Last Update : 11-December-2012, Monday

 
 

ભારતના ડોમેસ્ટિક ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વચ્ચે ઘણી મોટી ખાઇ છે
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

ઈંગ્લેન્ડે ભારતને આયનો બતાવ્યો છે કે આપણે કેવા પડકારનો હવે સામનો કરવાનો છે

 

લંડન,તા.૧૦
ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટમાં ભારતની નાલેશીભરી હાર અને દિગ્ગજોના ફ્લોપ શો બાદ એક તરફ યુવા ખેલાડીઓને વધુને વધુ તક આપવા માટેની માગ ઉઠી રહી છે ત્યારે ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટના 'સુપર બ્રેઇન્સ'માં સ્થાન ધરાવતા દ્રવિડે ભારતના યુવા ખેલાડીઓની પ્રતિભા અને ક્ષમતા અંગે પ્રશ્નાર્થ સર્જ્યો છે.
દ્રવિડે સ્પષ્ટ શબ્દોમાં કોમેન્ટ કરી હતી કે, ભારતના યુવા ખેલાડીઓ પ્રતિભા, કૌશલ્ય અને ક્ષમતાને કારણે હું ખુબ જ ચિંતિત છું. ભારતીય ચાહકો તો ખેલાડીઓના રમત પ્રત્યેના એટીટયૂડ તેમજ આઇપીએલમાંથી કરોડો મળતા હોવાથી તેમને ટેસ્ટ રમવાની પડી નથી તેમ કહીને રોષ ઠાલવી રહ્યા છે પણ મને તેમની સ્કીલની વિશેષ ચિંતા છે.
દ્રવિડે બીબીસીના ટેસ્ટ મેચ સ્પેશિયલ કાર્યક્રમમાં પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું કે, ભારતના ડોમેસ્ટિક ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વચ્ચે મોટી ખાઇ છે અને આ ખાઇ કેમ પાર કરવી કે તેને કેમ ઓછી કરવી તે જ ભારતીય ક્રિકેટ સામેનો સૌથી મોટો પડકાર છે. લોકોનો રોષ વાજબી છે પણ સિક્કાની બીજી બાજુ એ છે કે ખેલાડીઓમાં મુખ્ય તો કૌશલ્યનો જ અભાવ જોવા મળે છે.
ગત માર્ચમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા દ્રવિડે કહ્યું કે, ભારતે જે પ્રકારે ઈંગ્લેન્ડ સામે શરણાગતિ સ્વીકારી લીધી તેનાથી ચાહકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. ભારત ત્રણ ટોસ જીત્યું, તેમાં ય મુંબઇમાં પીચ આપણી તરફેણની હતી, કોલકાતામાં પણ પરિસ્થિતી અનુકૂળ હતી તેમ છતાં ભારતીય ક્રિકેટરો તેનો ફાયદો ના ઉઠાવી શક્યા. વધુમાં તેઓ સ્હેજ પણ લડત આપી ના શક્યા કે જેથી ઈંગ્લેન્ડને મુશ્કેલીનો સામનો કરવો પડે.
આગામી મુશ્કેલ પડકારનો સામનો કરવા તૈયાર રહેવાનું જણાવતા દ્રવિડે કહ્યું કે, ઈંગ્લેન્ડે તો ભારતને આયનો દેખાડયો છે કે ભારતને હવે કયા કયા પડકારનો સામનો કરવાનો છે. સફળ ટીમોમાં એવા ખેલાડીઓનું જુથ હોય છે કે જે એકબીજાને મદદ કરે છે અને એક સાથે શ્રેષ્ઠ તબક્કે પહોંચે છે.
મારા મતે તો ભારતની એ ટીમના વિદેશ પ્રવાસોની સંખ્યા વધારી દેવી જોઇએ. આ ઉપરાંત એકેડેમીક ટીમોને પણ વિશ્વના અન્ય સ્થળોએ પ્રવાસ માટે મોકલવી જોઇએ. ભારતે આ બાબતમાં ઈંગ્લેન્ડ તરફથી સીખવાની જરૃર છે.
દ્રવિડે એમ પણ કબુલ્યુ કે, અશ્વિન અને ઓઝા તેમની પ્રતિભા પ્રમાણેનો દેખાવ કરી શક્યા નથી. ભારતની નબળી ફિલ્ડિંગ અને ખેલાડીઓની નિમ્ન સ્તરની ફિટનેસને કારણે પણ દ્રવિડે નિરાશા વ્યક્ત કરી. હવે નાગપુરના પરિણામની રાહ જોયા વિના જ ભારતે સફળતા મેળવવા માટેનું આયોજન હાથ ધરવું જોઇએ તેવી સલાહ પણ દ્રવિડે આપી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved