Last Update : 11-December-2012, Monday

 

બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ભાજપના પ્રવક્તા જયનારાયણ વ્યાસે ચૂંટણીપંચ સમક્ષ કરેલી ફરિયાદને ધ્યાને લઇને પંચે મુંબઈ પોલીસને સતર્ક રહેવા કરેલી તાકીદ

મુંબઈ,તા.૧૦
ગુજરાતમાં ૧૭મી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત સિદ્ધપુર બેઠકમાં યોજાનારા મતદાન માટે મુંબઈથી પાંચ હજાર નકલી મતદારોને સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ષડયંત્ર ઘડવામાં આવ્યું હોવાની ભીતિ ગુજરાત ભાજપના પ્રવક્તા જયનરાયણ વ્યાસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ વ્યક્ત કરવામાં આવી છે.
જ્યનારાયણ વ્યાસ વતી તેમના વકીલ સી. એન બ્રહ્મભટ્ટે મુખ્ય ચૂંટણી કમિશનરને લખેલા પત્રમાં આક્ષેપ મૂક્યો છે કે 'મુંબઈના ગોરેગાંવ, મલાડ, જોગેશ્વરી કાશીમીરા જેવા વિસ્તારોમાં રહેતા લઘુમતી કોમના પાંચ હજાર જેટલા લોકો મુંબઈમાં તો મતાધિકાર ધરાવે જ છે, પરંતુ સાથોસાથ તેમના વતન સિદ્ધપુરમાં પણ મતાધિકાર ધરાવે છે. બેવડો મતાધિકાર ધરાવવો ગેરકાયદે હોવા છતાં આ લોકો પાસે બંને જગ્યાએ મત આપવાનો અધિકાર છે. તેમનું નામ સિદ્ધપુરના મતદારોની યાદીમાં પણ છે.'
તેમણે આક્ષેપ મૂક્યો હતો કે 'સિદ્ધપુરના વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર બળવંત સિંહ રાજપૂતે આ લોકોને મતદાનના દિવસે લક્ઝરી બસો ભરીને સિદ્ધપુર લઇ જવાની ગોઠવણ કરી છે. ૨૦૦૨માં પણ કોંગ્રેસ મહારાષ્ટ્રમાંથી લક્ઝરી બસ અને ટ્રેન દ્વારા અનેક મતદારોને ગુજરાત લઈ ગઈ હતી.'
આ રીતે ગેરકાયદે મતદાન થતું અટકાવવા જયનારાયણ વ્યાસના વકીલે ચૂંટણી પંચને વિનંતી કરી હતી. તેમણે ડબલ મતાધિકાર ધરાવતા કેટલાક લોકોના નામની નમૂનારૃપ યાદી પણ આ પત્ર સાથે જોડી હતી. તેમના પત્રને ધ્યાનમાં લઈ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર પ્રશાસન તથા મુંબઈ પોલીસને આ રીતે ગુજરાત મતદાન કરવા જતા લોકોના વાહનો પર ચાંપતી નજર રાખવા તાકીદ કરી હતી.
ચૂંટણી પંચે ચેતવણી આપી હતી કે 'બેવડો મતાધિકાર ધરાવતા લોકો તથા ગુજરાતમાં બોગસ મતદાન કરવા માટે આવનારા લોકો જો આવી હરકત કરતા ઝડપાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વોલમાર્ટે કયા નેતાને નાણાં આપ્યાં તે જાહેર કરો ઃ ભાજપ
પીઢ પ્રતિષ્ઠિત નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હૃદયરોગથી અમેરિકામાં અવસાન

૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પક્ષનું સુકાન સોંપાશે ઃ પી.સી. ચાકો

સંજય દત્તની મોંઘી કાંડા ઘડિયાળો અને સોનું સુદના વૈભવી ફલેટને લીધે દરોડા પડયાની ચર્ચા
બનાવટી મતદારોને મુંબઈથી સિદ્ધપુર લઇ જવાનું કોંગ્રેસના ઉમેદવારનું ષડયંત્ર

ઓસ્ટ્રેલિયન રેડિયોના ડી.જે.એ વ્યથિત હૃદયે નર્સના પરિવારની માફી માંગી

પાકિસ્તાનમાં પોલીસ મથક પર તાલીબાનોનો હુમલો ઃ આઠનાં મૃત્યુ
ફિલિપાઈન્સના વાવાઝોડાગ્રસ્ત ટાપુમાં ભૂકંપ
યુવા ખેલાડીઓમાં કૌશલ્ય અને ક્ષમતાના અભાવથી ચિંતિત છું ઃ દ્રવિડ

અન્યોની નિષ્ફળતા છતાં યુવરાજ અને હરભજનને 'બલીના બકરા' બનાવાયા

ભારત પ્રવાસ માટેની પાકિસ્તાનની ટી-૨૦ અને વન ડે ટીમની જાહેરાત
ભારતીય બેટ્સમેનો ટોસ જીતીને જંગી સ્કોર ખડકવાની તક ચૂક્યા
૨૦૦૧ પછી પહેલી વખત વિદેશી ટીમ ભારતમાં પ્રભુત્વ સાથે રમતી જોવા મળી
FII ની વધુ રૃા. ૬૯૮ કરોડના શેરોની ખરીદી ઃ ફાર્મા, રીયાલ્ટી, અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજી
સોનામાં વધુ રૃ.૨૦૦ની તેજીઃ ચાંદી નવા ઉછાળા વચ્ચે રૃ.૬૩ હજારને આંબી ગઈ
 
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved