યાગતને ભોજન-એમ કંઈક ને કંઈક તો કરતાં જ હશો. હંિદુનું જીવન સાવ ધર્મવિહોણું ન હોય, મા !’
મહારાજશ્રીના શબ્દોમાં મમતા હતી. હવે રૂખીને હંિમત આવી. એણે કહ્યું, ‘મહારાજ, પશુપંખીની સેવા કરું છું. ચકલાંને ચણ નાખું છું. બને તેટલાં ઝાડ પર બબે કૂંડાં બાંઘું છું. એકમાં પાણી ભરું છું. બીજામાં દાણા. પહેલાં હું પોતે ચણ નાખતી, હવે પરબડીનો વિસ્તાર વઘ્યો, આંકડો વઘ્યો, લગભગ ત્રણસો ભૂખ્યાં-પ્યાસા પંખીઓની પરબડીઓ બાંધી છે. હવે મારું એકલીનું ગજું નથી. પાડોશી પાસેથી મદદ લઉં છું.’
‘બહુ સુંદર, દાણાનો ક્યાં તૂટો છે ? નાખનાર હોય તો આપનાર અનેક છે. કાં હરિવલ્લભ શેઠ ? આ કામ શેઠને મન સાવ સામાન્ય હતું. ‘હા મહારાજ !’ શેઠે ટૂંકામાં જવાબ આપ્યો.
‘મહારાજશ્રી, જીવના તો લખ ચોરાસી અવતાર હોય ને ! જીવ માણસ થાય, એમ પોપટ પણ થાય ને ? પશુ-પંખીના ભવ પણ કરે ને ?’ રૂખીએ અંતરમાં ઘોળાતો પ્રશ્ન કર્યો.
‘જરૂર, માટે જ શાસ્ત્રમાં કીડીથી લઈને કુંજર સુધીની એકસરખી સગાઈ કહી છે. આપણો ભાઈ મરીને હોલો પણ થયો હોય ને આપણો પતિ મરીને મોર પણ થયો હોય. શાસ્ત્રમાં તો વાત છે કે એક માણસ ઘેટાને મારતો હતો. ઘેટાને વાચા થઈ. એણે કહ્યું કે પૂર્વજન્મમાં હું તારો બાપ હતો. ખાતરી ન થતી હોય તો ગાયની કોઢ નીચે મેં ધન દાટ્યું છે, તે કાઢીને જો. એ દિવસથી એ માણસે વ્રત કર્યું કે મરી જાઉં, તો ય કોઈને મારું નહીં. ન જાણે ક્યા જીવ સાથે મારે કયું સગપણ હશે !’
મહારાજનો આ જવાબ સાંભળી રૂખી રાજી થઈને બોલી, ‘બસ, મહારાજ, અંતરનો ભરમ તમે ભાંગ્યો, ધરમ-કરમનો ખરો મરમ આજે સમજાયો, કોઈ દિવસ ચકલાં પાણી ન પીવે, સૂડા અનાજ ન ખાય, મોર ટહૂકા ન કરે, તો મને ચેન જ પડે નહીં. તોફાની કબૂતરાં પાણી પીવાને બદલે તોફાન કરીને પાણીની આખી કૂંડી ઢોળી ન નાખે, ત્યાં સુધી મને ધરવ જ ન થાય ! પંખી જાણે ભૂખ્યાં-તરસ્યાં નથી, હું જ ભવ આખાની પિયાસી છું !’
‘મા ! તેં જીવજીવમાં ભગવાન ભાળ્યો. તારું મન મોટું છે. તારું કર્મ સુંદર છે. તારી ભૂતદયા તને તારી દેશે. તારું ચિત્ત નિર્મળ છે. તારે કથા-કીર્તન કે સ્નાન-પાઠની આવશ્યકતા ઓછી છે. તું સ્વયં દયાનો યજ્ઞ આચરી રહી છે.’
રૂખી રાજી થઈને ઘેર આવી. એ દિવસથી એના પગમાં અજબ હંિમત આવી. વળી, કથામાં જાય એટલે રોજ સખી દાતાઓ તરફથી દાણા મળે ને પરબડી માંડનારનાં નવાં નવાં નામ પણ મળે ! અમદાવાદના બાર દરવાજા, એ દરવાજાની અંદર ને બહાર થઈને રૂખીની ત્રણસો પરબડીઓ ચાલે. પછી તો રૂખીએ પરબડીઓનું પોળોવાર, લત્તાવાર ને પરાંવાર વિભાગીકરણ કર્યું, એ વિભાગના કાર્યકર્તા પણ નક્કી કરી લીધા. ઉંમર થઈ હતી, ઝાઝું દોડાતું ન હતું. કામ કરનારાં કરે, પોતે અવારનવાર ખબર લેતા રહે.
‘પંખીને તો પાણી પાયાં, પણ હવે માણસને પાણી પાવા માગું છું મહારાજ, આ સાંઢિયાવાળા, આ ગોવાળ, આ ગધેડાવાળા બિચારા સીમમાંથી તરસ્યા ધા નાખતા આવે છે. પરબ બેસાડું વડલા વાવું તો થાક ખાય ને પાણી પીને તાજા થાય.’
રૂખીએ એક દિવસ અંતરની અઘૂરી પ્યાસ પ્રગટ કરી, પણ હવે એની સેવાઓ જાહેર થઈ ચૂકી હતી. પરબનું નામ પડતાં અનેક વ્યક્તિ નામ નોંધાવા માંડ્યા. રૂખીના હાથમાં ઠીકઠીક રકમ આવી, પણ માલ મફત એટલે દિલ દરિયો, એવું માનનારી એ નહોતી, રૂખી એટલે જીવતી કરકસર. એક દિવસ ઓળખાણ કાઢી કુંભારને ત્યાંથી કાળા શિયાળું ગોળા ટકોરા મારીને લઈ આવી. ઢાંકવાનાં રામપાતર પણ લાવી. પવાલાં એક વેપારી પાસેથી લીધાં. ગંગા-જમની લોટા મહારાજે ઠેઠ કાશીથી કિફાયત ભાવે મંગાવી દીધા.
માણસ કાજે પરબો ચાલુ થઈ. રોજ કોઈને કોઈ નામ નોંધાવવા આવે. કોઈને ત્યાં કોઈ સગાં સંબંધીનું મરણ થયું કે પાછળ પરબ બેસાડે. પરબે પાણી પાનાર પણ યોગ્ય જ જોઈએ ને ? પાણી પીનાર સવારે નવથી તે રાતના દસ સુધી આવે !
આ માટે એણે ગરીબ વિધવાઓની શોધ કરી. કોઈનો દીકરો નિશાળમાં ભણતો હોય, એવી સ્ત્રીઓની શોધ કરી એનો પગાર ઠરાવ્યો, ને પરબે બેસાડી. સહુને કહ્યું, ‘જીભ મીઠી રાખશો, તો પાણી પીનારને દૂધ પીધા જેવું લાગશે. જીભ કડવી રાખશો તો તમારી મહેનત પાણીમાં જશે !’
સરકારી અમલદારની જેમ રૂખી અચાનક પરબોની મુલાકાત લેતી, જતાં-આવતાં માણસોને પરબ વિષે પૂછતી, સારા-ખોટા અભિપ્રાય પ્રમાણે સુધારાવધારા કરતી. રૂખીએ જીવનભર આ બે કામ કર્યા. એક પંખીને માટે પરબડી, બીજું માણસને માટે પરબ. વૃદ્ધાવસ્થા થઈ, તોય અંતરની પ્યાસ બૂઝે નહીં. એમ લાગ્યા કરે કે પિવરાવું, પિવરાવું ને પિવરાવું.
હવે તો પળિયાં આવ્યાં ! મહારાજશ્રીની કથામાં પણ મહામહેનતે જઈ શકે. શંકાની વાદળી કોઈ વાર ચોખ્ખા ચિત્તને ઘેરી લે. લાખોના દાન, હજારોના મંદિરો, મોટી મોટી તીર્થયાત્રાઓ, બ્રહ્મભોજનનો તો પાર નહીં, મેં તો આમાંનું કંઈ પણ પોતે કર્યું નથી, મારું શું થશે ? કોઈ વાર મહારાજને પ્રશ્ન કરે, ‘મેં કોઈ સત્કર્મ કર્યા નથી, મારી શી ગતિ થશે ?’
‘મા, તમે ઘણાં સત્કર્મ કર્યા છે. તમારી સદ્‌ગતિ જ છે. સ્વર્ગમાં પણ તમે દેવોને પાણી પાશો !’
રૂખીનું બોખું મોં હસી રહ્યું. છેલ્લે છેલ્લે કમજોર ગરીબ બાળકોને દૂધ પિવરાવવાની યોજના વિચારી, પણ હવે દેહમાંથી દૈવત ચાલી ગયેલું. વ્યવસ્થા કોઈ ઉપાડી લે, એવી વ્યક્તિને એ શોધતાં હતાં, ત્યાં ધર્મરાજનું તેડું આવ્યું.
રૂખી ગઈ, પણ એની કાળાં કૂંડાની પંખીની પરબો અને કાળા માટલાવાળી માણસ માટેની પરબો લાંબા કાળ સુધી અમદાવાદમાં તૃષાતુરોની તૃષા બુઝાવતી રહી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 

 

 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved